Airtel Vs Vodafone: માત્ર 19 રૂપિયામાં મળી રહ્યું છે ફ્રી કૉલિંગ, ઉપયોગ કરો ડેટા પણ

News18 Gujarati
Updated: February 11, 2020, 8:49 AM IST
Airtel Vs Vodafone: માત્ર 19 રૂપિયામાં મળી રહ્યું છે ફ્રી કૉલિંગ, ઉપયોગ કરો ડેટા પણ
એરટેલ અને વોડાફોનના ખૂબ સસ્તા પ્લાન વિશે જાણો જેમાં ફ્રી કૉલિંગ જેવા ફાયદા મળી રહ્યા છે

એરટેલ અને વોડાફોનના ખૂબ સસ્તા પ્લાન વિશે જાણો જેમાં ફ્રી કૉલિંગ જેવા ફાયદા મળી રહ્યા છે

  • Share this:
નવી દિલ્હી : ફોન રિચાર્જ (Recharge Plans) કરવાની વાત હોય તો અનેકવાર ઘણું અસમંજસ રહે છે કે કયા પ્લાન શ્રેષ્ઠ છે. ખાસ કરીને રિચાર્જ કરાવતી વખતે એ જરૂરી છે કે કયા પ્લાનમાં ઓછો પૈસે વધુ ફાયદો મળી રહ્યો છે. તો આજે અમે આપને આવા જ એરટેલ અને વોડાફોનના ખૂબ સસ્તા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં ફ્રી કૉલિંગ (free calling) જેવા ફાયદા મળી રહ્યા છે.

અમે વાત કરી રહ્યા છીએ 19 રૂપિયાના પ્લાન વિશે જે એરટેલ અને વોડાફોન (airtel-vodafone plans) બંને ઑફર કરી રહ્યા છે. આવો જાણીએ બંને કંપનીઓ આ એક સરખી કિંમતવાળા પ્લાન એક-બીજાથી કેટલા અલગ છે અને આ બંને પ્લાનમાં શું-શું ફાયદા ઑફર કરવામાં આવી રહ્યા છે.

Airtelનો 19 રૂપિયાવાળો પ્લાન

એરટેલે પોતાના આ પ્લાનને ‘Truly Unlimited’ કેટેગરીમાં રાખ્યો છે, એટલે કે તેમાં અનલિમિટેડ કૉલિંગ મળે છે. આ પ્લાનની ખાસિયતની વાત કરીએ તો તઆ તેનો ફ્રી કોલ જ છે, કારણ કે આટલી ઓછી કિંમતમાં Unlimited Call જેવા બેનિફિટ ઘણા ફાયદારૂપ છે. આ પ્લાનની વેલિડિટી માત્ર 2 દિવસની છે. તો એરટેલના ગ્રાહક 19 રૂપિયાના રિચાર્જ કરી બે દિવસ સુધી મફતમાં વાતો કરી શકે છે.

ઇન્ટરનેટ ડેટાની વાત કરીએ તો ગ્રાહકોને તેમાં 200MB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં ફ્રી SMSની સુવિધા નહીં મળે.
Vodafoneનો 19 રૂપિયાનો પ્લાન

વોડાફોને પોતાના આ 19 રૂપિયાવાળા પ્લાનને ‘Bonus Card’ કેટેગરીમાં મૂક્યો છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કૉલિંગનો ફાયદો મળે છે. પ્લાનની વેલિડિટી પણ માત્ર 2 દિવસની જ છે. એટલે કે એરટેલ તરફથી વોડાફોનના 19 રૂપિયાવાળા પ્લાનમાં પણ બે દિવસ માટે ફ્રી અનલિમિટેડ કૉલ કરી શકાય છે.


વાત કરીએ ડેટાની તો તેમાં ગ્રાહકોને 150MB ડેટા આપવામાં આવી રહ્યો છે. પરંતુ વોડાફોન પોતાના ગ્રાહકોને પ્લાનની સાથે 100 SMSની સુવિધા પણ આપી રહ્યું છે.

આ પણ વાંચો, BSNLના દમદાર પ્લાન! 3 મહિના સુધી દરરોજ મળશે 5GB ફ્રી ઇન્ટરનેટ ડેટા
First published: February 11, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading