Home /News /tech /Airtel ગ્રાહકો માટે મહત્વના સમાચાર! કંપનીના 4 પ્લાનમાં થયા મોટા ફેરફાર, અહીં જુઓ પૂરી લિસ્ટ

Airtel ગ્રાહકો માટે મહત્વના સમાચાર! કંપનીના 4 પ્લાનમાં થયા મોટા ફેરફાર, અહીં જુઓ પૂરી લિસ્ટ

એરટેલે ફ્રી એમેઝોન પ્રાઇમ વિડિયો મેમ્બરશિપ સાથે તેના 4 પ્લાનમાં મોટો ફેરફાર કર્યો છે.

Airtel Revised Postpaid Plans: ભારતી એરટેલે (Bharti Airtel) ફ્રી એમેઝોન પ્રાઇમ વિડિયો (Amazon Prime Video) મેમ્બરશિપ સાથે તેના 4 પ્લાનમાં મોટો ફેરફાર કર્યો છે. એરટેલ ફ્રી મેમ્બરશિપને તેના 4 પોસ્ટપેડ પ્લાન અને કેટલાક પ્રીપેડ પ્લાન્સ સાથે ઓફર કરે છે, પરંતુ કંપનીએ હાલ માત્ર તેના પોસ્ટપેડ પ્લાનમાં ફેરફાર કર્યા છે.

વધુ જુઓ ...
Airtel Revised Postpaid Plans: ભારતી એરટેલે ફ્રી એમેઝોન પ્રાઇમ વિડિયો મેમ્બરશિપ સાથે તેના 4 પ્લાનમાં મોટો ફેરફાર કર્યો છે. એરટેલના 4 પોસ્ટપેડ પ્લાન એમેઝોન પ્રાઇમ વિડિયોનું મફત સબ્સ્ક્રિપ્શન ઓફર કરે છે. અગાઉ આ પ્લાન્સમાં 499 રૂપિયા, 999 રૂપિયા, 1199 રૂપિયા અને 1599 રૂપિયાનો સમાવેશ થતો હતો. આ પ્લાન્સમાં ગ્રાહકોને 1 વર્ષનું સબસ્ક્રિપ્શન આપવામાં આવતું હતું, પરંતુ હવે સબસ્ક્રિપ્શનની વેલિડિટી ઘટાડી દેવામાં આવી છે, અને તેને 1 વર્ષથી ઘટાડીને માત્ર 6 મહિના કરી દેવામાં આવી છે.

જો કે, ડેટા અને કોલિંગને લઈને પ્લાનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જણાવી દઈએ કે આ 4 પ્લાન Disney+ Hotsarનું એક વર્ષનું સબસ્ક્રિપ્શન પણ આપે છે. ચાલો જાણીએ કે આ 4 પોસ્ટપેડ પ્લાનમાં કયા કયા બેનિફિટ્સ મળે છે.

Airtel 399 રૂપિયાનો પ્લાન: આ પ્લાનમાં ગ્રાહકોને 40GB મન્થલી ડેટા મળે છે, જે 200 GB સુધીના રોલઓવર સાથે આવે છે. ગ્રાહકોને તેમાં ફ્રી અનલિમિટેડ કોલિંગ સાથે ડેઇલી 100 SMS આપવામાં આવે છે, અને તે પછી SMS ચાર્જ પ્રતિ મેસેજ 10p થઈ જાય છે. આમાં ગ્રાહકોને 1 વર્ષ માટે Wynk અને Shaw એકેડમીનું ફ્રી એક્સેસ આપવામાં આવશે.

આ પણ વાંચો: WhatsApp યુઝર્સ માટે ખુશખબરી! જલ્દી આવી રહ્યું છે Last Seenથી જોડાયેલું આ મહત્વનું ફીચર

Airtelનો 499 રૂપિયાનો પ્લાન: આ પ્લાનમાં ગ્રાહકોને 75GB મન્થલી ડેટા મળે છે, જે 200 GB સુધીના રોલઓવર સાથે આવે છે. તેમાં દરરોજ 100 SMSની સુવિધા આપવામાં આવે છે, અને ગ્રાહકોને આ પ્લાન સાથે 6 મહિના માટે Amazon Prime અને 1 વર્ષ માટે Disney + Hotstar મોબાઈલ આપવામાં આવે છે. એટલું જ નહીં, તેમાં Shaw Academyનું લાઇફટાઈમ એક્સેસ અને Wynk પ્રીમિયમ મળે છે. આ ઉપરાંત તેમાં અનલિમિટેડ કોલિંગનો ફાયદો પણ આપવામાં આવ્યો છે.

Airtel 999 રૂપિયાનો પ્લાન: આ પ્લાનમાં ગ્રાહકોને 100GB માસિક ડેટા મળે છે, જે 200 GB સુધીના રોલઓવર સાથે આવે છે. તેમાં પણ 6 મહિના માટે Amazon Prime અને 1 વર્ષ માટે Disney + Hotstar મોબાઈલ આપવામાં આવે છે. આ પ્લાન સાથે યુઝર્સને ફેમિલી મેમ્બર્સ માટે બે ફ્રી એડ ઓન રેગ્યુલર વોઇસ કનેક્શન આપવામાં આવે છે.

આ પણ વાંચો: ટેલિકોમ કંપનીને યુઝરનો મોબાઇલ નંબર બ્લોક કરવાનું ભારે પડ્યું, હવે ભરવો પડશે 50 હજાર રૂપિયાનો દંડ!

Airtel 1199 રૂપિયાનો પ્લાન: આ પ્લાનમાં ગ્રાહકોને મન્થલી ડેટા મળે છે, જે 200 GB સુધીના રોલઓવર સાથે આવે છે. તેમાં 6 મહિના માટે Amazon Prime અને 1 વર્ષ માટે Disney + Hotstar મોબાઈલ આપવામાં આવે છે. તેમાં ગ્રાહકોને ફ્રી કોલિંગ મળે છે.

Airtelનો 1599 રૂપિયાનો પ્લાનઃ ગ્રાહકોને તેમાં અનલિમિટેડ કોલિંગ મળે છે. આ પ્લાનમાં ગ્રાહકોને 250GB મન્થલી ડેટા મળે છે, જે 200GB સુધીના રોલઓવર સાથે આવે છે. આમાં પણ 6 મહિના માટે Amazon Prime અને 1 વર્ષ માટે Disney + Hotstar મોબાઈલ આપવામાં આવે છે. આમાં ગ્રાહકોને ફ્રી કોલિંગ મળે છે. આ પ્લાન સાથે યુઝર્સને ફેમિલી મેમ્બર્સ માટે બે ફ્રી એડ ઓન 3 રેગ્યુલર વોઇસ કનેક્શન આપવામાં આવે છે.
First published:

Tags: Airtel, Amazon Prime Video, Bharti Airtel Ltd, Gujarati tech news, Mobile and Technology, Postpaid plans

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો