Amazon, ફ્લિપકાર્ટ પર શરુ થઇ રહ્યો છે સેલ, સ્માર્ટફોન પર બમ્પર છૂટ

ઍમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ અને ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે.

News18 Gujarati
Updated: September 28, 2019, 12:27 PM IST
Amazon, ફ્લિપકાર્ટ પર શરુ થઇ રહ્યો છે સેલ, સ્માર્ટફોન પર બમ્પર છૂટ
શ્રેષ્ઠ સ્માર્ટફોન તમે બમ્પર ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો.
News18 Gujarati
Updated: September 28, 2019, 12:27 PM IST
જેમ જેમ તહેવારની મોસમ નજીક આવે છે તેમ, ઇ-કૉમર્સ વેબસાઇટ્સ પર આકર્ષક વેચાણ શરૂ થાય છે. આ વેચાણમાં ઇલેક્ટ્રૉનિક્સની સાથે, ઘણા ઉત્પાદનો શ્રેષ્ઠ ડિલમાં ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો તમે પણ છેલ્લા કેટલાક મહિનાઓથી સેલની રાહ જોતા હોય, તો ઍમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ અને ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. એવા શ્રેષ્ઠ સ્માર્ટફોન જેમા તમે બમ્પર  ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો.

સેમસંગ

ઍમેઝોન ગ્રેટ ઈન્ડિયન સેલમાં સેમસંગ ગૅલેક્સી M30ને 11,000 રૂપિયાને બદલે 9,999 રૂપિયામાં ખરીદી શકાય છે. સેલમાં ડિસ્કાઉન્ટ બાદ ગૅલેક્સી નોટ 9, 42,999 રુપિયા પર મળશે.

તમે ઍમેઝોનના સેલમાં આકર્ષક ડિસ્કાઉન્ટ પર ગેલેક્સી એમ 10 અને એમ 20 ખરીદી શકો છો. સેલમાં એમ10ને 9,290 રૂપિયા અને એમ20ની કિંમત ઘટાડીને 9,999 રૂપિયા કરી દેવામાં આવી છે.



આસુસ
Loading...

આસુસ 6 ઝેડના 6 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલમાં 31,999 રૂપિયાને બદલે 27,999 રૂપિયામાં ખરીદી શકાય છે. તેનું 8 જીબી રેમ + 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ સેલમાં 35,999 રૂપિયામાં મળશે. સામાન્ય દિવસોમાં આ વેરિએન્ટની કિંમત 39,999 રૂપિયા છે.

શિયોમી

ફ્લિપકાર્ટના બિગ બિલિયમ ડે સેલમાં રેડ્મી નોટ 7 પ્રોને એક્સચેન્જ ઑફરમાં લેવા પર 1000 રૂપિયાની વધારાની છૂટ મળશે. રેડમી કે 20ને સેલમાં 22,999 રૂપિયાને બદલે 19,999 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવશે.



રિયલમી

બિગ બિલિયન ડેઝ સેલમાં રિયલમી સી 2, રિયલમી 5 અને રિયલમી 5 પ્રો 1000 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરવામાં આવશે.



વનપ્લસ

વનપ્લસ 7 અને વનપ્લસ 7 પ્રોને એમેઝોન ગ્રેડ સેલમાં ખરીદી શકાય છે. વનપ્લસ 7 પર 3,000 અને વનપ્લસ 7 પ્રો પર 4,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ ફોનના બેઝ વેરિઅન્ટ પર મળશે.



એપલ

એપલ આઇફોનને આ બંને સેલમાં ઑફર અને ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરવામાં આવશે, આ વિશે હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.



જોકે ફ્લિપકાર્ટે સંકેત આપ્યો છે કે તે આ લોકપ્રિય સેલના તમામ લોકપ્રિય આઇફોનને અત્યાર સુધીના સૌથી નીચા ભાવે ઉપલબ્ધ કરાવશે.
First published: September 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...