Airtel vs Jio vs Vi : એરટેલ, જિયો, વોડાફોન રૂ. 300થી ઓછી કિંમતમાં આપે છે દૈનિક 2 GB સુધી ડેટા, જાણો તમામ પ્લાન વિશે
Airtel vs Jio vs Vi : એરટેલ, જિયો, વોડાફોન રૂ. 300થી ઓછી કિંમતમાં આપે છે દૈનિક 2 GB સુધી ડેટા, જાણો તમામ પ્લાન વિશે
રિચાર્જ પ્લાન
Airtel vs Jio vs Vi: ટેરિફ પ્લાનની રકમમાં વધારો થતા પહેલા યૂઝર્સ રૂ. 300માં પ્રિપેડ યોજના હેઠળ 2 GB સુધીનો ડેટા મેળવી શકતા હતા. ટેરિફ પ્લાનની રકમમાં વધારો થવાનો કારણે મોટાભાગના યૂઝર્સ 1.5 GB ડેટા મેળવી શકે છે.
મુંબઈ: ટેલિકોમ ઓપરેટર્સ એરટેલ (Airtel), જિયો (Jio) અને વોડાફોન (Vodafone) તરફથી તેમના પ્રિપેડ પ્લાનમાં 25 ટકા સુધીનો વધારો કરાયો છે. ટેરિફ પ્લાનની રકમમાં વધારો થતા પહેલા યૂઝર્સ રૂ. 300માં પ્રિપેડ યોજના હેઠળ 2 GB સુધીનો ડેટા મેળવી શકતા હતા. ટેરિફ પ્લાનની રકમમાં વધારો થવાનો કારણે મોટાભાગના યૂઝર્સ 1.5 GB ડેટા મેળવી શકે છે. માત્ર જિયો કંપની રૂ. 300 સુધીમાં દૈનિક 2 GB ડેટાનો લાભ આપે છે. એરટેલ, જિયો અને Viના રિવાઈઝ્ડ ડેટા પ્લાનની કિંમત વિશે અહીં માહિતી આપવામાં આવી છે.
એરટેલ રિચાર્જ પ્લાન (Airtel recharge plans)
એરટેલના પ્રિપેડ પ્લાનની કિંમત રૂ. 265 અને રૂ. 299 છે. રૂ. 265ના પ્રિપેડ પ્લાનમાં 28 દિવસ સુધી દૈનિક 1 GB ડેટા મળે છે. આ પ્રિપેડ પ્લાનમાં અનલિમિટેડ કોલ અને દૈનિક 100 SMSની સુવિધા આપવામાં આવે છે. આ પ્રિપેડ પ્લાન હેઠળ કેટલાક એડીશનલ લાભ પણ આપવામાં આવે છે. જેમાં એમેઝોન પ્રાઈમ વીડિયો મોબાઈલ એડિશન (Amazon Prime Video Mobile Edition), ફ્રી હેલોટ્યુન્સ અને વિંક મ્યુઝીકનો બેનેફિટ શામેલ છે. રૂ. 299ના પ્રિપેડ પ્લાનમાં દૈનિક 1.5 GB ડેટા, અનલિમિટેડ કોલ અને દૈનિક 100 SMS ની સુવિધા આપવામાં આવે છે.
જિયો રિચાર્જ પ્લાન (Jio recharge plans)
જિયોના રૂ. 239 વાળા પ્રિપેડ પ્લાનમાં દૈનિક 1.5 GB ડેટા, અનલિમિટેડ કોલ અને દૈનિક 100 SMSની સુવિધા આપવામાં આવે છે. જિયો રૂ. 299 વાળા પ્રિપેડ પ્લાનની પણ સુવિધા આપે છે, જેમાં દૈનિક 2 GB ડેટા, અનલિમિટેડ કોલ અને દૈનિક 100 SMS કરી શકાય છે.
વોડાફોન રિચાર્જ પ્લાન (Vodafone recharge plans)
વોડાફોન આઈડિયા (Vi) રૂ. 300થી ઓછી કિંમતનો પ્રિપેડ પ્લાન આપે છે. Vi રૂ. 199ના પ્રિપેડ પ્લાનમાં 18 દિવસ સુધી દૈનિક 1 GB ડેટા, અનલિમિટેડ કોલની સુવિધા આપે છે. Vi રૂ. 219ના પ્રિપેડ પ્લાનમાં 21 દિવસ સુધી દૈનિક 1 GB ડેટા આપે છે.
Vi રૂ. 239ના પ્રિપેડ પ્લાનમાં 24 દિવસ સુધી દૈનિક 1 GB ડેટા, અનલિમિટેડ કોલની સુવિધા આપે છે. વોડાફોન આઈડિયા રૂ. 249 ના પ્રિપેડ પ્લાનમાં 21 દિવસ સુધી દૈનિક 1.5 GB ડેટા આપે છે. વોડાફોન આઈડિયા રૂ. 269ના પ્રિપેડ પ્લાનમાં 28 દિવસ સુધી દૈનિક 1 GB ડેટા આપે છે.
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) પાસે વોઈસ વાઉચર છે, જે અનલિમિટેડ કોલની સાથે દૈનિક 2GB ડેટા અને દૈનિક 100 SMSની સુવિધા આપે છે. BSNLના રૂ. 118ના પ્રિપેડ પ્લાનમાં દૈનિક 0.5 GB ડેટા અને અનલિમિટેડ કોલની સુવિધા તથા ફ્રી PRBT આપવામાં આવે છે. BSNLના રૂ. 247ના ટેરિફ વાઉચરમાં 50 GB હાઈ સ્પીડ ડેટા અને રૂ. 298ની કિંમતના ટેરિફ વાઉચરમાં દૈનિક 1 GB ડેટાની સુવિધા આપવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર