Home /News /tech /

Airtel offer: એરટેલનો ધડાકો, પ્રસિદ્ધ રિચાર્જ પર મળશે 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે

Airtel offer: એરટેલનો ધડાકો, પ્રસિદ્ધ રિચાર્જ પર મળશે 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે

એરટેલ પ્રિપેડ રિચાર્જ પ્લાન

Airtel prepaid recharge offer: એરટેલ તરફથી પોતાના અમુક પ્રીપેડ રિચાર્જ પ્લાન માટે ખાસ ઑફર શરૂ કરવામાં આવી છે. કંપની પોતાના અમુક રિચાર્જ પ્લાનમાં ડિસ્કાઉન્ટની સાથે સાથે વધારાનો ઇન્ટરનેટ ડેટા પણ ઑફર કરી રહી છે. તો એરટેલની ઑફર વિશે વધુ માહિતી મેળવીએ.

વધુ જુઓ ...
    મુંબઈ. Airtel Prepaid recharge: ટેલીકૉમ કંપનીઓએ પ્રીપેડ રિચાર્જ પ્લાન (Prepaid recharge plans)માં વધારો કર્યાને એક મહિનાનો સમય થઈ ગયો છે. આવા સમયે ભાવ વધારાથી પરેશાન ગ્રાહકો (Prepaid Users) માટે ડિસ્કાઉન્ટ કૂપન આશીર્વાદ સમાન છે. એરટેલ તરફથી પોતાના અમુક પ્રીપેડ રિચાર્જ પ્લાન માટે ખાસ ઑફર શરૂ કરવામાં આવી છે. કંપની પોતાના અમુક રિચાર્જ પ્લાનમાં ડિસ્કાઉન્ટ (Discount)ની સાથે સાથે વધારાનો ઇન્ટરનેટ ડેટા (Date offer) પણ ઑફર કરી રહી છે. તો એરટેલની ઑફર વિશે વધુ માહિતી મેળવીએ.

    કંપની પોતાના ગ્રાહકોને અમુક પ્રીપેડ પ્લાન પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જોકે, આ ડિસ્કાઉન્ટનો લાભ તમે ત્યારે જ ઉઠાવી શકશો જો તમે એરટેલ થેન્ક્સ એપના યૂઝર હો. આ ઉપરાંત કંપની થેન્ક્સ એપ મારફતે પ્લાનને સબ્સક્રાઇબ કરવા પર યૂઝર્સને એક્સ્ટ્રા ડેટા કૂપન પણ આપી રહી છે.

    Rs 359 ઑફર

    હવે એરટેલના 359 રૂપિયાના પ્લાન વિશે વાત કરીએ. આ પ્લાનને બેઝિક પ્લાન કહી શકાય. આ પ્લાનમાં કંપની તમને દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને 100 SMS આપે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. જો તમે એરટેલની થેન્ક્સ એપ મારફતે લો છો તો તમને ફક્ત 309 રૂપિયામાં મળે છે. આ સાથે જ 2GB વધારાનો ડેટા પણ મળે છે. આ ડેટાને તમે ક્યારેય પણ રિડીમ કરી શકો છો.

    Rs 599 રિચાર્જ પ્લાન

    કંપની 599 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં તમને દરરોજ 3GB ડેટા, અમલિમિડેટ કૉલિંગ અને 100 SMS આપે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાન સાથે તમને ડિઝની+હોટસ્ટારનું મોબાઇલ સબ્સક્રિપ્શન પણ મળે છે. એરટેલની થેન્ક્સ એપ મારફતે આ પ્લાન લેવા બદલ તમને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત યૂઝર્સને 4GB વધારાનો ઇન્ટરનેટ ડેટા પણ મળશે.

    Rs 549 રૂપિયાનો પ્લાન

    આ ઉપરાંત કંપનીનો અન્ય 549 રૂપિયાનો પણ એક પ્લાન છે. આ પ્લાનમાં તમને 56 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં તમને દરરોજ 2GB ડેટા મળશે. આ ઉપરાંત અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 SMSનો લાભ પણ મળશે.

    આ પણ વાંચો:  એરટેલે લૉંચ કર્યો રૂ. 666નો પ્રિપેડ રિચાર્જ પ્લાન, મળશે 77 દિવસની વેલિડિટી

    પ્રીપેડ ટેરીફમાં વધારો

    ઉલ્લેખનીય છે કે એરટેલ તરફથી એક મહિના પહેલા પ્રીપેડ રિચાર્જના ટેરીફમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદમાં વર્તમાન પ્રીપેડ પ્લાનની કિંમત 25થી 30% જેટલી વધી ગઈ છે. જે બાદમાં અન્ય ટેલીકોમ કંપનીઓએ પણ ટેરીફમાં વધારો કર્યો હતો. ભાવ વધારાની સીધી અસર ગ્રાહકો પર પડી છે. બીજી તરફ યૂઝર્સને જાળવી રાખવા માટે ટેરીફ વધાર્યા બાદ ટેલીકોમ કંપનીઓએ અવનવી ઑફર આપવાની શરૂઆત કરી છે. નવાં નવાં ટેરીફ પ્લાન પણ શરૂ કર્યાં છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Airtel, Jio, Prepaid, Recharge, Vodafone

    આગામી સમાચાર