Amazon Freedom sale: સ્માર્ટફોન પર એક્સચેન્જ ઓફરથી મેળવો 6000 રુપિયાની છૂટ

આ સેલમાં ગ્રાહકો સ્માર્ટફોન, ફેશન પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સહિતની અનેક ચીજો પર ભારે છૂટ મેળવી શકે છે.

News18 Gujarati
Updated: August 6, 2019, 11:45 AM IST
Amazon Freedom sale: સ્માર્ટફોન પર એક્સચેન્જ ઓફરથી મેળવો 6000 રુપિયાની છૂટ
આ સેલમાં ગ્રાહકો સ્માર્ટફોન, ફેશન પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સહિતની અનેક ચીજો પર ભારે છૂટ મેળવી શકે છે.
News18 Gujarati
Updated: August 6, 2019, 11:45 AM IST
એમેઝોન ફ્રીડમ સેલ 2019ની શરુઆત આજથી થઇ રહી છે. પરંતુ પ્રાઇમ મેમ્બર્સ માટે આ સેલની શરુઆત એક દિવસ પહેલા જ થઇ ચુકી છે. 4 દિવસ સુધી ચાલનારા આ સેલમાં ગ્રાહકો સ્માર્ટફોન, ફેશન પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સહિતની અનેસ વસ્તુ ચીજો પર ભારે છૂટ મેળવી શકે છે. ચાલો જાણીએ આ સેલમાં તમે કેટલો લાભ લઈ શકો છો.

Samsung Galaxy S10

એમેઝોન સેલમાં સેમસંગની લેટેસ્ટ ફ્લેગશિપ ડિવાઇસ ગેલેક્સી એસ 10 પર એક્સચેન્જ ઓફર પર 6,000 નું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ 16-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ સેન્સર, 12-એમપી વાઇડ કેમેરા સેન્સર અને 12-એમપી ટેલિફોટો સેન્સર સાથે આવે છે.

Huawei P30 Pro

હુવેઇ P30 પ્રોની ખરીદી પર ગ્રાહકોને કંપનીનો નવીનતમ વાયરેબલ હ્યુઆવેઇ વોચ જીટી આપવામાં આવશે. તેની કિંમત 20,999 રૂપિયા છે.


Samsung Galaxy Note 9

સેમસંગ ગેલેક્સી નોટ 9 ખરીદવા પણ એક્સચેન્જનો ફાયદો મળી શકે છે. સેલમાં આ ફોન પર જૂનો ફોન આપીને તમને 6,000 રૂપિયાની છૂટ મળશે.



આ પણ વાંચો: ભૂલી ગયા છો ફોનનો Lock PIN અથવા Pattern, તો મિનિટોમાં જ કરો Unlock

Oppo Reno

ઓપોનો લેટેસ્ટ ફોન ઓપો રેનો પર 5000ની એક્સચેંજ ઓફર મળી રીહી છે. આ સ્માર્ટફોનમાં 6.4 ઇંચની એમોલેડ ડિસ્પ્લે, 3765 એમએએચની બેટરી અને 48 એમપી + 5 એમપી ડ્યુઅલ રિયર કેમેરો છે. સેલ્ફી માટે તેમાં વિશેષ 16 એમપી પોપ-અપ શાર્ક ફિન કેમેરો છે.



આ ઉપરાંત એમેઝોનનું કહેવું છે કે વેચાણ દરમિયાન આઇફોન XR નીચા ભાવે ખરીદી શકાય છે. તાજેતરમાં યોજાયેલા પ્રાઇમ ડે સેલમાં આ ફોન 49,999 રૂપિયામાં ઉપલબ્ધ હતો. પરંતુ હવે તે જોવાનું છે કે સેલમાં તેનું કેટલું વેચાણ થાય છે.



TV અને AC પર 50%ની છૂટ

સેલમાં હેડફોન અને સ્પીકર્સ પર 60 ટકા સુધીની છૂટ આપવામાં આવશે. સેલમાં ગ્રાહકો ફ્રિજ પર 35000 રૂપિયા અને વોશિંગ મશીન પર 11000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. અહીં ટીવી અને એસી પર 50 ટકા સુધીની છૂટ છેટ

SBI કાર્ડ પર ઓફર

ફ્રીડમ સેલ દરમિયાન ખરીદી કરતા ગ્રાહકો એસબીઆઇના ક્રેડિટ કાર્ડ સાથે ઇન્સ્ટન્ટ 10 ટકા ડિસ્કાઉન્ટ અને ઇએમઆઈ બચાવી શકે છે.

ICICI કાર્ડ પર પણ ફાયદો

ફ્રીડમ સેલ દરમિયાન એમેઝોન પે આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડ યૂઝર્સને ખરીદી કરવા માટે અનલિમિટેડ રિવાર્ડ- ઇનામ પોઇન્ટ આપશે. એમેઝોન.ડોટ ઇન પર ઘરેલું વિમાનની ટિકિટ બૂક કરનારા તમામ ગ્રાહકોને 2,000 રૂપિયા સુધીની કેશબેક મળી શકે છે.
First published: August 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...