Home /News /tech /Android ફોન માટે મોટો ખતરો! વોટ્સએપ, યુટ્યુબ જેવી એપ્સમાં છુપાઈ રહ્યો છે આ વાયરસ! આ રીતે રહો સુરક્ષિત

Android ફોન માટે મોટો ખતરો! વોટ્સએપ, યુટ્યુબ જેવી એપ્સમાં છુપાઈ રહ્યો છે આ વાયરસ! આ રીતે રહો સુરક્ષિત

એન્ડ્રોઇડ ફોન પર ખતરો છે

મેટાએ એન્ડ્રોઇડ ફોન અને ટેબલેટ યુઝર્સ માટે રેડ એલર્ટ (Red Alert) જાહેર કર્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે એક નવા પ્રકારનો ખતરનાક માલવેર (Malware) મળી આવ્યો છે, જે વોટ્સએપ (WhatsApp) અને યુટ્યુબ જેવી લોકપ્રિય એપ્સમાં છુપાયેલો છે.

વધુ જુઓ ...
Android alert: એન્ડ્રોઇડ ફોન પર માલવેર (Malware)ના ખતરાના સમાચાર દરરોજ આવતા રહે છે અને હવે આ દરમિયાન આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખરેખર મેટાએ એન્ડ્રોઇડ ફોન અને ટેબલેટ યુઝર્સ માટે રેડ એલર્ટ (Red Alert) જાહેર કર્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે એક નવા પ્રકારનો ખતરનાક માલવેર મળી આવ્યો છે, જે વોટ્સએપ અને યુટ્યુબ જેવી લોકપ્રિય એપ્સમાં છુપાયેલો છે.

મેટાએ તેના ત્રિમાસિક વિરોધી ખતરા રિપોર્ટ 2022માં ડ્રાકેરીસ માલવેરનો ઉલ્લેખ કર્યો છે, જે લોકપ્રિય એપ્સના ક્લોન વર્ઝનમાં છુપાયેલ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ વાયરસ માત્ર વોટ્સએપ અને યુટ્યુબમાં જ નહીં પરંતુ સિગ્નલ, ટેલિગ્રામ અને ઘણી કસ્ટમ ચેટ એપ્લીકેશનમાં પણ પોતાનો પગપેસારો કરી રહ્યો છે.

તાજેતરના અહેવાલમાં ખુલાસો થયો છે કે ડ્રાકેરિસ માલવેરનું નામ ગેમ ઓફ થ્રોન્સ બેટલ ક્રાયના ડ્રેગનના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે એપીટી હેકિંગ જૂથ દ્વારા ચલાવવામાં આવે છે. જણાવવામાં આવ્યું છે કે આ હેકિંગ ગ્રુપ યુકે, ન્યુઝીલેન્ડ, ભારત અને પાકિસ્તાનના યુઝર્સ પર હુમલો કરી રહ્યું છે.

આ પણ વાંચો - ભારતમાં બેન થયું VLC મીડિયા પ્લેયર! વેબસાઈટ અને ડાઉનલોડ લિંક થઈ બ્લોક

આ માલવેર એન્ડ્રોઇડ ફોનમાં હાજર એક્સેસિબિલિટી ફીચરનો ઉપયોગ કરી રહ્યું છે, જેથી નકલી એપને આપમેળે પરવાનગી મળી જાય.

આ પણ વાંચો -WhatsApp ચેટને રાખવા માંગો છો સુરક્ષિત, તો ચેટને લોક કરવાનો આ છે શ્રેષ્ઠ રસ્તો

આ એક ખતરનાક માલવેર છે જે યુઝર્સની અંગત માહિતી તેમજ કોલ ડિટેઈલ, કોન્ટેક્ટ ડિટેલ્સ, એસએમએસ ટેક્સ્ટ્સ, જિયો લોકેશન અને યુઝર્સની ડિવાઈસ ડિટેલ્સ મેળવવામાં સક્ષમ છે. આટલું જ નહીં, આ માલવેર ફોનમાંથી ગુપ્ત રીતે ફોટો ક્લિક કરી શકે છે અને માઈક્રોફોનનો ઉપયોગ કરી શકે છે તેમજ યુઝરની જાણ વગર એપ્સ ઈન્સ્ટોલ કરી શકે છે.
First published:

Tags: Android phones, Malware, Tech and Mobile News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો