એપલના જેવી જ દેખાતી દમદાર સ્માર્ટવોચ લોન્ચ થઈ ચૂકી છે. Amazfit Bip U Proને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. ગત સ્માર્ટવોચ Bip Uનું આ નવું વર્ઝન છે. Bip Uને ગત વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવી હતી.
Amazfit Bip U Proની કિંમત રૂ. 4,999 છે. આ સ્માર્ટવોચ બ્લેક, ગ્રીન અને પિંક એમ કુલ ત્રણ કલરમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટવોચ અમેઝોન ઇન્ડિયા અને અમેઝફિટના ઓનલાઈન સ્ટોર ઉપર ઉપલબ્ધ છે.
આ વોચની સ્ક્રીન ખૂબ આકર્ષક છે. અમેઝફિટ બીપ U પ્રોમાં સ્ક્વેર શેપમાં સ્ક્રીન છે. જેનાથી આ વોચ એપલ પ્રીમિયમ વોચ ડિવાઇસ જેવી દેખાય છે. આ વોચમાં હાર્ટ સેન્સર, જીપીએસ, 5એટીએમ રેસીસ્ટેન્સ જેવા ફીચર્સ મળશે.
Amazfit Bip U Pro 40.9 x 35.5 x 11.4mm સાથે આવે છે. જે વજનમાં હળવીફૂલ છે. આ વોચનું વજન સ્ટ્રેપ સાથે 31 ગ્રામ છે. સ્માર્ટવોચમાં પોલીકાર્બોનેટ કન્સ્ટ્રક્શન છે. જેમાં 5 ATM વોટર રેસિસ્ટન્સ મળે છે. વોચનું સ્ટ્રેપ સિલિકોન મટીરીયલનું છે. જેનાથી ચામડી પર ખરાબ અસર થતી નથી.
Bip U Proમાં 1.43-ઇંચ IPS LCD કલર ડિસ્પ્લે મળે છે. વોચમાં 320 x 320 પિકસલનું રિઝોલ્યુશન તેમજ ડિસ્પ્લેમાં 2.5D કર્વ ગ્લાસ મળે છે. ડિસ્પ્લે પર ફિંગરપ્રિન્ટ ન પડે તે માટે એન્ટી ફિંગરપ્રિન્ટ કોટિંગ પણ મળે છે.
ખાસ સેન્સર પણ ઉપલબ્ધ
આ સ્માર્ટવોચમાં અનેક ખાસિયત છે. જેમાં હાર્ટ રેટ, Sp02 સેન્સર, accelerometer, gyroscope, અને geomagnetic સેન્સર પણ આપવામાં આવે છે. ઉપરાંત સ્માર્ટવોચમાં બ્લુટુથ 5.0 કનેક્ટિવિટીનો સપોર્ટ છે. જેનાથી સ્માર્ટફોનને પેયરિંગ થઈ શકે છે. આ વોચ RTOSમાં કામ કરે છે. વોચમાં એન્ડ્રોઇડ 5.0 વર્ઝન સહીત iOS સપોર્ટ પણ છે.
9 દિવસ સુધી ચાલશે બેટરી
Bip U Proમાં પાવર માટે 230mAHની બેટરી છે. જેને ફૂલ ચાર્જ થતા 2 કલાક લાગે છે. સામાન્ય ઉપયોગ કરો તો વોચનું ચાર્જિંગ 9 દિવસ ચાલી શકે છે. વધુ ઉપયોગ કરવાથી તેની બેટરી 5 દિવસ ચાલશે. આ વોચમાં 60થી વધુ મોડ આવે છે. જેમાં ખાસ કરીને સ્પોર્ટ મોડ, સ્લીપ ટ્રેકિંગ જેવા ફીચર પણ મળશે. વોચમાં એલેકસા સપોર્ટ સાથે માઇક્રોફોન પણ આપવામાં આવ્યું છે.