Airtel 3Gનો ઉપયોગ નહીં કરી શકે યૂઝર્સ, કંપની સમગ્ર દેશમાં બંધ કરી રહી છે આ સર્વિસ!

અગ્રણી ટેલિકોમ કંપની ભારતી એરટેલ આવતા વર્ષે માર્ચ સુધીમાં 3 જી નેટવર્ક સંપૂર્ણપણે બંધ કરી શકે છે.

News18 Gujarati
Updated: August 3, 2019, 9:56 AM IST
Airtel 3Gનો ઉપયોગ નહીં કરી શકે યૂઝર્સ, કંપની સમગ્ર દેશમાં બંધ કરી રહી છે આ સર્વિસ!
અગ્રણી ટેલિકોમ કંપની ભારતી એરટેલ આવતા વર્ષે માર્ચ સુધીમાં 3 જી નેટવર્ક સંપૂર્ણપણે બંધ કરી શકે છે.
News18 Gujarati
Updated: August 3, 2019, 9:56 AM IST
એરટેલના ગ્રાહકો માટે ખરાબ સમાચાર છે. અગ્રણી ટેલિકોમ કંપની ભારતી એરટેલ આગામી વર્ષના માર્ચ સુધીમાં 3 જી નેટવર્ક સેવા સંપૂર્ણપણે બંધ કરી શકે છે. કંપનીએ કહ્યું કે તેની શરૂઆત કોલકાતા સેવા ક્ષેત્રથી પહેલા જ થઈ ચૂકી છે. કંપનીએ શુક્રવારે કહ્યું હતું કે યૂઝર્સની દરરોજ સરેરાશ આવક પર નજર રાખી રહી છે, ઉદ્યોગને ટકાઉ રાખવા માટે લાંબા ગાળે ફીમાં વધારો કરવાની જરૂર છે.

ભારતી એરટેલના સીઈઓ (ભારત અને દક્ષિણ એશિયા) ગોપાલ વિટ્ટલે કહ્યું છે કે તાજેતરમાં પૂરા થયેલા જૂન ક્વાર્ટરમાં કોલકાતામાં 3જી નેટવર્ક બંધ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ સપ્ટેમ્બર સુધીમાં અન્ય 6-7 વિસ્તારોમાં બંધ કરવામાં આવશે અને ડિસેમ્બર અને માર્ચની વચ્ચે સમગ્ર 3 જી નેટવર્ક બંધ થઈ જશે.

વિટ્ટલે કહ્યું, જ્યારે કોઈ 2જી થી 4જી આવે છે, ત્યારે આપણે તેને અપગ્રેડ તરીકે જોઇએ છીએ. જ્યાં સુધી સ્પેક્ટ્રમની વાત છે, એપ્રિલ 2020 સુધી અમારી પાસે ફક્ત 2 જી અથવા 4 જી છે. આ માટે 4જી સ્પેક્ટ્રમ પર આવશે. સ્પેક્ટ્રમનો નાનો ભાગ 2 જી માટે રહેશે. આ ઉપરાંત 4 જી પર હશે.

આ પણ વાંચો: WhatsApp વાયરલ થઇ રહેલા આ મેસેજ પર બિલકુલ ન કરો વિશ્વાસ

કંપનીએ એમ પણ કહ્યું હતું કે તે ફાઇબર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વેચાણ દ્વારા પૈસા એકત્ર કરવાની શક્યતાઓનું સતત મૂલ્યાંકન કરી રહ્યું છે.

કોલકાતા વિશે વાત કરીએ તો દૈનિક જાગરણમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, કોલકાતા શહેરમાં 3 જી બંધ થયા પછી, યુઝર્સને એલ 900 ટેકનોલોજી સાથે હાઇ સ્પીડ 4 જી સેવા મળશે. આ એક ટેકનીક છે જ્યાં યૂઝર્સોને ભીડની જગ્યાઓ, ભોંયરાઓ, બજારો, ઓફિસો અને મોલ્સમાં શ્રેષ્ઠ નેટવર્કનો અનુભવ થશે અને કોલ ડ્રોપ જેવી સમસ્યાઓથી પણ મુક્તિ મળશે.
First published: August 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...