સાવધાન! દેશમાં વધી રહી છે ડિજિટલ જાસૂસી, જાણો કેવી રીતે થાય છે અને કેમ કરીને બચશો?

News18 Gujarati
Updated: September 18, 2020, 10:31 AM IST
સાવધાન! દેશમાં વધી રહી છે ડિજિટલ જાસૂસી, જાણો કેવી રીતે થાય છે અને કેમ કરીને બચશો?
પ્રતિકાત્મક તસવીર

યુરોપ સિવાય ન્યૂઝીલેન્ડ, જાપાન, દક્ષિણ અફ્રિકા, અમેરિકા, ચીન જેવા દેશોમાં ડેટા પ્રોટેક્શન કાનૂન છે.

  • Share this:
કોરોના વાયરસ મહામારી (Covid 19)ની વચ્ચે ઓનલાઇન ફ્રોડ અને ડિજિટલ જાસૂસી વધુને વધુ કેસ સામે આવી રહ્યા છે. આ કારણે સરકારથી લઇને બેંકોના લોકો સામાન્ય જનતાને સતર્ક રહેવાની સતત સૂચના આપી રહ્યા છે. ઓનલાઇન ફ્રોડમાં અનેક વાર લોકોને ભારે નુક્શાન વેઠવાનો વારો આવે છે. સામાન્ય રીતે તે મોબાઇલ ફોન કે લેપટોપ કમ્પ્યૂટરમાં પર્સનલ ડિટેલ્સ અને પેમેન્ટથી લઇને અનેક મહત્વની જાણકારી ઉપલબ્ધ હોય છે. સાઇબર ક્રાઇમ ઇવેસ્ટીગેશન એક્સપર્ટ અમિત મલહોત્રાનો દાવો છે કે ટિકટોક (Tiktok), પબજી (PUBG) અને બીજા ચીની એપના સહારે 20 લાખથી ઉપર ડેટાબેઝ ચોરી થઇ ચૂક્યો છે.

ડેટાની ડિજિટલ જાસૂસી ત્રણ રીતે થાય છે. ઇન્ટરનેટના માધ્યમથી પબ્લિક ડોમેનમાં હાજર ડેટાથી, લોકોના મોબાઇલ અને કોમ્પ્યૂટરથી અલગ અલગ એપથી ચોરાયેલા ડેટા ને ત્રીજું મોટી કંપનીઓથી ડેટાબેઝની ચોરી કરીને. અનેકવાર મોબાઇલમાં હાજર કેટલાક એપમાં ડેટાની પૂરી જાણકારી હોય છે. અને અનેક વાર તે ડેટા તમારી જાણકારી બહાર જ થર્ડ પાર્ટી સુધી પહોંચી જાય છે.

અજાણી મેલથી જોડાયેલું કોઇ અટેચમેન્ટ પણ કે લિંક ખોલવાથી પણ ડેટાની ચોરી થાય છે. યુઆરએલથી તે તમને ડાયરેક્ટ તે ઠગાઇ વાળી સાઇટ પર લઇ જાય છે. ઇનક્રિપ્ટેડ મેલ પણ મોકલવામાં આવે છે. સંદેહાસ્પદ મેલને તમારે તરત જ બ્લોક કરવા જોઇએ. હાલમાં જ કોવિક 19ની ફ્રી ટેસ્ટિંગનો મેલથી પણ લોકોની છેતરપીંડી થઇ હોવાના અનેક કેસ સામે આવ્યા છે.

વધુ વાંચો : કોરોના સંકટઃ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 52 લાખને પાર, 84,372 દર્દીઓએ ગુમાવ્યો જીવ

આવા મેલ આવવાથી તેને ઓપન ન કરવા જોઇએ. આ સિવાય મોબાઇલમાં કોઇ પણ એપ ડાઉનલોડ કરતા પહેલા તેમાં બિનજરૂરી એક્સેસને ડિસેબલ કરો. બે મેલ આઇડી રાખો, બેંક કમ્યુનિકેશન વાળા આઇડીને મોબાઇલથી કનેક્ટ ન કરો. યુરોપ સિવાય ન્યૂઝીલેન્ડ, જાપાન, દક્ષિણ અફ્રિકા, અમેરિકા, ચીન જેવા દેશોમાં ડેટા પ્રોટેક્શન કાનૂન છે.

હાલમાં જ આવેલી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન ભારતથી 10,000 થી વધુ મહત્વની વ્યક્તિઓની જાસૂસી કરી રહ્યું છે. આ જાસૂસી ચીનના શેનજેન વિસ્તારમાં બેસ્ડ કંપની જેનહુઆ ડેટા ઇન્ફોર્મેશન ટેક કંપની મારફતે કરવામાં આવી રહી છે. આ કંપની ચીનની સત્તાધારી કમ્પ્યુનિટી પાર્ટીથી સંબંધ રાખે છે. જે ચીની કંપની દ્વારા આ જાસૂસી કરવામાં આવે છે તે ભારતમાં રિયલ ટાઇમ સર્વિલાંસ મોટા પાયે કરવા માટે જાણીતી છે.

હવે કદાચ તમને સમજી શક્યા હશો કે 'હાઇબ્રિડ વોરફેર'નો આ પૂરો ખેલ કેવી રીતે ચાલે છે. ભારતને ચીન આ રીતે ડિજિટલી મોટું નુક્શાન પહોંચાડી શકે છે.
Published by: Chaitali Shukla
First published: September 18, 2020, 10:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading