Airtel vs Jio plan: જાણો એરટેલ અને જિયોના વિવિધ પ્લાનની વેલિડિટી અને કિંમત, કઈ કંપનીનો પ્લાન પડશે સસ્તો?

જિયો Vs એરટેલ

Airtel vs Jio plans: 26 નવેમ્બરથી તમારી એરટેલની સેવાઓ ચાલુ રાખવા માટે તમારે વધુ કિંમત ચૂકવવી પડશે.

  • Share this:
મુંબઈ: તાજેતરમાં જ એરટેલ (Airtel) દ્વારા પોતાના પ્રિપેડ (prepaid) પ્લાનની કિંમતોમાં ફેરફાર કર્યો છે અને તેની કિંમતો 25 ટકા સુધી વધારી છે. કહેવામાં આવી રહ્યું છે કે પોતાનો રેવન્યૂ વધારી ભારતમાં 5G સર્વિસ રોલઆઉટ કરવા માટે એરટેલ દ્વારા આ પગલું ભરવામાં આવી રહ્યું છે. 26 નવેમ્બરથી તમારી એરટેલની સેવાઓ ચાલુ રાખવા માટે તમારે વધુ કિંમત ચૂકવવી પડશે. આ અંગે ભારતી એરટેલ (Bharti Airtel) તરફથી કહેવામાં આવ્યું છે કે, ભારતી એરટેલે હંમેશા આ વાતનો ખ્યાલ રાખ્યો છે કે એવરેજ રેવન્યૂ પર યૂઝર (Average Revenue Per User (ARPU)) રૂ. 200 અને વધુમાં વધુ રૂ. 300 સુધીનું રહે, જેથી હેલ્ધી બિઝનેસ મોડલને જાલવી રાખવા માટે કેપિટલ પર યોગ્ય રિટર્ન આપી શકાય.

એરટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યુ છે કે, ARPUનું હાલનું સ્તર નેટવર્ક અને સ્પેક્ટ્રમ માટે જરૂરી રોકાણમાં વધારો કરશે. જો આંવુ થાય છે તો આ વધારાને કારણે દેશમાં એરટેલ 5G રોલઆઉટ કરી શકશે.

તો આ તરફ એરટેલના પ્રતિસ્પર્ધી જિયો દ્વારા આ જ પ્લાન આપવામાં આવી રહ્યો છે, પરંતુ તેની કિંમતો એરટેલ કરતા ઓછી છે. તમારી બચતને વધારવા માટે આજે અહીં અમે એરટેલ અને જીયોના પ્લનની સરખામણી કરીશું.

Airtel vs Jio પ્રીપેઈડ પ્લાન:

1) એરટેલ તરફથી જાહેર કરવામાં આવેલા તેમના ટેરિફ પ્લાન મુજબ હાલ તેમનો રૂ. 298માં 2GB પ્રતિદિવસ આપતો પ્લાન 26 નવેમ્બરથી રૂ. 359નો થશે જેની વેલિડિટી 28 દિવસની રહેશે. બીજી તરફ જિયો દ્વારા આ પ્લાન રૂ. 249માં આપવામાં આવી રહ્યો છે, જેમાં 28 દિવસની વેલિડિટી અને 2GB ડેટા પ્રતિદિવસ મળે છે.

2) આ જ રીતે એરટેલનો 56 દિવસની વેલિડિટી ધરાવતો 1.5GB પ્રતિદિવસ આપતો રૂ. 399નો પ્લાન રૂ. 479નો થશે. જેની સામે જિયોનો પ્લાન રૂ. 444માં એ પણ 2GB પ્રતિદિવસ સાથે આપી રહ્યો છે.

3) 56 દિવસ માટે 2GB ડેટા પ્રતિદિવસ આપતો રૂ. 449નો એરટેલનો પ્લાન હવે રૂ. 549માં પડશે, જેની સામે જિયો રૂ. 599માં 2GB ડેટા પ્રતિદિવસ આપી રહ્યું છે.

4) 84 દિવસની વેલિડિટી ધરાવતું અને 2GB પ્રતિ દિવસ આપતો એરટેલનો રૂ. 698નો પ્લાન હવે રૂ. 839માં પડશે, જ્યારે જિયોનો રૂ. 888નો પ્લાન 84 દિવસ માટે 2GB ડેટા પ્રતિદિવસ આપી રહ્યું છે. જિયો આ પ્લાનમાં 5GB એડિશનલ ડેટા પણ આપી રહ્યું છે.

આ પણ વાંચો: એરટેલે પ્રિપેડ રિચાર્જ પ્લાનની કિંમતમાં કર્યો ધરખમ વધારો, જાણો હવે કયા પ્લાન માટે કેટલી કિંમત ચૂકવવી પડશે

5) 28 દિવસની વેલિડિટી ધરાવતો 1GB પ્રતિ દિવસનો રૂ. 219નો એરટેલ પ્લાન હવે રૂ. 265માં પડશે, જેની સામે જિયો રૂ. 149માં 24 દિવસની વેલિડિટી સાથે આ પ્લાન આપી રહ્યું છે.

6) આ સાથે જ સૌથી વધુ વપરાતો 1.5GB ડેટા પ્રતિદિવસનો પ્લાન રૂ. 249ને બદલે હવે રૂ. 265માં પડશે. જણાવી દઈએ કે જિયો દ્વારા આ પ્લાન રૂ. 199માં આપવામાં આવી રહ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published: