Home /News /tech /Amazon પર Samsung સ્માર્ટફોનથી લઈને TV અને AC પર 42% સુધીનું ડિસ્કાઉન્ટ

Amazon પર Samsung સ્માર્ટફોનથી લઈને TV અને AC પર 42% સુધીનું ડિસ્કાઉન્ટ

સેમસંગ પ્રોડક્ટ પર ભારે છૂટ.

એમેઝોનમાં સેમસંગ ગેલેક્સી M11 ફોન પર રૂ. 4,500નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સ્માર્ટફોનની કિંમત રૂ. 14,999 છે. એમેઝોનના સેલમાં આ ફોન માત્ર રૂ. 10,499માં ખરીદી શકાય છે.

નવી દિલ્હી: 5 ઓગસ્ટથી એમેઝોન ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ સેલ (Amazon Great Freedom Festival) શરૂ થઈ ગયો છે. એમેઝોન ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ સેલનો આજે ચોથો દિવસ છે. આ સેલ આજે રાત્રે 11.59 વાગ્યે પૂર્ણ થઈ જશે. જો તમે ટીવી અથવા AC ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સેલમાં અનેક વિકલ્પો આપવામાં આવ્યા છે. એમેઝોનના આ સેલમાં સેમસંગના ફોન, ટીવી અને અન્ય પ્રોડક્ટ્સ પર 30% અથવા તેનાથી વધુનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સેલમાં વેચાઈ રહેલી સેમસંગ (Samsung)ની કેટલીક પ્રોડક્ટ્સની અહીં જાણકારી આપવામાં આવી છે.

સેમસંગ ગેલેક્સી M11

એમેઝોનમાં સેમસંગ ગેલેક્સી M11 ફોન પર રૂ. 4,500નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સ્માર્ટફોનની કિંમત રૂ. 14,999 છે. એમેઝોનના સેલમાં આ ફોન માત્ર રૂ. 10,499માં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોન પર 30%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સેમસંગના આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ 11 ઓપરેટિંગ સિસ્ટમ છે અને ઓક્ટા કોર ક્વાલકોમ પ્રોસેસર દ્વારા આ ફોન ચાલે છે. આ સ્માર્ટફોનમાં 5000 mAh બેટરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: કારટ્રેડ ટેકનો IPO ખુલ્યો: જાણો ગ્રે માર્કેટમાં શેરના ભાવથી લઈને અન્ય તમામ વિગત

સેમસંગ ગેલેક્સી (Samsung Galaxy) Z ફ્લિપ

સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ સ્માર્ટફોન પર રૂ. 35,900નું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ફોલ્ડેબલ સ્માર્ટફોનની કિંમત રૂ. 99,900 છે, પરંતુ એમેઝોનના સેલમાં આ સ્માર્ટફોન માત્ર રૂ. 64,000માં ખરીદી શકાશે. આ સ્માર્ટફોન પર 36%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સેમસંગ ગેલેક્સી Z ફ્લિપમાં 6.7 ઈંચની ફુલ HD ડિસ્પલે અને 1.1 ઈંચની સુપર AMOLED એક્સટર્નલ ડિસપ્લે આપવામાં આવી છે. આ ફોલ્ડેબલ સ્માર્ટફોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 865+ પર કામ કરે છે. આ ફોનમાં 3300mAh બેટરી છે, જે 15w ફાસ્ટ ચાર્જિંગ અને 9w ક્યૂઈ વાયરલેસ ચાર્જિંગ સાથે આવે છે.

સેમસંગ 43 ઈંચ સ્માર્ટ ટીવી

આ સ્માર્ટ ટીવીની કિંમત રૂ. 77,900 છે, જે એમેઝોન સેલમાં માત્ર રૂ. 42,490માં ખરીદી શકાશે. આ સ્માર્ટ ટીવી પર 45% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ગ્રાહક એમેઝોન કૂપનનો ઉપયોગ કરીને રૂ. 150ના વધારાના ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે. આ સ્માર્ટ ટીવીમાં 4K UHD ડિસપ્લે આપવામાં આવી છે અને આ સેમસંગ સ્માર્ટથિંગ્સ એપની મદદથી કંટ્રોલ કરી શકાશે.

આ પણ વાંચો: દેવયાની ઇન્ટરનેશનલ સહિત ચાર IPOનું આ તારીખે અલોટમેન્ટ શક્ય, જાણો ગ્રે માર્કેટમાં શેરનો ભાવ

સેમસંગ 55 ઈંચ 4K UHD સ્માર્ટ ટીવી

આ સ્માર્ટ ટીવી પર રૂ. 61,910નું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એમેઝોન સેલમાં આ ટીવી માત્ર રૂ. 1,00,900માં ખરીદી શકાશે. આ સ્માર્ટ ટીવી પર 38 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સ્માર્ટ ટીવી સ્લિમ અને સ્ટાઈલિશ સાથે આવે છે.

સેમસંગ 1.5 Ton 5 સ્ટાર ઈન્વર્ટર Split AC

સેમસંગના આ AC પર એમેઝોનના સેલમાં રૂ. 19,000નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 5 સ્ટાર ACની રિટેઈલ કિંમત રૂ. 56,990 છે અને એમેઝોનના સેલમાં રૂ. 37,900માં ખરીદી શકાય છે. આ એસી પર 33 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ એસી મધ્યમ આકારના રૂમને ઠંડો કરવામાં સક્ષમ છે.

આ પણ વાંચો: ચાર મહિનાનો વિવાન જિંદગી સામે 'જંગ' હાર્યો, પિતાએ રડતી આંખે કહ્યુ, 'મારો દીકરો અમર થઈ ગયો'

સેમસંગ T400 2.0 ચેનલ સાઉન્ડબાર

સેમસંગના સાઉન્ડબારમાં રૂ. 4,601નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એમેઝોનના સેલમાં તમે સેમસંગ T400 2.0 ચેનલ સાઉન્ડબાર રૂ.6,398માં ખરીદી શકશો. આ પ્રોડક્ટ પર 42 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સાઉન્ડબારમાં વાયરલેસ કનેક્ટિવિટીનું ફીચર આપવામાં આવ્યું છે.
First published:

Tags: Festival, Samsung-galaxy, TV, અમેઝોન, સ્માર્ટફોન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો