સસ્તામાં સ્માર્ટફોન ખરીદવાની તક, Amazonના સેલમાં ભારે ડિસ્કાઉન્ટ

News18 Gujarati
Updated: March 26, 2019, 11:34 AM IST
સસ્તામાં સ્માર્ટફોન ખરીદવાની તક, Amazonના સેલમાં ભારે ડિસ્કાઉન્ટ
Amazonના આ સેલમાં હજારોના ડિસ્કાઉન્ટ સાથે ખરીદો સ્માર્ટફોન

28 માર્ચ સુધી ચાલનારા આ સેલમાં એસબીઆઇ ક્રેડિટ કાર્ડ પર વધારાનું 5%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

  • Share this:
એમેઝોને આજથી ફેબ ફોન્સ ફેસ્ટની શરૂઆત કરી છે, જેમાં વનપ્લસ, રિયલમી, વિવો, ઓપ્પોને લઇને અનેક બ્રાન્ડ્સના સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ છે. આ સેલ 28 માર્ચ સુધી ચાલશે, એસબીઆઇ ક્રેડિટ કાર્ડ પર વધારાનું 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો ચાલો જાણીએ કે ડિસ્કાઉન્ટ સાથે કયા ફોનની ખરીદી કરી શકો છો.

Redmi પર ભારે ડિસ્કાઉન્ટ

આ સેલમાં તમે રિયલમી ટુને 7,999 રુપિયામાં ખરીદી શકો છો, જેની હકીકત કિંમત રૂ. 10,499 છે. આ સાેથે જ17,499 માં એમઆઈ એ 2ને રૂ. 11, 999માં ખરીદી શકો છો. આ ઉપરાંત તમે એક્સચેન્જ પર રૂ. 2,000નું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

આ પણ વાંચો: મોબાઇલ બોનાન્ઝા સેલ શરૂ, અહીં મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ

વિવો પર ભારે ડિસ્કાઉન્ટ

એમેઝોન ફેબ ફોન ફેસ્ટમાં, તમે વિવો વો15 પ્રોને રૂ. 28,990માં ખરીદી શકો છો, જેની હકીકત કિંમત 32,990 રૂપિયા છે. આ ઉપરાંત, તમે એક્સચેન્જ પર રૂ. 2,000નું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ઉપરાંત, તમે રૂ.15,990 માટે Vivo Y83 ને માત્ર 10,990 રુપિયામાં ખરીદી શકો છો.ઓપ્પો એફ 11 પ્રો પર 4,000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોન ફક્ત 24,990 રૂપિયામાં ખરીદી શકો છો. એક્સ્ચેન્જ ઓફર હેઠળ રૂ. 3,000 નું વધારાની ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

Samsung S9 પર 9 હજાર ડિસ્કાઉન્ટ

આ એમેઝોન સેલમાં, સેમસંગ ગેલેક્સી એસ9 48,900 રૂપિયામાં ઉપલબ્ધ છે. વેચાણ દરમિયાન આ સ્માર્ટફોન 9,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, તમે આ ફોન પરના એક્સ્ચેન્જ ઓફર હેઠળ 9,000 નું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

Realme U1 પર વધારાનું ડિસ્કાઉન્ટ

25 મેગાપિક્સલનો સેલ્ફી કૅમેરો ધરાવતો આ સ્માર્ટફોન 8,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની ચૂકવણી પર, તમને રૂ. 1000 નું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે.

 
First published: March 26, 2019
વધુ વાંચો
अगली ख़बर