ફ્રીમાં મળી રહી છે Amazon Prime મેમ્બરશિપ, જુઓ અનલિમિટેડ ફિલ્મ-ટીવી શો

News18 Gujarati
Updated: January 13, 2018, 11:57 AM IST
ફ્રીમાં મળી રહી છે Amazon Prime મેમ્બરશિપ, જુઓ અનલિમિટેડ ફિલ્મ-ટીવી શો
યૂજર્સે એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે પરથી એરટેલ ટીવી એપ ડાઉનલોડ કરવી પડશે....

યૂજર્સે એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે પરથી એરટેલ ટીવી એપ ડાઉનલોડ કરવી પડશે....

  • Share this:
એયરટેલ યૂઝર્સ હવે ફ્રીમાં એમેજોન પ્રાઈમ મેંબર બની શકે છે. જીહાં, ટેલિકોમ કંપની ભારતીય એરટેલે ઈ-કોમર્સ કંપની સાથે હાથ મિલાવ્યા છે. આ સાથે એરટેલ એક વર્ષ માટે એમેજોન પ્રામ મેમ્બર શિપ પોતાના યૂજર્સને ફ્રીમાં આપી રહી છે.

કયા પ્લાન પર છે ઓફર
આ ઓફર માત્ર ઈફિનીટી પ્લાન પર મળી રહી છે, જેની રેંજમાં રૂ. 499, રૂ. 799 અને રૂ. 1999નો પ્લાન શામેલ છે.

આવી રીતે મળશે ઓફર
- એરટેલ યૂજર્સે એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે પરથી એરટેલ ટીવી એપ ડાઉનલોડ કરવી પડશે.
- દાઉનલોડ કર્યા બાદ તમારે તેમાં તમારો પોસ્ટપેડ મોબાઈલ નંબર રજિસ્ટર કરવાનો રહેશે- ત્યારબાદ એપમાં એક પેજ જોવા મળશે, જે યૂજર્સને પ્રાઈમ વીડિયો સાથે જોડવાનું કહેશે.
- આની પર ક્લિક કરતા તમારી સામે લોગ ઈનની સ્ક્રિન આવશે.
- અહીંથી તમે અમેજોન પ્રાઈમ મેમ્બરશિપ માટે સાઈન અપ કરી શકશો.

શું છે પ્રાઈમ મેમ્બર થવાનો ફાયદો
અમેજોન પ્રાઈમ મેમ્બરશિપ હાલમાં રૂ. 999માં એક વર્ષ માટે મળે છે, જેના દ્વારા યૂજર્સને ફ્રી અને ફાસ્ટ ડિલેવરી મળે છે. આ સાથે-સાથે પ્રાઈમ યૂજર્સને અમેજોન પ્રાઈમ વીડિયો પર રહેલ ટીવી શો, ફિલ્મનો અનલિમિટેડ એક્સેસ મળે છે.

આ સાથે અમેજોન ટુંક સમયમાં ભારતમાં પ્રાઈમ મ્યુઝિક સર્વિસ પણ શરૂ કરશે, જેમાં એડ ફ્રી મ્યુઝિક ઓન ડિમાન્ડ મળશે.

 
First published: January 13, 2018, 11:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading