Home /News /tech /Amazon: કામના ભારણને કારણે કર્મચારીઓની આત્મહત્યા અંગે અમેઝોને આપી આવી ચેતવણી, Email લીક

Amazon: કામના ભારણને કારણે કર્મચારીઓની આત્મહત્યા અંગે અમેઝોને આપી આવી ચેતવણી, Email લીક

અમેઝોન (પ્રતીકાત્મક તસવીર)

Amazon Email to employees: અમેઝોને કર્મચારીઓને ચેતવણી આપી હતી કે, તેઓ કામના દબાણને કારણે સહકર્મીઓ પર તેમનો ગુસ્સો ન ઉતારે કે કાર્યસ્થળે હિંસા ભડકાવે નહીં.

  નવી દિલ્હી: કામના ભારણથી આત્મહત્યા (suicide)ના કિસ્સામાં વધારો થયો છે. આવી સ્થિતિમાં કર્મચારીઓ પરના કામના ભારણનો ઉકેલ આવે તે જરૂરી છે. ત્યારે અમેઝોને (Amazon) પોતાના કર્મચારીઓને એક ઈમેલ (Email) દ્વારા વ્યસ્ત સિઝનમાં આત્મહત્યાના વિચારો અંગે ચેતવ્યા છે. આ સાથે અમેઝોને કર્મચારીઓને ચેતવણી આપી હતી કે, તેઓ કામના દબાણને કારણે સહકર્મીઓ પર તેમનો ગુસ્સો ન ઉતારે કે કાર્યસ્થળે હિંસા ભડકાવે નહીં. અમેઝોન પ્રાઇમ ડે (Amazon prime day) જેવા ખાસ સેલ દરમિયાન કર્મચારીઓ પરના દબાણ અંગે કંપની સારી રીતે વાકેફ હોય તેવું જણાઈ આવે છે.

  પ્રાઇમ ડે સેલ દર વર્ષે પ્રાઇમ સભ્યો માટે ખાસ યોજવામાં આવે છે. જેના કારણે ફિલ્ડ પરના લોકો તેમજ અમેઝોન ઓફિસોમાંથી કામ કરતા લોકો પર કામનું ભારણ વધે છે. આ દિવસોમાં ઓર્ડરની સંખ્યામાં ઝડપથી વધારો થાય છે. આ ઉપરાંત અમેઝોનની વન-ડે ડિલિવરી ઑફર (One day delivery offer) લોજિસ્ટિક્સ ટીમને પણ ઘૂંટણિયે પાડી દે છે. આવી ઓફર સમયે કર્મચારીઓએ ઓવરટાઇમ કામ કરવાની જરૂર પડે છે.

  શું કહેવામાં આવ્યું છે અમેઝોનના ઈ-મેઈલમાં?

  અમેઝોનના ઇમેઇલમાં કર્મચારીઓના તણાવ અંગે વાત કરવામાં આવી છે. જેના પર Engadget દ્વારા પ્રકાશ ફેંકાયો છે. ઇમેઇલમાં જણાવાયું છે કે, પીક સમય આખી ટીમ માટે વ્યસ્ત સમય છે. કારણ કે દરેક કર્મચારી ગ્રાહકોને તેમના પેકેજ સમયસર પહોચાડવા મદદ કરવા માટે સમર્પિત છે. સરળતાથી તણાવ અને અભિભૂતની લાગણી ઊભી થાય છે. અને આપણામાંના મોટાભાગના લોકો ક્યારેય અન્ય લોકો પર જોખમ ઊભું કરતા નથી, પરંતુ કેટલાક લોકો ચિંતાનું કારણ બને તેવો વ્યવહાર કરી શકે છે. જેના પાછળ તેમના જીવનના ઘણા પરિબળોને કારણભૂત શકે છે, માત્ર તેઓ કામ પર જે અનુભવે છે તેના કારણે જ નહીં. કારણ ગમે તે હોય કાર્યસ્થળે હિંસા તેનો ઉકેલ નથી હોતો.

  કર્માચારીએ શેર કર્યો ઇમેઇલ

  આ ઇમેઇલ એક કર્મચારીએ નામ ન આપવાની શરતે શેર કર્યો હતો. કર્મચારીએ જણાવ્યું હતું કે, અમેઝોને અગાઉની સીઝન દરમિયાન ક્યારેય આ પ્રકારના મેસેજ મોકલ્યા ન હતા. તેણે કહ્યું કે તે અમેઝોન સાથે ચાર વર્ષથી વધુ સમયથી છે, પરંતુ અમેઝોને તેના કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય અને તે તેમને અને તેમની આસપાસના લોકોને કેવી રીતે અસર કરી શકે છે તેના પર ભાર મુક્યો હોય તેવો ઈમેઈલ ક્યારેય મળ્યો નથી.

  માનસિક સ્વાસ્થ્ય મહત્ત્વનું હોવાનો ઉલ્લેખ

  અમેઝોનના ઇમેઇલમાં કર્મચારીઓને વધેલો વર્કલોડ તેમને આત્મહત્યા તરફ કેવી રીતે દોરી શકે તે અંગે ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે, યાદ રાખો કે તમારું માનસિક સ્વાસ્થ્ય મહત્ત્વનું છે. જો તમે તણાવ, હતાશા, ચિંતા અથવા આત્મહત્યાના વિચારોનો અનુભવ કરો છો, તો કૃપા કરીને તમારા મેનેજર, હ્યુમન રિસોર્સ બિઝનેસ પાર્ટનર અથવા માનસિક આરોગ્યના પ્રોફેશનલ્સ સાથે વાત કરો. એકંદરે અમેઝોને તણાવની સ્થિતિમાં કર્મચારીઓને નિષ્ણાંતોની સલાહ લેવા પ્રોત્સાહિત કર્યા છે.

  આ પણ વાંચો: આખું વર્ષ મફતમાં ઉઠાવો Neflix, Amazon જેવા OTT પ્લેટફોર્મનો ફાયદો, જાણો કેવી રીતે મેળવશો સબ્સક્રિપ્શન

  કંપનીના ભૂતપૂર્વ કર્મચારીએ આ બાબતે જણાવ્યું હતું કે, પબ્લિક બ્રેકડાઉનની તકલીફ ધરાવતા લોકો અમેઝોનમાં સામાન્ય છે. બીજી તરફ આ વાતને કંપનીના પ્રવક્તાએ સ્વીકારી નથી તેમનું કહેવું છે કે, અમે જાણીએ છીએ કે દરેક માટે દોઢ વર્ષ મુશ્કેલ રહ્યું છે અને મોટાભાગની મોટી કંપનીઓની જેમ અમે પણ અમારી ટીમોને ઘણી રીતે સપોર્ટ આપવાનું કામ કરીએ છીએ. જેમાં અંગત જીવનમાં અથવા કામ પર તણાવ અનુભવતા હોય તેવા લોકો માટે આખું વર્ષ રિસોર્સ પૂરા પાડવાનો અને તેમને મદદ મળે તે જોવાનો પણ સમાવેશ થાય છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: E commerce, અમેઝોન, આત્મહત્યા, કર્મચારી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन