નવી દિલ્હી. હાલના સમયમાં કૂ એપ (Koo App) ઘણી ચર્ચામાં છે. કારણ કે Koo એપને ટ્વીટર (Twitter)નું દેશી વર્ઝન કહેવામાં આવી રહ્યું છે. આ એપને કેન્દ્રીય મંત્રીઓ તરફથી આત્મનિર્ભર ભારત અભિયાન (Aatma Nirbhar Bharat Campaign) હેઠળ Twitterની ટક્કરમાં પ્રમોટ કરવામાં આવી રહી છે. પરંતુ હવે તેમાં ચાઇનીઝ ફંડિંગનું કનેક્શન સામે આવ્યું છે. તેની સાથે જ યૂઝર્સનો ડેટા લીક થવાની વાત પણ સામે આવી છે. એક ફ્રેન્ચ સિક્યુરિટી રિસર્ચરના હવાલાથી જાણકારી મળી છે કે Koo App સુરક્ષિત નથી.
યૂઝર્સનો ડેટા થઈ રહ્યો છે લીક
ફ્રેન્ચ સાઇબર સિક્યુરિટી રિસર્ચરના હવાલાથી મળતી જાણકારી મુજબ, Koo એપમાં યૂઝર્સનો પર્સનલ ડેટા લીક થઈ રહ્યો છે. પર્સનલ ડેટામાં યૂઝરનું ઇમેલ આઇડી, ફોન નંબર અને જન્મતારીખ સામેલ છે. મૂળે, Robert Baptisteએ પોતાના ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરીને Koo Appના ચીની કનેક્શન હોવાનો ખુલાસો કર્યો. Robert Baptisteના ટ્વીટર એકાઉન્ટ Elliott Andersonથી એક ટ્વીટ કરીને જણાવ્યું કે આ એપ સુરક્ષિત નથી. ટ્વીટર પર તેને લઈને એક સ્ક્રીનશોટ્સ પણ શૅર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ફ્રેન્ચ સિક્યુરિટી રિસર્ચરનું નામ Robert Baptiste છે અને પોતાના ટ્વીટર એકાઉન્ટના કારણે તેઓ Elliott Anderson નામથી પ્રચલિત છે.
Koo Appમાં છે Shunwei Capitalનું રોકાણ
કૂ એપના કો-ફાઉન્ડર અને સીઇઓ અપ્રમેય રાધાકૃષ્ણ (Aprameya Radhakrishna) છે. રાધાકૃષ્ણએ સીએનબીસી-ટીવી18 (CNBC TV18) સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે કંપનીમાં Shunweiનું કેટલુંક ઇન્વેસ્ટમેન્ટ છે. Xiaomi સાથે જોડાયેલું Shunwei એક વેન્ચર કેપિટલ ફંડ છે, જે સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરે છે. જોકે કંપની પોતાની જાતને સંપૂર્ણ પણે આત્મનિર્ભર એપ ગણાવી રહી છે અને કંપનીનું કહેવું છે કે Shunwei ટૂંક સમયમાં ભાગીદારીમાંથી બહાર થઈ જશે અને પોતાની હિસ્સેદારી વેચી દેશે.
Koo App પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, રવિશંકર પ્રસાદ સહિત અનેક અન્ય લોકો આવી ચૂક્યા છે. ત્યાં સુધી કે પ્લેટફોર્મ પર અનેક સરકારી વિભાગોના એકાઉન્ટ પણ છે. આ એપમાં ચીની ઇન્વેસ્ટમેન્ટ પણ છે. જેની જાણકારી કંપનીના ફાઉન્ડર રાધાકૃષ્ણએ એક ઇન્ટરવ્યૂમાં આપી છે.
7 દિવસમાં 10 ગણું વધ્યું ડાઉનલોડ્સ
રિપોર્ટ્સનું માનીએ તો છેલ્લા 7 દિવસમાં એપના ડાઉનલોડ્સની સંખ્યા 10 ગણી વધી ગઈ છે. koo Appને અત્યાર સુધી તમામ પ્લેટફોર્મ્સ પર 30 લાખ વાર ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે. જોકે, ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડની સંખ્યા 10 લાખની આસપાસ જ દર્શાવી રહી છે.
ટ્વીટરની જેમ જ આ પણ એક માઇક્રો બ્લોગિંગ સાઇટ છે, જે ગૂગલ પ્લે સ્ટોર સહિત iOS ઉપર પણ ઉપલબ્ધ છે. Koo Appમાં તમે પોતાના ઓપિનિયન પોસ્ટ કરવાની સાથોસાથ બીજા યૂઝર્સને પણ ફોલો કરી શકો છો. કૂ પર પોસ્ટની કેરેક્ટર લિમિટ 400 છે. મોબાઇલ નંબરના માધ્યમથી તેની પર સાઇન અપ કરી શકાય છે અને ફેસબુક, ટ્વીટર, યૂટ્યૂબ જેવા પ્લેટફોર્મ્સની ફીડને પણ તમે લિંક કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર