Home /News /tech /

ગૂગલમાં ક્યારેય આ પાંચ વસ્તુઓ ના કરતા સર્ચ, નહીંતર....

ગૂગલમાં ક્યારેય આ પાંચ વસ્તુઓ ના કરતા સર્ચ, નહીંતર....

પ્રતિકાત્મક તસવીર

કોઈપણ જાણકારી મેળવવા માટે લોકોને પહેલો વિચાર ગૂગલનો આવે છે. જોકે ગૂગલે જેટલા ફાયદા કરાવ્યા છે, તેનાથી વધુ જોખમો પણ ઊભા કર્યા છે

    નવી દિલ્હી : આજના સમયે ગૂગલ લોકોના જીવનનો હિસ્સો બની ગયું છે. નાની મોટી કોઈપણ હોય તમામ વિગતો ગૂગલ શોધી આપે છે. લોકો ગુગલના સર્ચ એન્જિન ઉપર નિર્ભર થઈ ચૂક્યા છે. કોઈપણ જાણકારી મેળવવા માટે પહેલો વિચાર ગૂગલનો આવે છે. જોકે ગૂગલે જેટલા ફાયદા કરાવ્યા છે, તેનાથી વધુ જોખમો પણ ઊભા કર્યા છે. લોકો પોતાની બેદરકારીના કારણે ગૂગલના વિશાળ દરિયામાં ડૂબકી લગાવતી વખતે ડૂબી પણ જતાં હોય છે. એવી ઘણી વસ્તુઓ છે, જે ગૂગલ ઉપર સર્ચ કરવાથી જોખમ વધી જાય છે. આજે આપણે એવી જ પાંચ વસ્તુઓ અંગે જાણકારી મેળાવશું જેને સર્ચ કરતી વખતે સાવધ રહેવું જોઈએ.

    1. કસ્ટમર કેર નંબર

    ગૂગલના સર્ચમાં જઈ ક્યારેય પણ કસ્ટમર કેર નંબર સર્ચ કરવો જોઈએ નહીં. ઘણા લોકોને આવી આદત હોય છે. જેનો ફાયદો સાયબર ગુનેગાર ઉઠાવે છે. સાયબર અપરાધીઓ નકલી કંપની બનાવી કસ્ટમરકેર નંબરનો ગેર ઉપયોગ કરે છે. અંગત જાણકારી મેળવી લે છે અને બેંકની ડિટેલ મેળવી ખાતું ખાલી કરી નાખે છે.

    2. બેંક વેબસાઈટ

    વર્તમાન સમયે ઓનલાઇન બેન્કિંગ અને ચલણ ખૂબ વધી ગયું છે. ઓનલાઇન બેન્કિંગ માટે ગૂગલનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે પણ ગૂગલનો ઉપયોગ કરતા હોવ તો સાવધાની રાખવી જોઈએ. બેંકની સત્તાવાર વેબસાઇટ સાથે મળતો યુઆરએલ જોવા મળે છે, જેનાથી યૂઝર કન્ફ્યુઝ થઇ જાય છે. અને હેકરની જાળમાં ફસાઈ જાય છે. બેન્કિંગ માટે હંમેશા બેંકનો યુઆરએલ ટાઈપ કરવાની આદત પાડવી જોઈએ.

    આ પણ વાંચો - હિટ એન્ડ ફિટ બનાવશે કાગાસન, પેટની ચરબી પણ ઘટી જશે

    3. એપ્લિકેશન્સ, ફાઇલો અને સોફ્ટવેર

    જો તમને તમારા ફોનમાં કોઈ એપ્લિકેશન અથવા સોફ્ટવેરની જરૂર હોય તો તેને હંમેશાં પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો. ઘણા લોકો ગૂગલ પરથી એપ્સ ડાઉનલોડ કરે છે, જેમાં ઘણીવાર જોખમ ઉભું થાય છે. કોઈપણ ખોટી અજાણી લિંક ખોલીને તો ડેટા ચોરીનો ખતરો ઉભો થાય છે. ખતરનાક વાયરસ અથવા માલવેર આવી શકે છે.

    4. રોકાણ અને પૈસા કમાવવાના તુક્કા

    દરેક વ્યક્તિ લાઇફસ્ટાઇલ માટે પૈસા કમાવવા ઈચ્છે છે. માટે તે ઘણી વખત ગૂગલમાં અલગ અલગ તરકીબો સર્ચ પણ કરે છે. જોકે આવી રીતે ક્યારેય સર્ચ કરવું જોઈએ નહીં. હેકર એવા લોકોને સૌથી પહેલા ટાર્ગેટ કરે છે જેઓ પૈસા કમાવવા ઈચ્છે છે. નકલી કંપનીઓ અને વેબસાઈટ બનાવીને ફસાવે છે.

    5. મેડીકલ સલાહ ક્યારેય ના લેવી

    કેટલાક લોકો તેમની માંદગી અને દવાઓ માટે ડોક્ટર પાસે જવાની જગ્યાએ ગૂગલ પર સર્ચ કરે છે. આવું કરવું ના જોઈએ. ગૂગલ પર બતાવેલી સારવાર અને દવાઓ નુકસાન કરી શકે છે. ગૂગલ સર્ચમાં ક્યારેય કોઈ રોગની સારવાર અને દવાઓ શોધી શકશો નહીં. આ કરવાથી, તમે ખોટી દવા વિશે માહિતી મળશે. જે ખૂબ હાનિકારક છે.
    First published:

    Tags: Google search, Search, Tech, ગૂગલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन