Home /News /tech /

અમેઝોનની ફ્રીડમ સેલમાં મળી રહ્યું છે અમેઝીંગ ડિસ્કાઉન્ટ, પહેલીવાર એપલની પ્રોડક્ટ થઇ આટલી સસ્તી

અમેઝોનની ફ્રીડમ સેલમાં મળી રહ્યું છે અમેઝીંગ ડિસ્કાઉન્ટ, પહેલીવાર એપલની પ્રોડક્ટ થઇ આટલી સસ્તી

અમેઝોનની ફ્રીડમ સેલમાં મળી રહ્યું છે અમેઝીંગ ડિસ્કાઉન્ટ

જો તમે પણઆઇફોન, એરપોડ જેવી એપલ પ્રોડક્ટ ખરીદવા માટે સેલની રાહ જોઇ રહ્યા છો તો એમેઝોન ગ્રેટ ફ્રીડમ સેલ તમારા માટે એક સારી તક લઇને આવ્યું છે.

    દિલ્હી: એપલની પ્રોડક્ટ (Apple Product) દરેકને પસંદ આવે છે, પરંતુ ઘણા લોકો મોંઘા ભાવને કારણે તેને ખરીદી શકતા નથી અને તેના માટે સેલ કે ઓફરની રાહ જોતા હોય છે. જો તમે પણઆઇફોન, એરપોડ જેવી એપલ પ્રોડક્ટ ખરીદવા માટે સેલની રાહ જોઇ રહ્યા છો તો એમેઝોન ગ્રેટ ફ્રીડમ સેલ (Amazon Great Freedom Sale) તમારા માટે એક સારી તક લઇને આવ્યું છે. સેલનો છેલ્લો દિવસ 10 ઓગસ્ટના રોજ છે. તો ચાલો જાણીએ સેલમાં આઇફોન, આઇપેડ અને એરપોડ પર ઉપલબ્ધ ઓફર્સ (Discount of apple Products) વિશે.

    એપલ 10.2 ઇંચનું iPad (2021 મોડલ): એમેઝોન સેલમાં આ આઇપેડ 32,900 રૂપિયાની જગ્યાએ 27,900 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. એપલ આઇપેડ A113 બાયોનિક ચિપસેટ અને સ્ટીરિયો સ્પીકર્સ સાથે આવે છે. આઇપેડમાં 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

    એપલ આઇપેડ મિની (2021):

    આ આઈપેડ સેલમાં 46,900 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આઇપેડ મિનીમાં આઇઓએસ 15 મળે છે અને તેમાં 8.3 ઇંચની રેટિના ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં એપલનો પોતાનો A15 બાયોનિક ચિપસેટ મળે છે.

    એપલ આઇફોન 12: આ આઇફોન સેલમાં 65,900 રૂપિયાની જગ્યાએ માત્ર 52,900 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. તેમાં 6.1 ઇંચની ડિસ્પ્લે અને ડ્યુઅલ કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે.

    આ પણ વાંચો: Apple iPhone 14 સિરીઝ આ દિવસે થશે લોન્ચ! જાણો ક્યારથી શરુ થશે વેચાણ અને શું હશે કિંમત?

    એપલ આઇફોન 11

    એમેઝોન સેલમાં આ આઇફોનને 54,900 રૂપિયાની જગ્યાએ માત્ર 49,900 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આ ફોનમાં 6.1 ઇંચની લિક્વિડ રેટિના ડિસ્પ્લે અને 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

    એપલ એરપોડ્સ પ્રો:

    એમેઝોન સેલમાં એરપોડ પ્રોને 24,900 રૂપિયાની જગ્યાએ 17,990 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. આ એરપોડમાં એક્ટિવ નોઇસ કેન્સલેશન કરવા અને એડેપ્ટિવ ઇક્યુ જેવી સુવિધાઓ છે.

    એપલ એરટેગ:

    આ એરટેગની વાસ્તવિક કિંમત 3,190 રૂપિયા છે, પરંતુ વેચાણમાં તેને માત્ર 3,100 રૂપિયામાં ખરીદી શકાય છે. એરટેગને બિલ્ટ-ઇન સ્પીકર મળે છે, અને તે સિરી સાથે કમ્પેટિબલ છે.

    અન્ય ઓફર્સ

    - સેમસંગના ગેલેક્સી એમ 52 5જી સ્માર્ટફોન પર 15,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

    - Redmi Note 10T 5G સ્માર્ટફોનમાં 35 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

    - ઇન્ટેલની કોર આઇ3 લેપટોપ અને ડેસ્કટોપ પર 24700 રૂપિયા સુધીની બચત કરી શકે છે.
    First published:

    Tags: Amazone, Latest News, Mobile and tech, Mobile sale

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन