Home /News /tech /

Amazon Fab Phones Fest: સ્માર્ટફોન પર મળશે 40% સુધીની છૂટ, Apple, Xiaomi, Samsungથી લઈને Tecno સુઘી

Amazon Fab Phones Fest: સ્માર્ટફોન પર મળશે 40% સુધીની છૂટ, Apple, Xiaomi, Samsungથી લઈને Tecno સુઘી

Amazon Fab Phones Fest image: FA

ઈ-કોમર્સ પ્લેટફોર્મ અનુસાર, ગ્રાહકો Tecno, Xiaomi, Samsung, Apple, Realme અને iQOO જેવી ટોચની બ્રાન્ડ્સમાંથી સૌથી વધુ વેચાતા સ્માર્ટફોન પર 40 ટકા સુધીની છૂટનો આનંદ લઈ શકે છે. ફેબ ફોન્સ ફેસ્ટ 30મી જૂન 2022 સુધી રહેશે.

    Amazon Fab Phones Fest: ઈ-કોમર્સ પ્લેટફોર્મ (E-commerce platform) એમેઝોને (Amazon) મંગળવારે ટેક્નો દ્વારા સંચાલિત ફેબ ફોન્સ ફેસ્ટ સેલની જાહેરાત કરી હતી, જેમાં લેટેસ્ટ સ્માર્ટફોનની શ્રેણી પર ઘણા બધી ડિલ અને ઓફરો એકસાથે મળી રહી છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ અનુસાર, ગ્રાહકો ટેકનો (Tecno), ઝીઓમી (Xiaomi), સેમસંગ (Samsung), એપલ (Apple), રીએલમી (Realme) અને iQOO જેવી ટોચની બ્રાન્ડ્સમાંથી સૌથી વધુ વેચાતા સ્માર્ટફોન પર 40 ટકા સુધીની છૂટનો આનંદ લઈ શકો છે. ફેબ ફોન્સ ફેસ્ટ 30મી જૂન 2022 સુધી લાઇવ રહેશે.

    વધુમાં, ગ્રાહકો SBI ક્રેડિટ કાર્ડ્સનો ઉપયોગ કરીને 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો આનંદ માણી શકે છે. તેઓ તેમના મનપસંદ સ્માર્ટફોન પર 12 મહિના સુધી આકર્ષક એક્સચેન્જ ઑફર્સ અને અનુકૂળ નો-કોસ્ટ EMIનો પણ લાભ લઈ શકે છે.

    કંપની જણાવ્યું હતું કે, પ્રાઇમ મેમ્બર્સ એડવાન્ટેજ જસ્ટ ફોર પ્રાઇમ સાથે રૂ. 20,000 સુધીની બચતનો લાભ લઈ શકે છે, જેમાં 6 મહિનાની ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ અને એચડીએફસી બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર વધારાના ત્રણ મહિનાની નો કોસ્ટ EMI જેવા લાભોનો સમાવેશ થાય છે જે તેનાથી પણ વધુ EMI કાર્યકાળ ઓફર કરે છે.

    Amazon.in પર વિક્રેતાઓ તરફથી ઓફર અને ડીલ્સ સાથેના કેટલાક નવીનતમ સ્માર્ટફોન

    એમેઝોન ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, Apple - ગ્રાહકો રૂ. 79,900 થી શરૂ થતા iPhone 13 મેળવી શકે છે અને SBI ક્રેડિટ કાર્ડ્સ સાથે 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.

    આ પણ વાંચો: POCO F3 GT 5G પર આકર્ષક ઑફર્સ!

    ઈ-કોમર્સ પ્લેટફોર્મે જણાવ્યું હતું કે ગ્રાહકો સેમસંગ એમ સિરીઝ સ્માર્ટફોન પર શ્રેષ્ઠ ડીલ્સ અને ઑફર્સનો આનંદ લઈ શકે છે. Samsung Galaxy M12 9,499 રૂપિયામાં ઉપલબ્ધ છે. Samsung Galaxy S20 FE 5G 34,990 રૂપિયામાં ઉપલબ્ધ છે. Samsung M32, Samsung M33 5G અને Samsung Galaxy M53 5G અનુક્રમે રૂ. 14,999, રૂ. 17,999 અને રૂ. 26,499માં ઉપલબ્ધ છે.

    આ પણ વાંચો:  એન્ડ્રોઇડ પર ટાઈપ કર્યા વિના મોકલો મેસેજ

    વધુમાં એમેઝોન ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, ગ્રાહકો રૂ. 29,999 થી શરૂ થયેલ નવું iQOO Neo 6 5G મેળવી શકે છે. iQOO Z5 5G અને iQOO Z6 5G રૂ. 23,990 અને રૂ. 13,999 થી શરૂ થાય છે. "iQOO 9 SE 5G અને iQOO 6 Pro અનુક્રમે રૂ. 33,990 અને રૂ. 24,999 થી શરૂ થાય છે. iQOO Z3 માત્ર રૂ. 29,990માં મેળવો".
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Amazon sale, Gujarati tech news, Smartphone sale

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन