Home /News /tech /Amazonનો બંપર સેલ! ગેમિંગ લેપટોપથી માંડીને એક્સેસરીઝ સુધી સસ્તામાં મળી રહ્યા છે આ ગેજેટ્સ
Amazonનો બંપર સેલ! ગેમિંગ લેપટોપથી માંડીને એક્સેસરીઝ સુધી સસ્તામાં મળી રહ્યા છે આ ગેજેટ્સ
પ્રતિકાત્મક તસવીર
એમેઝોનના ગ્રાન્ડ ગેમિંગ ડેઝ સેલમં ગેમિંગ લેપટોપ (Gaming Laptop), મોનિટરથી લઇને એક્સેસરિઝ અને પેરિફેરલ્સ સુધી દરેક વસ્તુ પર ઓફરનો ધોધ ચાલું છે. ગ્રાહકો આ સેલ દરમિયાન નો કોસ્ટ EMI પેમેન્ટ ઓપ્શન અને વધારે વેલ્યૂ એક્સચેન્જ ઓફર સાથે છૂટ મેળવી શકે છે.
નવી દિલ્લી: એમેઝોનના ગ્રાન્ડ ગેમિંગ ડેઝ સેલમં ગેમિંગ લેપટોપ (Gaming Laptop), મોનિટરથી લઇને એક્સેસરિઝ અને પેરિફેરલ્સ સુધી દરેક વસ્તુ પર ઓફરનો ધોધ ચાલું છે. ગ્રાહકો આ સેલ દરમિયાન નો કોસ્ટ EMI પેમેન્ટ ઓપ્શન અને વધારે વેલ્યૂ એક્સચેન્જ ઓફર સાથે છૂટ મેળવી શકે છે. એમેઝોન(Amazon Sale)ની ગ્રાન્ડ ગેમિંગ ડેઝ સેલ પહેલાથી જ લાઈવ છે, જે 24 ઓગસ્ટ એટલે કે આજે પૂરો થઇ રહ્યો છે. જો તમે પણ અમેઝોનના સેલમાં ગેમિંગ લેપટોપ (gaming laptop) અને એક્સેસરિઝ (accessories) ખરીદવા માંગો છો, તો અહીં તેની જાણીકારી મેળવી શકો છો.
Corsair K55 RGB Pro Gaming Keyboard:
Corsair K55 RGB Pro એક સોલિડ બજેટ ગેમિંગ કિબોર્ડ છે. જે રૂ. 3899માં K55 ડાયનેમિક RGB બેકલાઇટિંગ, 6 ડેડિકેટેડ મેક્રો કીઝ, ડસ્ટ અને સ્પિલ-રેસિસ્ટન્ટ ડિઝાઇન, ડેડિકેટેડ મલ્ટી-મીડિયા બટન અને એક ડિટેચેબલ પામ રેસ્ટની સાથે આવે છે. જોકે, તેની કિંમત જોતા, તેમાં આપેલા સ્વિચ મેમ્બ્રેન છે ન કે મિકેનિકલ.
Lenovo G-Series 27-inch FHD IPS Gaming Monitor:
જો તમે 20,000 રૂપિયાથી ઓછા બજેટમાં ગેમિંગ મોનિટરની શોધ કરી રહ્યા છો, તો લિનોવોના G સીરીઝ ગેમિંગ મોનિટર તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. 18,499 રૂપિયાની કિંમતેઆ મોનિટર 27 ઇંચની ફુલ એચડી આઇપીએસ પેનલ, 144 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, 1msનો રિસ્પોન્સ ટાઇમ અને એએમડી ફ્રીસિંક સપોર્ટ આપે છે.
Asus TUF Dash F15(2021):
Asus TUF Dash F15(2021) કોમ્પિટિટિવ ગેમિંગ માટે એક બેસ્ટ લેપટોપ છે. લેપટોપ 81,900 રૂપિયાની ડિસ્કાઉન્ટેડ કિંમત પર ઉપલબ્ધ છે. જ્યારે યૂઝર્સ નોટબુક ખરીદતા પહેલા 3000 રૂપિયાના ડિસ્કાઉન્ટ કૂપનનો પણ ઉપયોગ કરી શકે છે. Asus TUF Dash F15(2021)માં 11th જનરેશનનું Intel Core i5 CPU, RTX 3050 Ti GPU, 144Hz ફુલ HD IPS પેનલ, 8GB RAM અને 512GB M.2 NVMe SSD સ્ટોરેજ છે.
SteelSeries QcK Prism Cloth Gaming Mouse Pad
એમેઝોનના ગેમિંગ સેલ દરમિયાન SteelSeriesનું RGB માઉસપેડ રૂ.3999ની ડિસ્કાઉન્ટેડ કિંમત પર ઉપલબ્ધ છે. જોકે યૂઝર્સ કૂપનનો ઉપયોગ કરીને 825 રૂપિયાની છૂટનો લાભ પણ મેળવી શકે છે. માઉસપેડમાં 2 ઝોન RGB લાઇટિંગ અને એક મજબૂત, નોન-સ્લિપ રબર બેઝ છે.
SteelSeries Rival 710 Gaming Mouse
SteelSeries 710 ગેમિંગ માઉસ FPS ગેમિંગ માટે સૌથી શ્રેષ્ઠ છે. 500 રૂપિયાના મહત્તમ ડિસ્કાઉન્ટ કૂપન સાથે તે માત્ર 7999 રૂપિયામાં ઉપલબ્ધ છે. માઉસમાં એક OLED ડિસ્પ્લે, RGB લાઇટિંગ, એક TrueMove3 12,000 CPI, 350 IPS ઓપ્ટિકલ સેન્સર છે અને તેના મેકેનિકલ સ્વિચને 60 મિલિયન ક્લિક માટે રેટ કરાયું છે.
જો તમે સ્લિમ અને લાઈટ અલ્ટ્રાબુકની શોધમાં છો, જે હેવી ગેમિંગ અને પ્રોડક્ટિવિટી વર્કને સંભાળી શકે, તો Asus ROG Zephyrus G14 (2021) તમારા માટે સૌથી શ્રેષ્ઠ સાબિત થશે. નવા G14માં 8-કોર AMD Ryzen 7 5800Hs CPU, એક Nvidia RTX 3050 ગૃપ અને 144Hz ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું વજન કુલ 1.6 કિગ્રા છે. આ લેપટોપ 1,13,990 રૂપિયાની કિંમત પર ઉપલબ્ધ છે, જેમાં ગ્રાહક કૂપન કોડનો ઉપયોગ કરીને 5000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર