Home /News /tech /

Recharge Plan: Airtel, Jioઅને vi કોના રિચાર્જ પ્લાન છે બેસ્ટ, કરી લો એક નજર

Recharge Plan: Airtel, Jioઅને vi કોના રિચાર્જ પ્લાન છે બેસ્ટ, કરી લો એક નજર

કોના પ્લાન છે બેસ્ટ, કરી લો એક નજર

Recharge Plan: ટેરિફમાં વધારાની સાથે વોડાફોન આઈડિયાએ તેનો ડબલ ડેટા ઘટાડ્યો જે ગ્રાહકોને રોજના 4GB ડેટાથી 2GB ડેટા આપી રહ્યો હતો. જે બાદ ટેલકોએ પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે 'ડેટા ડિલાઈટ્સ' (Data Delights) ઓફર લઇને આવી.

    ટેલિકોમ કંપનીઓ (Telecom companies) Airtel, Jio અને Viએ જ્યારથી પ્રીપેડ પ્લાન ટેરિફમાં વધારો કર્યો છે, ત્યારથી ગ્રાહકો એક્સ્ટ્રા ડેટાની શોધમાં લાગી ગયા છે, જેમાં કોઇ વધારાનો ખર્ચ ન હોય. લોકો સસ્તા પ્લાનની શોધમાં છે, પણ ગ્રાહકોને તે મળી નથી રહ્યો. તો અમે તમારા માટે અલગ અલગ કંપનીના પ્લાનની માહિતી લઇને આવ્યા છીએ.

    Airtel, Jio અને Vi કંપની કેટલાક સારા પ્લાન લઇને આવી છે, જેમાં વધારાના ડેટાની ઍક્સેસ પણ કંપની આપી રહી છે. જેમાનાં કેટલાક પ્લાન એપ-એક્સક્લુઝિવ (App-exclusive) છે અને કેટલાકને ટેલિકોસનીન (elcos websites) વેબસાઇટ્સ દ્વારા એક્સેસ કરી શકાય છે.

    ટેરિફમાં વધારાની સાથે વોડાફોન આઈડિયાએ તેનો ડબલ ડેટા ઘટાડ્યો જે ગ્રાહકોને રોજના 4GB ડેટાથી 2GB ડેટા આપી રહ્યો હતો. જે બાદ ટેલકોએ પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે 'ડેટા ડિલાઈટ્સ' (Data Delights) ઓફર લઇને આવી.

    એવાં ઘણાં પ્લાન છે, જે .યુઝર્સ માટે સસ્તા છે, અને ડેટા પણ વધુ આવે છે. નવા વર્ષની સાથે સાથે યુઝર્સને નેટ પણ જોઇએ છીએ.

    યુઝર્સને કોઈ વધારાના ચાર્જ વિના કેટલાક પ્રીપેડ પ્લાન સાથે 2GBનો બેકઅપ ડેટા મળે છે. 'Data Delights' પ્લાન રુ. 299થી શરુ થાય છે, 'ડેટા ડિલાઇટ્સ' ઑફર રૂ. 359, 399, 409, 475, 479, 501, 539, 599, 666, 701, 719 રૂપિયાની કિંમતના પ્રીપેડ પ્લાન પર લાગુ થાય છે. જેમાં રૂ. 839, રૂ. 901, રૂ. 1,499, રૂ. 2,899 અને રૂ. 3,099 સુધીના પ્લાન પણ સામેલ છે.

    Airtel Thanks app

    એરટેલે પણ તેની એરટેલ થેંક્સ એપ (Airtel Thanks app) દ્વારા ગ્રાહકોને વધારાનો ડેટા ઓફર કર્યો છે. એરટેલનો રૂ. 359 પ્રીપેડ પ્લાન, એક બેઝિક પ્રીપેડ પ્લાન છે, જેમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલ્સ અને દરરોજ 100 SMSની ઍક્સેસ સાથે 2GB દૈનિક ડેટા આપે છે. જ્યારે એરટેલ થેંક્સ એપ દ્વારા રિચાર્જ કરવામાં આવે છે, ત્યારે પ્લાન રૂ. 309માં ગ્રાહકને મળે છે. જેમાં વધારાની 2GB ડેટા કૂપન્સ સાથે હોય છે, જેને ગ્રાહકો પોતાની જરુરત પ્રમાણે રિડીમ કરી શકે છે. એરટેલ પોતાના ગ્રાહકો માટે રૂ. 479 પ્રીપેડ પ્લાન લઇને આવ્યુ છે. આ પ્લાન સાથે 4GB ડેટા કૂપન પણ આપી રહ્યું છે. 56 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં રોજના 1.5GB ડેટાની ઍક્સેસ ગ્રાહકો માટે હોય છે. આ પ્લાન સાથે પ્રાઇમ વિડિયો મોબાઇલ એડિશનની ઍક્સેસ પણ આપે છે.

    એરટેલનો રૂ. 549નો પ્રીપેડ પ્લાન

    એરટેલમાં રૂ. 549નો પ્રીપેડ પ્લાનની વેલિડીટી 56 દિવસની હૌય છે, આ પ્લાન લેવાથી તમને દરરોજના 2GB ડેટાની ઍક્સેસ મળે છે, જેમાં અનલિમિટેડ કોલ્સ અને રોજના 100 SMS પણ ગ્રાહક કરી શકે છે. આ સાથે જ ગ્રાહકને 4GB ડેટા કૂપન્સની ઍક્સેસ પણ મળે છે. એરટેલ રૂ. 699 પ્રીપેડ પ્લાન એરટેલ એ એકમાત્ર ટેલિકોમ કંપની છે, જે તેના ગ્રાહકોને રૂ. 699 પ્રીપેડ પ્લાન સાથે એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપની ઍક્સેસ આપે છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસ માટેની હોય છે, જેમાં રોજના 3GB ડેટા, અનલિમિટેડ કૉલ્સ અને પર ડે 100 SMS ઓફર કરે છે. એરટેલના આ પ્લાનના Apollo 24 | 7 સર્કલ, ફ્રી ઓનલાઈન કોર્સ, ફાસ્ટેગ પર રૂ. 100 કેશબેક, ફ્રી હેલો ટ્યુન્સ (free hello tunes) અને વિંક મ્યુઝિક (Wynk music) જેવા એડિશનલ બેનિફિટ પણ ગ્રાહકોને આપે છે. આ પ્રીપેડ પ્લાન 4GB ડેટા કૂપન્સની ઍક્સેસ આપે છે.

    Jio પાસે રૂ. 601ની કિંમતનો પ્રીપેડ પ્લાન

    Jio પોતાના ગ્રાહકો માટે સારી એવી ઓફરો લઇને આવતું રહે છે, આ સમયે Jio પાસે પોતાના ગ્રાહકો માટે રૂ. 601ની કિંમતનો પ્રીપેડ પ્લાન છે. JIoના 601 રુપિયાના આ પ્લાનમાં અમર્યાદિત કૉલ્સ (unlimited calls ) અને રોજના 100 SMS સાથે પર ડે 3GB ઓફર કરે છે. આ પ્લાન 6GB ડેટાની ઍક્સેસ આપે છે. આ પ્લાનમાં Disney+ Hotstarનું ઍક્સેસ પણ મળે છે. Jio હાલમાં બે પ્રીપેડ પ્લાન પણ આપી રહ્યું છે, જેમાં Jioના રૂ. 1066 અને રૂ. 3119ની કિંમતની પ્રીપેડ પ્લાનનો સમાવેશ થાય છે, જેમાં દરરોજના ડેટા બેનિફિટ સિવાય પ્રીપેડ પ્લાન સાથે અનુક્રમે 6GB અને 10GB વધારાનો ડેટા આપે છે. આ પ્લાન્સમાં અનલિમિટેડ કોલ્સ અને રોજનાં 100 SMS સાથે ગ્રાહકોને પર ડે 2GB ડેટા ઓફર કરે છે. રૂ. 1099નો પ્રીપેડ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે, જ્યારે રૂ. 3119 પ્રીપેડ પ્લાન 365 એટલે કે વાર્ષિક પ્લાન છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Airtel, Data Plan, Jio, Mobile phones, Vi

    આગામી સમાચાર