Amazon સેલમાં આ પ્રોડક્ટ પર મળી રહ્યું છે 80% સુધી ડિસ્કાઉન્ટ

4 દિવસ સુધી ચાલનારા આ એમેઝોન ફ્રીડમ સેલ 2019માં ગ્રાહકો સ્માર્ટફોન, ફેશન પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સહિતની અનેક વસ્તુઓ પર ભારે છૂટ મેળવી શકે છે.

News18 Gujarati
Updated: August 8, 2019, 11:00 AM IST
Amazon સેલમાં આ પ્રોડક્ટ પર મળી રહ્યું છે 80% સુધી ડિસ્કાઉન્ટ
તમે વેરો મોડા, જેક અને જોન્સ, પેન્ટાલુન જેવી બ્રાન્ડ્સ પર 80 ટકા સુધીની છૂટ મેળવી શકો છો.
News18 Gujarati
Updated: August 8, 2019, 11:00 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: એમેઝોન ફ્રીડમ સેલ 2019નો સેલ આજથી શરૂ થઇ ગયો છે. જો કે પ્રાઇમ મેમ્બર્સનું વેચાણ 7 ઓગસ્ટથી જ શરૂ થયું છે. 4 દિવસ સુધી ચાલનારા આ સેલમાં ગ્રાહકો સ્માર્ટફોન, ફેશન પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સહિતની અનેક વસ્તુઓ પર ભારે છૂટ મેળવી શકે છે. ચાલો કઇ પ્રોડક્ટ લાભ લઈ શકો છો.

કપડાં, ફૂટવેર, ઘડિયાળ, બેકપેક્સ, હેન્ડબેગ્સ અને બાળકોની ફેશનમાં જબરદસ્ત છૂટ મળી રહી છે. કપડાં વિભાગમાં, તમે વેરો મોડા, જેક અને જોન્સ, પેન્ટાલુન જેવી બ્રાન્ડ્સ પર 80 ટકા સુધીની છૂટ મેળવી શકો છો.

ફૂટવેર પર 70% ડિસ્કાઉન્ટ

પુમા, બાટા, રેડ ટેપ અને ક્રોક્સ પર 70 ટકા સુધીની છૂટ ઉપલબ્ધ છે. બેકપેક્સ અને સામાન પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ વિભાગમાં તમને અમેરિકન ટૂરિસ્ટ, સ્કાઇબેગ્સ અને સફારી જેવી બ્રાન્ડ્સ પર ખૂબ જ સારુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

આ પણ વાંચો : Amazon Freedom sale: સ્માર્ટફોન પર એક્સચેન્જ ઓફરથી મેળવો 6000 રુપિયાની છૂટ


સસ્તામાં ખરીદો સોના અને ચાંદીનો સિક્કો

જ્વેલરી પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. અહીં તમે સોના અને ચાંદીના સિક્કા પર 20 ટકા સુધીની છૂટ મેળવી શકો છો. એમેઝોન સેલમાં ઘડિયાળ પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કેસિઓ, ફાસ્ટ્રેક, ટાઇમક્સ, મેક્સિમાની ઘડિયાળ પર 70 ટકા સુધીની છૂટ મળી રહી છે. એ જ રીતે હેન્ડબેગ પર 80 ટકા અને કિડ્સ ફેશન પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
First published: August 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...