દિવાળી સેલમાં રુ. 500થી પણ ઓછી કિંમતમાં ખરીદો આ ગેજેટ્સ

News18 Gujarati
Updated: October 22, 2019, 12:05 PM IST
દિવાળી સેલમાં રુ. 500થી પણ ઓછી કિંમતમાં ખરીદો આ ગેજેટ્સ
એમેઝૉન સેલમાં શ્રેષ્ઠ ગેજેટ્સ પર છૂટ આપવામાં આવી રહી છે. તમે સેલમાં 500 રૂપિયાથી ઓછામાં ખરીદી કરી શકો છો.

એમેઝૉન સેલમાં શ્રેષ્ઠ ગેજેટ્સ પર છૂટ આપવામાં આવી રહી છે. તમે સેલમાં 500 રૂપિયાથી ઓછામાં ખરીદી કરી શકો છો.

  • Share this:
ઈ-કૉમર્સ પ્લેટફોર્મ એમેઝૉન ઇન્ડિયા પર દિવાળી સેલની શરૂઆત થઈ ગઇ છે. 25 ઑક્ટોબર સુધી ચાલનારા આ વેચાણમાં અનેક પ્રોડક્ટ સાથે, શ્રેષ્ઠ ગેજેટ્સ પર છૂટ આપવામાં આવી રહી છે. તમે સેલમાં 500 રૂપિયાથી ઓછામાં ખરીદી કરી શકો છો.

સોની MDR-ZX110A હેડફોન્સ

આ હેડફોનના પ્રેમીઓ માટે એક શાનદાર ગેજેટ છે. આ હેડફોન સેલમાં 891 રૂપિયાના ડિસ્કાઉન્ટમાં 499 રૂપિયામાં ખરીદી શકાય છે. આ હેડફોનનો અવાજ ખૂબ જ જોરદાર છે. તે માઇક વગર આવે છે.

સિસ્કો પાવર પોર્ટ 100 પાવર બૅન્ક

આ પાવર બૅન્ક જે 10000mAh ની ક્ષમતા સાથે આવે છે, જેને ડિસ્કાઉન્ટમાં ખરીદી શકાય છે. આ પાવર બૅન્ક પર 1,100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત 499 રૂપિયા રાખવામાં આવી છે.

પોર્ટોનિક્સ POR-130 iTrack ટ્રેકર

તમે તમારી ખોવાયેલી વસ્તુ શોધવા માટે આ ગેજેટને ખરીદી શકો છો. 699 રૂપિયાના પ્રાઇસ ટેગ સાથે આવનારા આ ટ્રેકરને 349 રૂપિયામાં સેલમાં ખરીદી શકાય છે.

iBall કીબોર્ડ અને માઉસ કૉમ્બો

899 રૂપિયામાં આવતા આ બંને ગેજેટ્સ પર 300 રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ડિસ્કાઉન્ટ પછી તમે કૉમ્બો ડીલમાં તેને 499 રૂપિયામાં ઑર્ડર કરી શકો છો.

HP યુએસબી 3.1 ફ્લેશ ડ્રાઇવ 796L

આ એચપી ફ્લેશ ડ્રાઇવ 1,701 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત 499 રૂપિયા રાખવામાં આવી છે. આ 3.1 યુએસબી ફ્લેશ ડ્રાઇવ જે મેટાલિક ડિઝાઇન સાથે આવે છે, યુએસબી 2.0 કરતા 10 ગણી ઝડપે ડેટા પરિવહન કરે છે.

આ પણ વાંચો: આ પણ વાંચો: ધનતેરસ પર ખરીદો 2.50 લાખમાં Swift અને 1.75 લાખમાં WagonR

એમેઝૉન ડ્યુઅલ યૂએસબી કાર ચાર્જર

એમેઝૉનનું યુએસબી ચાર્જર 24 વોટનાં બે યુએસબી પોર્ટ્સ સાથે આવે છે. તે Android અને iOSમાં સપોર્ટ કરે છે. તમે આ કાર ચાર્જર સેલમાં રૂ .1,275 ની કિંમતમાં 449 રૂપિયામાં ખરીદી શકો છો.

આઇબોલ મ્યૂઝિક બ્લૂટૂથ સ્પીકર

આ આઇબૉલનું પોર્ટેબલ સ્પીકર સેલમાં 500 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત 499 રૂપિયા રાખવામાં આવી છે. તે 1.5 કલાકના ચાર્જિંગ પર 6 કલાક સુધી ચાલી શકે છે.આ પણ વાંચો: Dhanteras 2019: પાંચ રુપિયાની આ વસ્તુ લઇ આવો ઘરે, બદલી જશે ભાગ્ય

સ્કલકાન્ડી JIB S2DUDZ-003 ઇયર હેડફોન્સ

આ ઇન-ઇયર હેડફોન્સ જેની કિંમત 799 રૂપિયા છે, તે 10 એમએમ ડ્રાઇવર યુનિટ સાથે આવે છે. બ્લેક, વ્હાઇટ, પિંક અને પર્પલ કલર ઓપ્શનમાં આવતા આ ઇયરફોન્સ સેલમાં 499 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે.

Mi ઇયરફોન

આ Mi ઇયરફોન્સ તમે 200 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. ડિસ્કાઉન્ટ બાદ તેમની કિંમત 399 રૂપિયા છે. કંપનીનો દાવો છે કે આ ઇયરફોન એક બેઝ આધાર આપે છે.

 
First published: October 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading