આ ટ્રેનની ટિકિટ ખરીદવા માટે ચુકવવા પડી રહ્યા છે ફ્લાઇટથી પણ વધારે પૈસા

News18 Gujarati
Updated: May 13, 2019, 12:31 PM IST
આ ટ્રેનની ટિકિટ ખરીદવા માટે ચુકવવા પડી રહ્યા છે ફ્લાઇટથી પણ વધારે પૈસા
પ્રતિકાત્મક તસવીર

ઉનાળાના વેકેશનમાં ટ્રેનની ટિકિટ ફ્લાઇટ ટિકિટ કરતાં પણ વધુ ખર્ચાળ છે.

  • Share this:
ઉનાળાની રજાઓ ચાલી રહી છે, અનેક લોકો આ રજાઓમાં ફરવાનું આયોજન કરે છે. આનું કારણ એ છે કે જો આ ટિકિટો પહેલેથી જ બુક કરાશે નહીં, તો ટિકિટ ખરીદવી ખૂબ જ મુશ્કેલ અને ખર્ચાળ છે. મુસાફરોની સગવડ માટે રેલવે દરરોજ હજારો ટ્રેનો એકસ્ટ્રા આપે છે, પરંતુ આમ છતાં પણ મેના છેલ્લા અઠવાડિયામાં મુસાફરોની સંખ્યા વધી રહી છે. આ રીતે એરલાઇન ટિકિટ કરતા ટ્રેનની ટિકિટ વધુ ખર્ચાળ બની ગઈ છે. મુંબઇ-દિલ્હી રાજધાની એક્સપ્રેસના એસી ફર્સ્ટ ક્લાસની ટિકિટો મુસાફરીના ત્રણ અઠવાડિયા પહેલા લીધી હોવા છતા પણ એર ટિકિટ જેટલી મોંઘી છે.

28 મેની યાત્રા માટે સુવિધા એક્સપ્રેસના ગોરખપુરથી મુંબઇની એક વ્યક્તિ સફરની કિંમત 6,610 રુપિયા ખર્ચ થાય છે. તો તેને ફ્લાઇટ લીધી અને ચાર સભ્યોની ટિકિટ તેને રેલ ટિકિટથી 1000 રુપિયા સસ્તી પડી. સાથે 30 કલાક રેલ યાત્રાથી છુટકારો મળ્યો.

આ પણ વાંચો : હવે ટ્રોનોમાં મહિલાઓ અને દિવ્યાંગો માટે હશે અલગ કોચ

એર ઇન્ડિયાના ચેરમેન એવં એમડી અશ્વિની લોહાની કહે છે કે ફ્લાઇટનું ભાડુ રાજધાની એક્સપ્રેસના એસી ફર્સ્ટ ક્લાસના ભાડાની આસપાસ હોય છે. તેમાં યાત્રીઓને સારી સુવિધા મળી રહી છે.

પશ્ચિમ રેલવેના સીપીઆર રવિન્દ્ર ભાકર અનુસાર, સુવિધા ટ્રેનોમાં ડાયનામિક લાગુ છે. બેઝ ફેર સાથે ઇન્સ્ટન્ટ ચાર્જિંગ જોડાઇ જાય છે. જો પ્રીમિયમ તરત જ લેવામાં આવે તો ભાડું ખૂબ વધે છે.
First published: May 13, 2019, 12:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading