હંમેશા ON રાખો ફોનનું આ એક સેટિંગ, ચોરી થવા પર કરશે મદદ

આ સ્થિતિમાં સ્માર્ટફોનમાં ડેટાની સાથે ફોન ચોરી ન થાય તેની તૈયારી પહેલેથી કરીને રાખવી જોઇએ.

News18 Gujarati
Updated: September 3, 2019, 5:06 PM IST
હંમેશા ON રાખો ફોનનું આ એક સેટિંગ, ચોરી થવા પર કરશે મદદ
આ રીતે ફોનનું લોકેશન જાણી શકો છો
News18 Gujarati
Updated: September 3, 2019, 5:06 PM IST
આજકાલ ચોરીના કિસ્સા રોજ સાંભળવા મળે છે રોજ તમે ટીવીમાં જોતા હોય કે પેપરમાં વાંચતા હોય અવાર નવાર ચોરીના કિસ્સા આવતા જ રહેતા હોય છે. મોબાઇલ ચોરાઇ જવો આજકાલ સામાન્ય બાબત થઇ ગઇ છે અને એવામાં ઘણા લોકોએ આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં સ્માર્ટફોનમાં ડેટાની સાથે ફોન ચોરી ન થાય તેની તૈયારી પહેલેથી કરીને રાખવી જોઇએ.

ગૂગલ સેટિંગ કરશે તમારી મદદ

એન્ડ્રોઇડ ફોન યૂઝ કરવા માટે Gmail એકાઉન્ટ બનાવવું પડે છે. આ એકાઉન્ટની મદદથી ફોનમાં એપ્સ ઇન્સ્ટોલેશનની સાથે બીજા કામ પણ થતાં હોય છે. જ્યારે ફોનમાં એકાઉન્ટ લોગ-ઇન કરો છો ત્યારથી તમારી એક્ટિવિટી પણ સેવ થવા લાગે છે. જેમ કે તમે શું ડાઉનલોડ કર્યું? શું સર્ચ કર્યું ? કયા સોંગ-વીડિયો જોયા? તમારા ફોનનું લોકેશન શું હતું? જેમાં ક્રોમ, એન્ડ્રોઇડ, સર્ચ, એડ, ઇમેજ સર્ચ, ગૂગલ ન્યૂઝની અલગ-અલગ કેટેગરી હોય છે. યૂઝર ઇચ્છે તો પોતાની એક્ટિવિટી અહીંયાથી ડિલીટ કરી શકે છે. તેના માટે My Activity પર જઇને જીમેલ લોગ-ઇન કરવાનું હોય છે.



લોકેશન હંમેશા ON રાખો

ગૂગલ પર Find your phone સર્ચ કરો. અહીં જે પહેલી લિંક આવે તેને ઓપન કરો. તમને પોતાના ફોનનું મોડલ દેખાશે. અહીંયાથી તમે પોતાનું ફોનનું લોકેશન જાણી શકો છો, જો કે તે માટે ફોનનું GPS ઓન કરવાનું રહેશે. ફોનમાં પાસવર્ડ નાખીને લૉક પણ કરી શકો છો. સાથે જ ફોન ફાઇન્ડ કરવા માટે 'This phone is lost. Please help give it back' મેસેજ નાંખીને કોઇ બીજો ફોન નંબર પણ આપી શકો છો. તમે અહીંયાથી ફોનનો તમામ ડેટા પણ ડિલીટ કરી શકો છો.
Loading...



આ પહેલા એક ટીનેજરે ચોરી થયેલા ફોન ઉપર જણાવેલ સેટિંગની મદદથી ફોનને ટ્રેક કર્યો. આમ કર્યા પછી તે ફોન ચોરી કરનારા સેલવારાજ શેટ્ટી નામના વ્યક્તિ સુધી પહોંચી ગઇ.
First published: September 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...