Postpaid Plan ધરાવતા ગ્રાહકોના આવશે અચ્છે દિન, જાણો શું લાભ મળી શકે

News18 Gujarati
Updated: September 26, 2020, 8:13 AM IST
Postpaid Plan ધરાવતા ગ્રાહકોના આવશે અચ્છે દિન, જાણો શું લાભ મળી શકે
ટેરિફ વૉરમાં ગ્રાહકોને ફાયદો થશે.

પોસ્ટપેઇડ મોબાઇલ (Postpaid Mobile) કનેક્શન ધરાવતા ગ્રાહકોના અચ્છે દિન આવશે. Vodafone-Idea પણ ઝડપથી એક નવો ટેરિફ પ્લાન જાહેર કરી શકે છે. પોસ્ટપેઇડમાં ટેરિફ વૉરનો સીધો લાભ ગ્રાહકોનો મળશે.

  • Share this:
નવી દિલ્હી: પોસ્ટપેઇડ મોબાઇલ (Postpaid Mobile) કનેક્શન ધરાવનાર ગ્રાહકોના અચ્છે દિન આવનાર છે. રિલાયન્સ જિયોએ પોતાના પોસ્ટપેઇડ પ્લસ પ્લાનમાં નેટફ્લિક્સ જેવી OTT સેવા ફ્રીમાં આપી રાખી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે એરટેલ અને Vodafone-Idea પણ બહુ ઝડપથી નવા ટેરિફ પ્લાન જાહેર કરી શકે છે. પોસ્ટપેઇડમાં ટેરિફ વૉરનો સીધો લાભ ગ્રાહકોને મળશે. રિલાયન્સ જિયોનો ટેલીકૉમ સેક્ટરમાં પ્રવેશ ગ્રાહકો માટે ખૂબ જ લાભકારક રહ્યો છે. એક સમયે એક જીબી ઇન્ટરનેટ ડેટા માટે 250 રૂપિયા જેટલી કિંમત ચૂકવતા ગ્રાહકોને હવે ફક્ત આઠ કે 10 રૂપિયામાં ડેટા મળી રહ્યો છે.

Jioના પાંચ નવા પોસ્ટપેઇડ પ્લાન

Jioએ નવા પાંચ પોસ્ટપેઇડ પ્લાન બજારમાં મૂક્યા છે. જેમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, જિયો ટીવી જેવા OTT એપ્સનું સબ્સ્ક્રિપ્શન બિલકુલ ફ્રી મળશે. સાથે જ ગ્રાહકોને ઇન ફ્લાઇટ કનેક્ટિવિટી, ઇન્ટરનેશનલ રોમિંગ, અનલિમિટેડ વૉઇસ કૉલ અને 200 જીબી ડેટા રોલઓવર જેવી સુવિધા પણ મળશે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બીજી ટેલિકોમ કંપનીઓ પણ બહુ ઝડપથી આને મળતા પ્લાન બજારમાં લાવી શકે છે.

આ પણ વાંચો: લૉંચ થયો Jio Postpaid Plus પ્લાન! Netflix, Amazon Prime સાથે International કૉલિંગ પણ ફ્રી

એરટેલ-વોડાફોનના રસ્તા પ્લાન

હાલમાં એરટેલનો સૌથી સસ્તો પોસ્ટપેઇડ પ્લાન 499 રૂપિયાનો છે. જેમાં કંપની 70 જીબી ડેટા આપે છે. હાલ vodafone-ideaનો સૌથી સસ્તો પ્લાન 399 રૂપિયાનો છે. જેમાં કંપની ફક્ત 40 જીબી ડેટા આપે છે. જોકે, આ બંને કંપનીઓ નેટફ્લિક્સ કે પછી હૉટસ્ટાર જેવા સબ્સ્ક્રિપ્શન મફતમાં નથી આપી રહી. આ કંપનીઓ બહુ ઝડપથી નવા આકર્ષક પ્લાન બહાર પાડી શકે છે.આ પણ વાંચો: IPL 2020: ચેન્નઈ સુપરકિંગ્સ કેમ સતત બીજી મેચ હારી? જાણો પાંચ મોટા કારણ

દેશમાં પાંચ કરોડ પોસ્ટપેઇડ સિમકાર્ડ ધારક

ભારતમાં 100 કરોડમાંથી ફક્ત પાંચ કરોડ લોકો જ પોસ્ટપેઇડ સિમકાર્ડનો ઉપયોગ કરે છે. એટલે કે આ ગ્રાહકોની સંખ્યા ફક્ત પાંચ ટકા જ છે. પરંતુ પ્રિ-પેઇડની સરખામણીમાં પોસ્ટપેઇડની આવક ગ્રાહક દીઠ ત્રણ ગણી વધારે હોય છે. આ કારણે નાની સંખ્યા હોવા છતાં કંપની પોસ્ટપેઇડ ગ્રાહકોને સંપત્તિ માને છે. કંપનીઓ કોઈ પણ કાળે પોસ્ટપેઇડ ગ્રાહકને ગુમાવવા નથી માંગતી. આ કારણે પોસ્ટપેઇડ કનેક્શન પર કંપની અલગ અલગ લાભ આપતી રહી છે.
Published by: Vinod Zankhaliya
First published: September 26, 2020, 8:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading