વોટ્સએપ યૂઝર્સની પ્રાઇવસીને લઈને લાવશે દમદાર ફીચર, જાણો My contact Except ફીચર અંગે

વોટ્સએપનું નવું ફીચર

My Contact Except: વર્તમાન સમયે સ્ટેટસ પોસ્ટ કરતી વખતે તમે પ્રાઈવસીના ભાગમાં આ વિકલ્પ જોયો જ હશે. આ સ્ટેટસ 24 કલાક માટે રહે છે. જેમાં તમે Anyone, My Contacts કે Nobodyમાંથી વિકલ્પ પસંદ કરી શકો છે.

  • Share this:
મુંબઈ: વોટ્સએપ (WhatsApp) દ્વારા લોકોને સારી સર્વિસ મળી રહે તે માટે સમયાંતરે અપડેટ અથવા તો નવા ફીચર (New features) લાવવામાં આવે છે. તાજેતરમાં જ વોટ્સએપ કથિત રીતે સ્ટેટસ પ્રાઈવસી (Status privacy in WhatsApp)ના વિકલ્પ પર કામ કરી રહ્યું હોવાની વાત સામે આવી છે. વર્તમાન સમયે સ્ટેટસ પોસ્ટ કરતી વખતે તમે પ્રાઈવસીના ભાગમાં આ વિકલ્પ જોયો જ હશે. આ સ્ટેટસ 24 કલાક માટે રહે છે. જેમાં તમે Anyone, My Contacts કે Nobodyમાંથી વિકલ્પ પસંદ કરી શકો છે. જોકે, હવે તેમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. વોટ્સએપ દ્વારા નવો વિકલ્પ My Contact Except લાવવામાં આવી શકે છે. આ વિકલ્પ બાબતે અત્યારે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

My Contact Exceptથી શું ફેર પડશે?

આ વિકલ્પ પ્રાઇવસી માટે મહત્ત્વનો બની જાય છે. આ વિકલ્પ પસંદ કરવાથી તમે જે લોકો સાથે સ્ટેટ્સ શેર ન કરવા માંગતા હોવ તેને તમારું સ્ટેટ્સ દેખાશે નહીં. સામાન્ય શબ્દોમાં કહીએ તો એકવાર આ વિકલ્પ અપડેટ થયા પછી તમે જેમનાથી તમારી વ્યક્તિગત માહિતી છૂપાવવા માંગો છો તેઓ વોટ્સએપ સ્ટેટસ, લાસ્ટ સીન અને અબાઉટ જેવી જાણકારી જોઈ શકશે નહીં. અત્યારે આ ફીચર ડેવલપમેન્ટમાં છે અને પહેલા એન્ડ્રોઇડ તથા ત્યારબાદ iOSમાં જોવા મળી શકે છે.

આ પણ વાંચો: માઇક્રોસોફ્ટનું સૌથી સસ્તું લેપટોપ લૉંચ, કિંમત ફક્ત 18,000 રૂપિયા

બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ બનશે વિકલ્પ

વોટ્સએપ ટ્રેકર WABetaInfoના મત મુજબ જ્યારે યૂઝર્સ My contacts except… પસંદ કરશે, ત્યારે તે વોટ્સએપ પરની જાણકારી કોની સાથે શેર ન કરવી તે નક્કી કરી શકશે. સામાન્ય રીતે જ્યારે તમે પોતાનું લાસ્ટ સીન છૂપાવો ત્યારે તમે પણ બીજાનું લાસ્ટ સીન જોઈ શકતા નથી. પરંતુ My contacts exceptમાં અબાઉટ અને સ્ટેટ્સ બાબતે આવું નહીં થાય. આ સુવિધા તમારા વોટ્સએપ એકાઉન્ટમાં અત્યારે ઉપલબ્ધ ન હોય તો ચિંતા ન કરો. વોટ્સએપ ધીરે ધીરે બીટા ટેસ્ટર્સને તે પૂરું પાડી રહ્યું છે.

આ પણ વાંચો: ભારતીયો એપ વપરાશમાં મોખરે, પ્રતિબંધ છતાં PUBG Mobile દેશમાં સૌથી વધુ રમાનારી ગેમ

અન્ય ફીચરનું પણ ટેસ્ટિંગ શરૂ

ઉલ્લેખનીય છે કે, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્લિકેશનો સાથે વધતી હરીફાઈ વચ્ચે વધુ યૂઝર્સને પ્લેટફોર્મ પર આકર્ષિત કરવા અને હાલના યૂઝર્સને જાળવી રાખવાના ઉદ્દેશ સાથે વોટ્સએપ તેના પ્લેટફોર્મમાં નવા ફીચર્સ ઉમેરવાનું ચાલુ રાખે છે. ગ્રુપ એડમિન્સ ગ્રુપની અંદર પેટા ગ્રુપ બનાવી શકે તેવા નવા કોમ્યુનિટી ફીચરનું ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું હોવાનું માનવામાં આવે છે.
First published: