Home /News /tech /

Airtel plan: એરટેલના 699 રૂપિયાના પ્લાનમાં દરરોજ મળશે 3GB ડેટા અને Amazon Prime મેમ્બરશિપ, જાણો અન્ય કંપનીઓના પ્લાન્સ

Airtel plan: એરટેલના 699 રૂપિયાના પ્લાનમાં દરરોજ મળશે 3GB ડેટા અને Amazon Prime મેમ્બરશિપ, જાણો અન્ય કંપનીઓના પ્લાન્સ

એરટેલ રિચાર્જ પ્લાન

Airtel Rs 699 prepaid plan: એરટેલના 699 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સ 56 દિવસ સુધી અમેઝોન પ્રાઇમ મેમ્બરશીપનો લાભ લઈ શકે છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 3GB ઇન્ટરનેટ ડેટા મળે છે.

    મુંબઈ: નવેમ્બરના અંતમાં ટેલીકોમ ઓપરેટર કંપની ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન-આઇડિયા (Airtel, Jio and Vi tariff hike) તરફથી પ્રીપેડ ટેરિફમાં વધારો કરવામાં આવ્યો હતો. એરટેલ તરફથી 349 રૂપિયાના પ્લાનમાં અમેઝોન પ્રાઇમ મેમ્બરશીપ (Amazon prime membership)નો લાભ આપવામાં આવતો હતો. હવે આ પ્લાનમાં પણ વધારો થયો છે. જોકે, એરટેલ એકમાત્ર એવી કંપની છે જે પ્રીપેડ પ્લાન (Airtel prepaid plan)માં પણ અમેઝોન પ્રાઇમ મેમ્બરશીપનો લાભ આપે છે.

    એરટેલના 699 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સ 56 દિવસ સુધી અમેઝોન પ્રાઇમ મેમ્બરશીપનો લાભ લઈ શકે છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 3GB ઇન્ટરનેટ ડેટા મળે છે. આ ઉપરાંત અનલિમિટેડ કૉલિંગ (Unlimited calling) અને દરરોજ 100 ફ્રી એસએમએસ મળે છે. આ પ્લાનના અન્ય લાભમાં Apollo 24 | 7 સર્કલ, ફ્રી ઓનલાઇન કોર્ષિસ, ફાસ્ટટેગ પર 100 રૂપિયા કેશબેક, ફ્રી હેલ્લો ટ્યૂન્સ અને ફ્રી Wynk Music સામેલ છે.

    પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશનનો લાભ

    એરટેલ 155 રૂપિયાથી શરૂ થતાં તેના દરેક પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં અમેઝોન પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશનનો લાભ આપે છે. જોકે, 599 અને 699 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં હવે ખાસ લાભ આપવામાં આવી રહ્યો છે. 599 રૂપિયાના પ્લાનમાં હવે કંપની તરફથી Disney+ Hotstar મોબાઇલ સબ્સક્રિપ્શનનો લાભ મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે. આ પ્લાનમા અનલિમિટેડ કૉલિંગ તેમજ દરરોજ 3GB ઇન્ટરનેટ ડેટા આપવામાં આવે છે.

    BSNLનો પ્લાન

    બીએસએનએલના 699 રૂપિયાના પ્લાનમાં તમને 180 દિવસ માટે દરરોજ 0.50GB ઇન્ટરનેટ ડેટા મળે છે. 0.5GB ડેટાના વપરાશ બાદ સ્પીડ ઘટાડીને 80 Kbps કરી દેવામાં આવે છે. આ ઉપરાંત આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ પ્રાપ્ત થાય છે.

    Jioનો પ્લાન

    રિલાયન્સ જિયોના 666 રૂપિયાના પ્લાનમાં તમને 84 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં તમને દરરોજ 1.5GB ડેટા મળે છે. આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMS મળે છે. સાથે જ અનલિમિટેડ કૉલિંગ અને Jio એપ્સ એક્સેસ મળે છે. જિયો તરફથી 719 રૂપિયાનો એક પ્લાન પણ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં તમને 84 દિવસની વેલિડિટી મળશે. આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા અને અનલિમિટેડ કૉલિંગ તેમજ 100 ફ્રી એસએમએસ મળશે. સાથે જ જિયો એપ્સનો એક્સેસ મળશે.

    આ પણ વાંચો: Amazon પ્રાઇમના યૂઝર્સને મોટો ઝટકો, 50% મોંઘી થશે પ્રાઇમ મેમ્બરશીપ

    વોડાફોનનો પ્લાન

    વોડાફોન-આઈડિયા 701 રૂપિયામાં દરરોજ 3GB ડેટા આપે છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસ છે. આ પ્લાનમાં યૂઝરને દરરોજ 100 ફ્રી એસએમએસ મળે છે. આ પ્લાનમા યૂઝરને Disney+ Hotstar મોબાઇલ સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાનમાં યૂઝરને Binge all night, વીકેન્ડ રોલઓવર ડેટાનો લાભ પણ મળે છે. આ ઉપરાંત Vi movies અને TV તેમેજ Data Delights પણ મળે છે. વોડાફોન આઇડિયા તેના તમામ પ્લાન સાથે Vi movies અને TV benefit આપે છે.

    આ પણ વાંચો:  Reliance Jio: જિયોએ લૉંચ કર્યો શાનદાર રિચાર્જ પ્લાન, 119 રૂપિયામાં દરરોજ મળશે 1.5GB ડેટા

    વોડાફોન આઇડિયાના રૂ. 501, રૂ. 601 અને 901 રૂપિયાના પ્લાનમાં Disney+ Hotstar લાભ મળે છે. Rs 501 અને Rs 901 પ્રિપેડ પ્લાનમાં દરરોજ 3GB ડેટા અને અનલિમિટેડ કૉલિંગ તેમજ દરરોજ 100 ફ્રી SMSનો લાભ મળે છે. Rs 601 રૂપિયાના પ્રિપેડ પ્લાનમાં 56 દિવસ માટે 75GB ડેટાનો લાભ મળે છે. આ પ્લાન્સમાં 1 વર્ષ સુધી Disney+ Hotstarનો લાભ મળે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Airtel, Bsnl, Jio, Prepaid, Vodafone, અમેઝોન

    આગામી સમાચાર