Jio, Airtel અને Viના આ પ્લાનમાં ફ્રી મળી રહ્યું છે Netflix અને Amazon Primeનું સબસ્ક્રિપ્શન!

Jio, Airtel અને Viના આ પ્લાનમાં ફ્રી મળી રહ્યું છે Netflix અને Amazon Primeનું સબસ્ક્રિપ્શન!
પ્રતિકાત્મક તસવીર

વોડાફોન-આઈડિયા પણ પોતાના પોસ્ટપેડ પ્લાન સાથે Netflix અને Amazon Primeનું ફ્રી સબસ્ક્રિપ્શન આપે છે.

  • Share this:
    આજકાલ વેબસીરીઝના ટ્રેંડમાં ઉછાળો આવ્યો છે. જેને જોતા ટેલિકોમ કંપનીઓ પોતાના પ્લાનમાં OTT પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપશન આપી રહી છે. જો તમે ફ્રીમાં નેટફ્લિક્સ (Netflix), એમેઝન પ્રાઈમ (Amazon Prime) અને ડિઝની પ્લસ હોટ સ્ટાર (Disney+ Hotstar)નું સબ્સ્ક્રિપશન લેવા માંગતા હોય તો અહીં અમે તમને સસ્તા પ્લાન વિશે જણાવીશું. રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા જેવી કંપનીઓ પોતાના રિચાર્જ પ્લાનમાં Disney+ Hotstar, Netflix અને Amazon Primeનું ફ્રીમાં સબસ્ક્રિપ્શન ઓફર કરે છે.

    રિલાયન્સ જિયોના ગ્રાહકોને Netflix, Amazon Prime અને Disney+ Hotstar ત્રણેય સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જિયો તેના 399 રૂપિયા, 599 રૂપિયા, 799 રૂપિયા, 899 રૂપિયા અને 1,499 રૂપિયાના પોસ્ટપેડ પ્લાનમાં Netflix, Amazon Primeનું ફ્રી સબસ્ક્રિપ્શન આપે છે. સાથે જ કંપનીના 401 રૂપિયા વાળા મંથલી અને 2599 વાળા વાર્ષિક પ્લાન સાથે એક વર્ષનું Disney+ Hotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.



    મળતી માહિતી મુજબ, વોડાફોન-આઈડિયા પણ પોતાના પોસ્ટપેડ પ્લાન સાથે Netflix અને Amazon Primeનું ફ્રી સબસ્ક્રિપ્શન આપે છે. આઈડિયા-વોડાફોન તેના 1099 રૂપિયાવાળા પોસ્ટપેડ પ્લાન સાથે ફ્રી Netflix અને Amazon Prime સબસ્ક્રિપ્શન આપી રહ્યું છે. સાથે જ Viના 401 રૂપિયા, 601 રૂપિયા, 501 રૂપિયા અને 801 રૂપિયાના રિચાર્જ પર ફ્રી Disney+ Hotstar સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે.

    એરટેલ પણ આપી રહ્યું છે મોટો ફાયદો

    એરટેલ તેના યુઝર્સને ફ્રી Disney+ Hotstar સબસ્ક્રિપ્શનનો લાભ આપી રહ્યું છે. મળતી માહિતી મુજબ, એરટેલ 401 રૂપિયાના રિચાર્જ પ્લાન સાથે ફ્રી Disney+ Hotstar અને 499 રૂપિયાવાળા પ્લાનમાં ફ્રી Amazon Prime સબસ્ક્રિપ્શન મળશે. ઉલ્લેખનીય છે કે એરટેલ તેના કોઈપણ પ્લાનમાં ફ્રી Netflix સબસ્ક્રિપ્શન નથી આપતું.
    Published by:News18 Gujarati
    First published:March 17, 2021, 16:53 pm

    ટૉપ ન્યૂઝ