આ સિવાય એરટેલના 79 રૂપિયાના પ્લાનમાં તમને 64 રૂપિયાનો ટોકટાઇમ મળશે અને આ સિવાય 200 એમબીનો ડેટા પણ મળશે. જેને વેલિડિટી પણ 28 દિવસની છે. આમ જો તમે એરટેલના 100 રૂપિયાથી ઓછાના પ્રીપેડ પ્લાન લેવાનું વિચારી રહ્યા હોવ તો આ ઉપરના પ્લાન તમને વેલિડિટી સાથે ડેટા અને અમુકમાં ટોકટાઇમની પણ સુવિધા આપે છે.
આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ લોકોલ અને એસટીડી કોલિંગ સાથે 75GB 3G / 4G ડેટા હશે. ગ્રાહકોને આ પ્લાનમાં 100 એસએમએસ મળશે.
દરેક ટેલિકોમ કંપની વચ્ચે સસ્તા પ્લાન અને મફત કૉલિંગ સુવિધાઓની ટક્કર થઇ રહી છે. અનેક કંપનીઓ તેમના પ્લાનમાં ફેરફાર કરી રહી છે, તો કેટલીક કંપનીઓ પ્લાન બંધ કરી રહી છે. વોડાફોન પછી, હવે એરટેલના પ્લાનને લઇને સમાચાર છે. એરટેલ પોસ્ટપેઇડના પ્લાનની શરુઆત 399 રૂપિયાથી થતી હતી, પરંતુ હવે શરૂઆત કિંમત 499 રૂપિયાથી થઇ ગઇ છે. ટેલીકોમટોકના રિપોર્ટ અનુસાર આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ લોકોલ અને એસટીડી કોલિંગ સાથે 75GB 3G / 4G ડેટા હશે. ગ્રાહકોને આ પ્લાનમાં 100 એસએમએસ મળશે.
આ પણ છે શ્રેષ્ઠ પ્લાન
આ ઉપરાંત એરટેલે તેના પોર્ટફોલિયોમાંથી રૂ. 649, રૂ .1,199 અને રૂ. 2,999 ની યોજનાઓ દૂર કરી દીધી છે. આ યોજનાઓની જગ્યાએ કંપનીએ 749 રૂપિયાનો પોસ્ટપેઇડ પ્લાન પોસ્ટ કર્યો છે. આમા ગ્રાહકોને અમર્યાદિત કોલિંગ, રોલઓવર સાથે દર મહિને 125 જીબી ડેટા અને દરરોજ 100 એસએમએસ મળશે. એરટેલની આગામી યોજના વિશે વાત કરીએ તો આ યોજના રૂ .999ની પોસ્ટપેઇડ યોજના છે. કુલ 5 કનેક્શન હશે, જેમાંથી 4 રેગ્યુલર અને 1 ડેટા ઍડ-ઑન હશે. આ પ્લાનમાં કુલ 150GB ડેટા, અમર્યાદિત કૉલિંગ અને એરટેલ થેંક્સ લાભ પણ મળશે.
વોડાફોને તેના ગ્રાહકોને આકર્ષિત કરવા માટે એક મોટી ઓફર કરી છે, જેમાં પોસ્ટપેઇડ યૂઝર્સોને 20,498 રૂપિયાના ફાયદા સાથે અન્ય ફાયદા થશે. આ ઓફર પોસ્ટપેઇડ ગ્રાહકો માટે રજૂ કરવામાં આવી છે. આ લાભો ઉપરાંત તમને નેટફિક્સ, એમેઝોન પ્રાઇમ સહિત અનેક ફાયદા મળશે.
બેઝિક પ્લાનનો ફાયદો
વોડાફોન રેડ પોસ્ટપેઇડ પ્લાન અને બેનિફિટ વોડાફોન રેડ પોર્ટફોલિયોના પ્લાન 399 રુપિયાનો છે. આમા યૂઝર્સઓને રૂ. 1498નો લાભ મળે છે. આ ઓફરમાં, કંપની દર મહિને 40 જીબી ડેટા અને અમર્યાદિત કૉલિંગ ઓફર કરી રહી છે. એક મહિનામાં આટલો ડેટા ઓફર કરનાર આ પહેલી કંપની છે. યૂઝર્સ મેક્સિમમ 200 જીબી ડેટા રોલઓવર કરી શકે છે. આ પ્લાનમાં યૂઝર્સોને 12 મહિના માટે વોડાફોન પ્લેનો ફાયદો થશે. ઉપરાંત 12 મહિના માટે 999 રુપિયાનું એમેઝોન પ્રાઇમ મળી રહ્યું છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર