ટેલિકોમ કંપનીઓ વચ્ચે સસ્તા પ્લાનને લઇને સતત ટક્કર ચાલું છે. કંપનીઓ છાસવારે યુઝર્સને સસ્તા પ્લાન આપી રહી છે. આ રેસમાં એરટેલે એક નવો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં એટરેલના પ્રીપેડ યુઝર્સને 140 જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 70 દિવસની રહેશે. ગ્રાહકને પ્રતિદિન 2જીબી ડેટા મળશે. આ ઉપરાંત ગ્રાહકને અનિમિટેડ લોકલ અને એસટીડી અને રોમિંગ વોઇસ કોલ મળશે. આ ઉપરાંત ગ્રાહકો દરરોજ 100 લોકલ અને નેશનલ એસએમએસ પણ કરી શકશે. આ સાથે એરટેલના ગ્રાહકોને એરટેલ એપ્સ પર ફ્રી સબ્સક્રિપ્શન મલશે. જે પ્લાનની વેલિડિટી ડેટ સુધી ઉપયોગમાં લઇ શકાશે.
ઉલ્લેખનયી છે કે, આ પહેલા એરટેલે પોતાના પ્રિપેડ ગ્રાહકો માટે 448 રૂપિયાનો ટેરિફ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન 82 દિવસની વેલિડિટી સાથે આવ્યો છે. જેમાં ગ્રાહકોને 82 દિવસ માટે દરરોજ 1.4 જીબી ડેટા મળી રહ્યો છે. આ ઉપરાંત અનલિમિટેડ કોલિંગ જેમાં લોકલ અને એસટીડી અને રોમિંગ વોઇસ કોલનો સમાવેશ થાય છે. સાથે સાથે 100 એસએમએસ પ્રતિ દિવસ ફ્રી પણ મળે છે. કંપની આ ઉપરાંત તાજેતરમાં પોતાના રૂ.199ના પ્લાન માટે એફયુપી લિમિટને પણ રિવાઇઝ કરી છે. એક દિવસમાં 3 જીબી ડેટા પુરા થયા પછી સ્પીડ 128Kbpsની થઇ જાય છે.
બીજી કંપનીઓની વાત કરીએ તો બીએસએનએલ પોતાના ગ્રાહકોને 'data tsunami'ના નામે નવો પ્લાન ઓફર કર્યો છે. કંપનીએ આ પ્લાનની કિંમત માત્ર રૂ.98 રાખી છે. આ પ્લાનમાં ગ્રાહકને પ્રતિ દિન 1.5 જીબી ડેટા મળે છે. જાણકારી પ્રમાણે કંપનીને આ પ્લાનમાં 17 મેના દિવસે ઉજવાયેલા વર્લ્ડ ટેલિકોમ ડેના દિવસે રજૂ કર્યો છે. પ્લાનમાં બીએસએનએલ યુઝર્સ ને રૂ.98માં પ્રતિ દિવસ 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રાખવામાં આવી છે. આ પ્લાનનો ફાયદો માત્ર બિએસએનએલના પ્રિપેડ ગ્રાહકો જ લઇ શકશે.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર