ખતરો! તમારા સ્માર્ટફોનમાં આ 8 ખતરનાક એપ્સ હોય તો તુરંત ડિલિટ કરો, Googleએ પણ હટાવી

પ્રતિકાત્મક તસવીર

સંશોધકોએ કહ્યું છે કે જો તમારા મોબાઇલમાં આ આઠ એપ્સ હોય તો તમારે પણ એને તાત્કાલિક અસરથી દૂર કરવી જોઈએ. જોકર ખૂબ જ ખતરનાક માલવેર પૈકીનો એક છે.

 • Share this:
  જોકર માલવેર (Joker Malware)એ ફરીથી એન્ટ્રી મારી છે. તાજેતરમાં જ ક્વિક હીલ સિક્યોરિટી લેબ (quick heal security lab)ના સંશોધકોએ ગુગલ પ્લેસ્ટોર (google play store)માંથી આ 8 એપ્સને શોધી કાઢી છે જેમાં આ માલવેર મળી આવ્યા છે. સંશોધકોએ કહ્યું છે કે જો તમારા મોબાઇલમાં આ આઠ એપ્સ હોય તો તમારે પણ એને તાત્કાલિક અસરથી દૂર કરવી જોઈએ. જોકર ખૂબ જ ખતરનાક માલવેર પૈકીનો એક છે. એ સતત એન્ડ્રોઇડ ડિવાઇસન ટાર્ગેટ કરે છે. થોડા મહિના બાદ ફરીથી તે ગુગલ પ્લેસ્ટોરમાં સ્થાન બનાવી લે છએ.

  સંશોધકો મુજબ જોકર માલવેર યૂઝરના ડેટાની ચોરી કરે છે. જેમાં એસએમએસ, કોન્ટેક્ટ લિસ્ટ, ડિવાઇસ ડિટેલ્સ, ઓટીપી વગેરે જેવી જાણકારીઓ સમાવિષ્ટ હોય છે. જોકે, ગુગલ દ્વારા પ્લેસ્ટોર પરથી આ એપ્સને ડિલિટ કરી દેવામાં આવી છે. પરંતુ જો કોઈ યુઝરે ડાઉનલોડ કરી હોય તો એને ડિલિટ કરી શકાય છે.

  આ એપ્સના નામ નીચે મુજબ છે.

  >>Auxiliary Message
  >>Fast Magic SMS
  >> Free CamScanner
  >>Super Message
  >> Element Scanner
  >> Go Messages
  >> Travel Wallpapers
  >> Super SMS

  એડ્રોઇડ યુઝર્સ આ એપ્સને પ્લે સ્ટોર પર જઈને અન ઇનસ્ટોલ કરી શકે છે. આવું કરવાથી અન્ય એપ્સની જેમ આ એપ્સ તમારા ફોનમાંથી ગાયબ થઈ જશે. અથતા હોમ સ્ક્રિન પર એપ પર લોંગ પ્રેસ કરવાથી તેને ડિલિટ અને ડ્રેગ કરવાનો ઓપ્શન મળે છે ત્યાંથી પણ આ એપને ડિલિટ કરી શકાય છે.
  જોકર માલવેર એન્ડ્રોઇડ સિક્યુરિટી થીમ માટે સતત ખતરો બની રહે છે. Googleના પ્રયાસો છતાંય માલવેર નિયમિત અંતરાળમાં પ્લે સ્ટોર પર અલગ-અલગ એપ પર પૉપ-અપ કરી રહી છે. આ પહેલા આ વર્ષ 2020માં સાઇબર સિક્યુરિટી ફર્મ Pradeoએ 6 પ્રભાવિત એપ્સને પ્લે સ્ટોરથી હટાવી હતી, જેને લગભગ 2,00,000 વાર ડાઉનલોડ કરવામાં આવી છે.


  Published by:Jay Mishra
  First published: