Amazon પર આ બ્રાન્ડેડ Smartwatch પર મળી રહ્યું છે બમ્પર Discount, ઓક્સિજન લેવલ અને બીપી પણ કરશે ટ્રેક

સ્માર્ટવોચ (ફાઇલ તસવીર)

Branded Fitness Bend: હાલ અમેઝોન (Amazon) પરથી ફિટનેસ બેન્ડની ખરીદી કરો છો, તો તમારે તેની કિંમત 2 હજારથી પણ ઓછી ચૂકવવી પડશે.

  • Share this:
મુંબઈ: કોરોના મહામારી (Covid-19) બાદ લોકો પોતાની લાઇફસ્ટાઇલ (Lifestyle) અને સ્વાસ્થ્ય (Health) પ્રત્યે વધુ જાગૃત બન્યા છે. ઘણા લોકો આજે પોતાની લાઇફસ્ટાઇલનો ટ્રેક (Lifestyle Track) રાખે છે અને હેલ્થી લાઇફસ્ટાઇલ માટે આજે ફિટનેસ બેન્ડ (Fitness Band for Health) તરફ લોકોનો ઝુકાવ વધતો જાય છે. આજે માર્કેટમાં અનેક બ્રાન્ડના ફિટનેસ બેન્ડ (Branded Fitness Bend) ઉપલબ્ધ છે. પરંતુ વધુ કિંમતોના કારણે સામાન્ય લોકો માટે તેને ખરીદવા થોડા મુશ્કેલ બને છે. પરંતુ જો તમે હાલ અમેઝોન (Amazon) પરથી ફિટનેસ બેન્ડની ખરીદી કરો છો, તો તમારે તેની કિંમત 2 હજારથી પણ ઓછી ચૂકવવી પડશે. આટલી ઓછી કિંમતમાં તમે એક એવી સ્માર્ટવોચ (Smartwatch) તમારા માટે ખરીદી શકો છો, જેમાં ઓક્સિજન લેવલ, બીપી, સ્ટ્રેસ લેવલનો પૂરો રેકોર્ડ તમે રાખી શકશો.

આજે અમે તમને જણાવશું કે અમેઝોન પર ચાલી રહેલા સેલ (Amazon Festive Sale)માં મળતી પોપ્યુલર ફીટનેસ વોચ વિશે. જેના પર 75 ટકાથી વધુ ડિસ્કાઉન્ડ (Bumper Discount) મળી રહ્યું છે અને જો તમે પ્રાઇમ મેમ્બર્સ (Amazon Prime Members) છો તો તમને વધુ 300 રૂપિયાનું કેશબેક મળશે.

Alexa સાથે બોટ એક્સટેન્ડ સ્માર્ટ વોચ

આ સ્માર્ટ વોચ પણ અમેઝોન પર ખૂબ સસ્તી કિંમતે મળી રહી છે. તેની મૂળ કિંમત 7,990 રૂપિયા છે, પરંતુ ડિસ્કાઉન્ટ બાદ તમે તેને માત્ર 1,699 રૂપિયામાં ખરીદી શકો છો. આ વોચમાં હાર્ટબીટ ટ્રેકિંગ, સ્ટ્રેસ લેવલ મોનિટરિંગ અને સ્લીપ પેટર્ન જેવા ખાસ ફીચર્સ છે.

ક્રોસબીટ્સ ઓર્બિટ બ્લૂટૂથ કોલિંગ સ્માર્ટવોચ

આ સ્માર્ટવોચમાં 24/7 એચઆર મોનિટરિંગનું ખાસ ફીચર છે. તેની બેટરી લાઇફ પણ 10 દિવસ સુધીની છે. આ વોચની કિંમત એમેઝોન પર ખૂબ ઓછી છે. જો તમે આ સ્માર્ટવોચ ખરીદવા માંગો છો તો Crossbeats Orbitને અમેઝોન પરથી તમે સેલ દ્વારા માત્ર 3399 રૂપિયામાં ખરીદી શકો છો.

આ પણ વાંચો: Appleના નવા ફોન iPhone SE 3ને લઈને થયો મોટો ખુલાસો- જાણો વિગત

ફિટનેસને ટ્રેક રાખવા માટે Crossbeats Orbit તમને હાલ 3,399 રૂપિયામાં મળી રહી છે, જોકે તેની મૂળ કિંમત 9,999 રૂપિયા છે. પરંતુ સેલમાં તમે 60 ટકાથી વધુના ડિસ્કાઉન્ટનો લાભ લઇ શકો છો. આ વોચમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી મળશે. જેમાં વોઇસ કોલિંગ માટે ઇન બિલ્ટ માઇક અને સ્પીકર છે. આ ઉપરાંત ડાયલ પેડ દ્વારા નંબર ડાયલ કરીને કોલ કરી શકો છો. તેમાં 1.3-ઇંચની HD IPS ડિસ્પ્લે છે. આ ઉપરાંત આ વોચ એચઆર ટ્રેકર, બીપી મોનિટર, એસપીઓ 2 લેવલ ચેક, ફીમેલ્સ માટે પીરિયડ સાયકલને ટ્રેક કરવી અને સ્ટ્રેસ લેવલને પણ મોનીટર કરે છે.

આ પણ વાંચો: ભારતમાં રૂ. 20,000થી પણ ઓછામાં મળી રહી છે આ સ્માર્ટવોચ, જાણો તેના ફીચર્સ

નોઇસ કલરફિટ પલ્સ Spo2 સ્માર્ટવોચ

આ સ્માર્ટવોચના ફીચર્સની વાત કરીએ તો તેની બેટરી લાઇફ 10 દિવસની છે. તેમાં તમને 60+ વોચ ફેસિસ મળે છે. 1.4 ઇંચની આ સ્માર્ટવોચમાં ફુલ ટચ એચડી ડિસ્પ્લે જેવું ફીચર ઉપલબ્ધ છે. આ સ્માર્ટવોચની સૌથી ખાસ વાત તે છે કે તે વોટરપ્રૂફ છે અને તેની કિંમત સાંભળીને તમે ચોંકી જશો. તેની મૂળ કિંમત 4999 રૂપિયા છે, પરંતુ આ સેલમાં તમે તેને માત્ર 1699 રૂપિયામાં ખરીદી શકો છો.
First published: