સેમસંગ, iPhone, અને શાઓમી સહિતના સ્માર્ટફોન સસ્તામાં ખરીદવાની ઉત્તમ તક

સેમસંગ, iPhone, અને શાઓમી સહિતના સ્માર્ટફોન સસ્તામાં ખરીદવાની ઉત્તમ તક
ફાઇલ તસવીર.

સતત બીજા વર્ષે ફેબ ફેન ફેસ્ટ આવશે. આ સેલ ગ્રાહકોની પસંદગીનો છે. અનેક લોકો આ સેલમાં ખરીદી કરે છે. તો ચાલો જાણીએ એમેઝોન ફેબ ફોન સેલના શું શું મળશે?

  • Share this:
મુંબઈ: જો તમે સ્માર્ટફોન (Smartphone) ખરીદવાનું ઈચ્છી રહ્યા હોવ તો તમારી પાસે સુવર્ણ તક છે. ઈ-કોમર્સ (E-commerce) કંપની અમેઝોન દ્વારા ફેબ ફોન ફેસ્ટ (Amazon fab phone fest)ની જાહેરાત કરવામાં આવી છે. 25મી માર્ચ સુધી આ ફેસ્ટ ચાલશે. જેમાં સ્માર્ટફોનની સાથે એક્સેસરીઝ ઉપર ડિસ્કાઉન્ટ (Discount) આપવામાં આવશે. સતત બીજા વર્ષે ફેબ ફેન ફેસ્ટ આવશે. આ સેલ ગ્રાહકોની પસંદગીનો છે. અનેક લોકો આ સેલમાં ખરીદી કરે છે. તો ચાલો જાણીએ એમેઝોન ફેબ ફોન સેલના શું શું મળશે?

ગ્રાહકોને વનપ્લસ, શાઓમી, સેમસંગ, એપલ, ઓપ્પો, ઓનર, વિવો જેવા લોકપ્રિય બ્રાન્ડ્સ પર મોટી ઓફરો મળશે. ઉપરાંત આઇફોન 12 મીની, વનપ્લસ 8 ટી, સેમસંગ ગેલેક્સી એમ 5, સેમસંગ ગેલેક્સી એમ 31, રેડમી નોટ 9 પ્રો મેક્સ અને રેડમી નોટ 9 સહિતના મોડેલ ઉપર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ મળશે.



આ સેલમાં ગ્રાહકો તેમના મનપસંદ મોબાઇલ ફોન અને એસેસરીઝ પર 40% સુધીની છૂટ મેળવી શકાશે. વનપ્લસ, સિરીઝ, રેડમી નોટ 10 સિરીઝ, સેમસંગ ગેલેક્સી એમ12, ઓપ્પો એફ 19 પ્રો+, સેમસંગ એમ 02 અને એમ02એસ અને એમઆઈ 10આઇ જેવા લેટેસ્ટ સ્માર્ટફોન ઉપર ભારે છૂટ મળશે. આ સિવાય આ સેલમાં મોબાઈલ એસેસરીઝ રૂ. 69 અને હેડસેટ રૂ.199 રૂપિયામાં મળશે. પાવરબેંકની પ્રાઈઝ રૂ. 399થી શરૂ થશે.

આ પણ વાંચો: Laxmi Organic IPO: જાણો શેરનું અલૉટમેન્ટ સ્ટેટસ અને ગ્રે માર્કેટ પ્રીમિયમ

આઇસીઆઈસી બેંકના કાર્ડ ઉપર છૂટ

ગ્રાહકો આઇસીઆઇસીઆઇ બેન્કના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને એક હજાર સુધીની છૂટ મેળવી શકે છે. ટોચની બ્રાન્ડ પર બાર મહિના સુધી નો-કોસ્ટ ઈએમઆઈ પણ મળી રહી છે. આ ઉપરાંત એક્સચેન્જમાં વધારાના રૂ. 2000ની ઓફરનો લાભ લઈ શકાય છે. એચડીએફસી બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ઉપર પ્રાઇમ મેમ્બર નો-કોસ્ટ ઇએમઆઈનો લાભ લઇ શકશે.

લેટેસ્ટ મોબાઈલ અને એક્સેસરીઝ ઉપર ભારે ડિસ્કાઉન્ટ

શાઓમી:

પાવરફુલ રેડમી નોટ 10 સિરીઝ, રેડમી 9 પાવર અને એમઆઈ 10આઇમાં બેંક ઓફર મળશે. બપોરે 12 વાગ્યે ફ્લેશ સેલમાં રેડમી નોટ 10 પ્રો મેક્સ, રેડમી નોટ 10 પ્રો અને રેડમી નોટ 10 આકર્ષક ઓફર્સ સાથે ઉપલબ્ધ થશે. ઝિઓમી સ્માર્ટફોન 12 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈથી ખરીદી શકાશે.

આ પણ વાંચો:  પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ પછી 'દવા'નો ડામ! ભાવમાં 20% સુધીનો તોળાતો વધારો

સેમસંગ ગેલેક્સી એમ-સિરીઝ:


સેમસંગના લોન્ચ થયેલા સેમસંગ એમ 12, સેમસંગ એમ 02 અને સેમસંગ એમ 02એસમાં ખૂબ આકર્ષક ઓફરનો લાભ મળશે. આ ઓફરમાં ગ્રાહક સ્માર્ટફોન પર 25% સુધીની છૂટ મેળવી શકે છે અને 6 મહિના સુધી નો-કોસ્ટ ઇએમઆઈનો લાભ પણ મળશે. તાજેતરમાં લોન્ચ થયેલ સેમસંગ ગેલેક્સી એમ12 પર બેંક ઓફર સાથે રૂ. 1000નું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. દેશનો પહેલો 7000 એમએએચ બેટરી ધરાવતો ગેલેક્સી એમ 51 સ્માર્ટફોન રૂ. 6,000 સુધીના ડિસ્કાઉન્ટ સાથે મળશે.

વનપ્લસ:

આ સેલ દરમિયાન વનપ્લસ મોડેલ પર ગ્રાહકોને ભારે છૂટ મળશે વનપ્લસ નોર્ડ રૂ. 29,999ના ભાવે મળશે. વનપ્લસ સ્માર્ટફોન ઉપર 6 મહિના માટે નો-કોસ્ટ ઇએમઆઇનો લાભ પણ મળશે.

આ પણ વાંચો: માત્ર 10 હજાર રૂપિયાનું રોકાણ કરો અને મહિને લાખો રૂપિયાની કમાણી કરવાની તક!

આઈફોન:

આ સેલ દરમિયાન આઈફોન 12 મીનીના ભાવમાં ધરખમ લાભ મળશે. આ સ્માર્ટફોનમાં સૌથી શક્તિશાળી એ14 બાયોનિક ચિપથી લેસ છે. બેંક ઓફર સાથે આ ફોન રૂ. 61,100માં મળશે.

વીવો:

વિવોના સ્માર્ટફોનમાં રૂ. 5000 સુધીની બેંક ઓફર સાથે 30% સુધી છૂટ આપી રહ્યા છે. ગ્રાહકો એક્સચેંજ પર રૂ. 2,000 સુધીનું વધુ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.

ઓપ્પો:

આ સેલ અંતર્ગત ઓપ્પોમાં પણ આકર્ષક ઓફર મળશે. મહિના સુધીની નો-કોસ્ટ ઇએમઆઈ સાથે ઓપ્પો સ્માર્ટફોન પર 35% સુધીનો ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
Published by:News18 Gujarati
First published:March 23, 2021, 07:32 am