Home /News /tech /Amazfit T-Rex 2 : ઘડિયાળની ટિક-ટિક હવે 24 દિવસ સુધી નહીં અટકે, અમેઝફિટે લોન્ચ કરી પાવરફૂલ સ્માર્ટવોચ
Amazfit T-Rex 2 : ઘડિયાળની ટિક-ટિક હવે 24 દિવસ સુધી નહીં અટકે, અમેઝફિટે લોન્ચ કરી પાવરફૂલ સ્માર્ટવોચ
Amazfitની નવી સ્માર્ટવોચમાં 1.39-ઇંચની AMOLED ટચસ્ક્રીન છે.
Amazfit T-Rex 2 સ્માર્ટવોચ (Smart Watch)ને માર્કેટમાં $229.99ની કિંમતે લોન્ચ કરવામાં આવી છે. ભારતીય ચલણમાં તેની કિંમત (Amazfit Smart Watch Price in India) લગભગ 18,000 રૂપિયા છે.
Amazfit T-Rex 2 Smart Watch Price: Amazfit જે સ્માર્ટવોચ (Smart Watch) વિશ્વમાં જાણીતું નામ છે, તેણે તેની નવી ઘડિયાળ Amazfit T-Rex 2 લોન્ચ કરી છે. આ સ્માર્ટવોચ હમણાં જ યુએસ માર્કેટમાં રજૂ કરવામાં આવી છે. સિલિકોન સ્ટ્રેપવાળી આ ઘડિયાળમાં જીપીએસ (GPS) ટેક્નોલોજી આપવામાં આવી છે. તેમાં પાવરફુલ બેટરી (Powerfull battery) લગાવવામાં આવી છે. કંપનીનો દાવો છે કે એકવાર ફુલ ચાર્જ થઈ ગયા પછી આ ઘડિયાળ 24 દિવસ સુધી ચાલશે.
Amazfit T-Rex 2 સ્માર્ટવોચને માર્કેટમાં $229.99ની કિંમતે લોન્ચ કરવામાં આવી છે. ભારતીય ચલણમાં તેની કિંમત લગભગ 18,000 રૂપિયા છે. આ ઘડિયાળ અમેઝફિટ યુએસ સાઇટ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. આ ઘડિયાળ પર 12 મહિનાની વોરંટી અને 30 દિવસની રિટર્નની સુવિધા આપવામાં આવી છે. આ ઘડિયાળને ઘણા રંગ વિકલ્પોમાં રજૂ કરવામાં આવી છે. તમે તેને એસ્ટ્રો બ્લેક એન્ડ ગોલ્ડ, એમ્બર બ્લેક, વાઇલ્ડ ગ્રીન અને ડેઝર્ટ ખાકી જેવા સુંદર રંગોમાં ખરીદી શકો છો.
45 દિવસનો બેટરી બેકઅપ Amazfitની નવી સ્માર્ટવોચમાં 1.39-ઇંચની AMOLED ટચસ્ક્રીન છે. સ્ક્રીનનું પિક્સેલ રિઝોલ્યુશન 454×454 છે. Amazfit T-Rex 2 સ્માર્ટવોચમાં 500mAh ક્ષમતાની બેટરી છે. કંપનીનો દાવો છે કે તેને ફુલ ચાર્જ કરવામાં લગભગ 2 કલાકનો સમય લાગે છે. આ સ્માર્ટવોચ ફુલ ચાર્જિંગમાં 24 દિવસ સુધી ચાલી શકે છે. બેટરી સેવર મોડમાં બેટરી બેકઅપને 45 દિવસ સુધી વધારી શકે છે. વધુ પડતા ઉપયોગથી ફોનની બેટરી 10 દિવસ સુધી ચાલી શકે છે.
તેને વોટરપ્રૂફ માટે 10 એટીએમનું રેટિંગ મળ્યું છે. આ ઘડિયાળ ડ્યુઅલ-બેન્ડ પોઝિશનિંગથી ભરપૂર છે અને પાંચ-સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે Amazfit T-Rex 2 સ્માર્ટવોચ -30 ડિગ્રી સેલ્સિયસમાં પણ કામ કરી શકે છે. આ ઘડિયાળનું વજન માત્ર 66.5 ગ્રામ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર