Home /News /tech /

રિચાર્જ પ્લાનમાં ભાવ વધારા બાદ હવે Airtel કંપનીએ ગ્રાહકોને આપી ભેટ, રિચાર્જ પર મળશે 4GB ફ્રી ડેટા- જાણો સ્કીમ

રિચાર્જ પ્લાનમાં ભાવ વધારા બાદ હવે Airtel કંપનીએ ગ્રાહકોને આપી ભેટ, રિચાર્જ પર મળશે 4GB ફ્રી ડેટા- જાણો સ્કીમ

એરટેલ પ્રિપેડ રિચાર્જ પ્લાન

Airtel free data offer: એરટેલ તરફથી 699 રૂપિયા, 479 રૂપિયા અને 549 રૂપિયાના પ્રીપેડ પેક સાથે 4GB ડેટા આપવામાં આવી રહ્યો છે.

    મુંબઈ: ભારતી એરટેલ (Bharti Airtel)ના ગ્રાહકો માટે સારા સમાચાર છે. કંપની અમુક પ્લાન સાથે 4GB ડેટાની ફ્રી કૂપન (Free data coupon) આપી રહી છે. આ આ કૂપન ત્રણ રિચાર્જ (Prepaid recharge plan) પ્લાન સાથે આવે છે. કંપનીએ તાજેતરમાં જ પોતાના રિચાર્જ પ્લાન (Airtel recharge plans)ની કિંમતમાં વધારો કર્યો છે. જે બાદમાં હવે કંપની તરફથી નવા ડેટા કૂપન રજૂ કરવામાં આવ્યા છે. એરટેલ તરફથી 699 રૂપિયા, 479 રૂપિયા અને 549 રૂપિયાના પ્રીપેડ પેક સાથે 4GB ડેટા આપવામાં આવી રહ્યો છે. જ્યારે 350 રૂપિયાના રિચાર્જ પ્લાન સાથે 2GB ફ્રી ડેટા કૂપન આપવામાં આવી રહી છે.

    એરટેલ એપ માટે વિશેષ કૂપન

    આ કૂપન તમને એરટેલની ઑફિશિયલ વેબસાઇટ પર નહીં જોવા મળે, આ કૂપન ફક્ત વિશેષરૂપે એરટેલ એપ યૂઝર્સ માટે લૉંચ કરવામાં આવી છે. જો તમે એપનો ઉપયોગ કરો છો તો તમારે રિચાર્જ સેક્શનમાં જવાનું રહેશે. અને "All Packs" પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમને અમુક પ્રીપેડ પ્લાન ડેટા કૂપન સાથે જોવા મળશે. આ ડેટા પ્લાન્સ પર એક નજર કરીએ.

    ત્રણ પ્લાન સાથે મળે છે 4GB ડેટા કૂપન

    એરટેલના 479 રૂપિયાવાળા પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં 4GB ફ્રી ડેટા કૂપન મળે છે. આ પ્લાનમાં તમને દરરોજ 100 SMS અને સાથે જ તમામ નેટવર્ક પર ફ્રી વૉઇસ કૉલ મળે છે. આ પ્લાનની મુદ્દત 56 દિવસની છે. આ પ્લાનમાં તમને દરરોજ 1.5GB જેટલો ડેટા મળે છે.

    549 રૂપિયાના પ્લાનમાં મળે છે આ સવિધા

    એરટેલ કંપની 549 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં પણ યૂઝર્સને 4GB મફત ડેટા આપી રહી છે. આ સાથે જ યૂઝર્સ પ્લાનમાં દરરોજ 2GB ડેટા અને અનલિમિડેટ વૉઇસ કૉલનો લાભ મેળવી શકે છે.

    આ પણ વાંચો: એરટેલ અને વોડાફોન પછી Jioએ વધાર્યા પોતાના પ્લાન્સના રેટ, જાણો નવી કિંમતો

    699 રૂપિયાનો પ્લાન

    એરટેલનો એક પ્લાન 699 રૂપિયાનો છે. જેમાં તમને દરરોજ 3GB ડેટા તેમજ ફ્રી વૉઇસ કૉલની સુવિધા મળે છે. આ ઉપરાંત આ રિચાર્જ પ્લાન સાથે 4GB ડેટા મળે છે.

    359 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન

    એરટેલ 359 રૂપિયાના રિચાર્જ પ્લાન સાથે દરરોજ 2GB ડેટા અને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ વૉઇસ કૉલિંગની સુવિધા આપે છે. આ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને 2GB ફ્રી ડેટા કૂપન મળશે. આ પ્લાનની મર્યાદા 28 દિવસ છે.

    આ પણ વાંચો: Airtel બાદ હવે VIએ પ્રીપેડ યૂઝર્સને આપ્યો ઝટકો, ટેરિફ પ્લાનમાં 20થી 25%નો વધારો, જાણો કયા પ્લાનમાં કેટલો વધારો ઝીંકાયો

    એરટેલના રિચાર્જ પ્લાન પર મળતા ફાયદા

    એરટેલના તમામ પ્લાન સાથે એક મહિના માટે અમેઝોન મોબાઇલ એડિશન, ત્રણ મહિના માટે અપોલો મેમ્બરશીપ, એક વર્ષનો શૉ એકેડેમીનો ઑનલાઇન અભ્યાસ, ફાસ્ટેગ પર 100 રૂપિયા કેશબેક, મફતમા હેલોટ્યૂન્સ વગેરે લાભ મળે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Airtel, Jio, Recharge, Vodafone, મોબાઇલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन