કૉલ આવવા પર હવે આટલા સેકન્ડ જ વાગશે ફોનની રિંગ

સામાન્ય રીતે કૉલ આવે ત્યારે ફોનની રિંગિંગનો સમયગાળો 40 થી 45 સેકન્ડનો હોય છે, પરંતુ હવે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

News18 Gujarati
Updated: October 2, 2019, 11:04 AM IST
કૉલ આવવા પર હવે આટલા સેકન્ડ જ વાગશે ફોનની રિંગ
સામાન્ય રીતે ફોનની રિંગિંગનો સમયગાળો 40 થી 45 સેકન્ડનો હોય છે.
News18 Gujarati
Updated: October 2, 2019, 11:04 AM IST
એરટેલ (Airtel) અને વોડાફોન-આઇડિયા (Vodafone-Idea)એ હવે તેમના નેટવર્કથી કૉલ રિંગ વાગવાનો સમય ઘટાડીને માત્ર 25 સેકન્ડ કરી દીધો છે. સામાન્ય રીતે કૉલ આવે ત્યારે ફોનની રિંગિંગનો સમયગાળો 40 થી 45 સેકન્ડનો હોય છે, પરંતુ હવે તે 25 સેકન્ડ કરવામાં આવ્યો છે. એરટેલ અને વોડાફોન આઇડિયા દ્વારા લેવામાં આવેલા આ પગલાનો ઉદ્દેશ્ય કૉલ ટાઇમ પર વસૂલવામાં આવતા ઇન્ટરકનેક્ટ યૂઝેસ ચાર્જિસ (IUC) ની કિંમત ઘટાડવાનો છે.

ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયા (ટ્રાઇ) એ સર્વસંમતિથી ઇન્ટરનેટ કનેક્ટ ચાર્જ અંગેના કોઈપણ સત્તાવાર નિર્ણય પર પહોંચતા પહેલા એકબીજા સાથે સખત સ્પર્ધામાં સામેલ ટેલિકૉમ કંપનીઓને સમાધાન પર પહોંચવા જણાવ્યું હતું.એક નેટવર્ક દ્વારા બીજા નેટવર્કમાં પ્રદાન કરવામાં આવતી સેવાઓ પર ઇન્ટરકનેક્ટ વપરાશ ચાર્જ ચૂકવવામાં આવે છે. આમાં જે નેટવર્ક દ્વારા કૉલ કરવામાં આવે છે તે કૉલ નેટવર્ક સુધી પહોંચતા પહેલા ફી ચૂકવે છે. અત્યારે તેનો દર પ્રતિ મિનિટ છ પૈસા છે. આ નિર્ણય અંગે માહિતી આપવા માટે એરટેલે 28 સપ્ટેમ્બરના રોજ ટ્રાઇને પત્ર મોકલ્યો છે. સૂત્રોએ માહિતી આપી કે વોડાફોન આઇડિયાએ પણ પસંદગીના વિસ્તારોમાં ફોનની રિંગિંગ અવધી ઘટાડવાનો નિર્ણય લીધો છે.આ પણ વાંચો: આ સર્વિસને Jio સિમ વગરના પણ કરી શકે છે ઉપયોગ
Loading...

14 ઑક્ટોબરે થશે ચર્ચા

ટ્રાઇ સાથે સંકળાયેલા સૂત્રોએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું હતું કે નિયામક 14 ઑક્ટોબરે 'વ્યક્તિના કૉલની રિંગ વાગવાની સમયમર્યાદા' મુદ્દે ખુલી ચર્ચા કરવાનું વિચારી રહ્યું છે. આ સિવાય આઈયુસી મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવશે. આ માટે ચર્ચા પેપર પહેલેથી જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

એરટેલે તેના પત્રમાં જણાવ્યું છે કે અમને લાગ્યું છે કે આનાથી ગ્રાહકોને મુશ્કેલી પડી શકે છે પરંતુ અમારી પાસે ટ્રાઇ તરફથી કોઈ સુચના વગર અને ઇન્ટરકનેક્ટ ચાર્જ ઘટાડ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી નથી. તેથી અમે અમારા નેટવર્ક પર ફોનની રિંગનો સમય ઘટાડવાનું નક્કી કર્યું છે.

વધશે Missed Callની સંખ્યા

એરટેલનું કહેવું છે કે ફોનની રિંગ્સનો સમય ઘટાડવાથી મિસ્ડ કૉલ્સની સંખ્યામાં વધારો થશે. આનાથી વ્યક્તિના કૉલ્સની સંખ્યામાં વધારો થશે અને મિસ્ડ કૉલ જોયા પછી કૉલ પણ કરશે. આ ગ્રાહકના અનુભવ સાથે નેટવર્કની ગુણવત્તા પર અસર કરશે.

ગયા મહિને આઈયુસીના મુદ્દા અંગે તમામ કંપનીઓનો વિવાદ નિયમનકાર સુધી પહોંચ્યો હતો. હકીકતમાં આઈયુસીને 1 જાન્યુઆરી, 2020 થી રદ કરવાની દરખાસ્ત છે. પરંતુ ટ્રાઇ હજી આ સમયમર્યાદાની સમીક્ષા કરી રહ્યું છે.

 
First published: October 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...