Airtel ગ્રાહકોને મોટો ઝટકો, આજથી કૉલિંગ માટે આપવા પડશે વધારે પૈસા

News18 Gujarati
Updated: December 29, 2019, 2:56 PM IST
Airtel ગ્રાહકોને મોટો ઝટકો, આજથી કૉલિંગ માટે આપવા પડશે વધારે પૈસા
નવી કિંમત આજથી લાગુ કરવામાં આવી છે.

જાણો કોલ માટે એરટેલ ગ્રાહકોને કેટલા પૈસા ચૂકવવા પડશે..

  • Share this:
નવા વર્ષ પહેલા ભારતી એરટેલ (Bharti Airtel) ના ગ્રાહકોને ફોન કરવો મોંઘો થઈ ગયો છે. એરટેલે બીજી વખત તેના મોબાઇલ રેટ્સમાં વધારો કર્યો છે. કંપનીએ તેના તમામ બેઝ પેકની (airtel plan charges hike new base plan) કિંમત બદલી છે અને નવી કિંમત આજથી લાગુ કરવામાં આવી છે.

ખાસ કરીને મિનિમમ રિચાર્જ વિશે વાત કરીએ તો જો ગ્રાહકો નેટવર્કથી કનેક્ટ રહેવા માંગતા હોય તો ઓછામાં ઓછું 45 રૂપિયાનું રિચાર્જ કરવું પડશે. આ પ્લાનની માન્યતા 28 દિવસની છે. પહેલા ગ્રાહકોએ ઓછામાં ઓછું 35 રૂપિયાનું રિચાર્જ કરવું પડતુ હતું. એટલે કે હવે ગ્રાહકોને પહેલા કરતા 10 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

આ ઉપરાંત સબ-બેઝના કૉલ રેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેથી જો ગ્રાહકોએ કૉલ કરવો હોય તો તેમણે ઓછામાં ઓછા 1.50 રૂપિયા પ્રતિ મિનિટ ચૂકવવા પડશે. એટલે કે 2.5 પૈસા સેકન્ડ પ્રતિ સેકન્ડ ચૂકવવા પડશે. આ ઉપરાંત એરટેલે એસએમએસના દરોમાં પણ વધારો કર્યો છે. ગ્રાહકોએ હવે દરેક એસએમએસ માટે 1 રૂપિયા અને એસટીડી એસએમએસ માટે 1.50 રૂપિયા ચુકવવા પડશે.



આ પહેલા 4 ડિસેમ્બરે ટેલિકોમ કંપનીઓએ જાહેરાત કરી હતી અને તેમના ટેરિફ પ્લાનમાં 40% વધારો કર્યો હતો, અને આ બીજી વખત છે જ્યારે ભારતીય એરટેલે આ પ્લાનની કિંમતમાં વધારો કર્યો
First published: December 29, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading