Airtel યૂઝર્સને મોટી ભેટ! હવે ફ્રીમાં મળશે આ સેવા, બ્રૉડબેન્ડ ગ્રાહકોને પણ ફાયદો

Airtelની નવી સેવાનો ફાયદો 499 રૂપિયાથી ઉપરના પોસ્ટપેઇડ કે પછી 999 રૂપિયાથી ઉપરના બ્રૉડબેન્ડ યૂઝર્સને મળશે.

Airtelની નવી સેવાનો ફાયદો 499 રૂપિયાથી ઉપરના પોસ્ટપેઇડ કે પછી 999 રૂપિયાથી ઉપરના બ્રૉડબેન્ડ યૂઝર્સને મળશે.

  • Share this:
    નવી દિલ્હી: ટેલીકૉમ કંપનીઓ એક બીજાને ટક્કર આપવા માટે પ્લાનની સાથે સાથે નવી નવી સેવા પણ આપી રહી છે. આ દરમિયાન એરટેલે પણ પોતાના ગ્રાહકોને નવી સેવા આપવાની જાહેરાત કરી છે. હકીકતમાં Airtel તરફથી પોતાના ગ્રાહકોને Disney+ Hotstar VIPનું સબ્સક્રિપ્શન આપવાનનું શરૂ કર્યું છે. ખાસ વાત એ છે કે આ સેવા મોબાઇલ યૂઝર્સની સાથે સાથે એરટેલ બ્રૉડબેન્ડ પ્લાન સાથે પણ Disney+ Hotstar VIPનું સબ્સક્રિપ્શન આપી રહી છે.

    એરટેલ વેબસાઇટના જણાવ્યા પ્રમાણે નવી સેવાનો ફાયદો 499 રૂપિયાથી ઉપરના પોસ્ટપેઇડ પ્લાન અથવા 999 રૂપિયાથી વધુના બ્રૉડબેન્ડ પ્લાન પર આ ઑફરનો લાભ આપવામાં આવી રહ્યો છે.

    એરટેલનો 499 રૂપિયાનો પોસ્ટપેઇડ પ્લાન

    એરટેલ 499 રૂપિયાવાળા પોસ્ટપેઇડ પ્લાનમાં 75 જીબી ડેટા આપે છે. પ્લાનની સાથે સાથે અનલિમિટેડ કૉલિંગ તેમજ દરરોજ 100 SMS પણ મળે છે. જેમાં એમેઝોન પ્રાઇમ અને એરટેલ એક્સટ્રીમનું સભ્યપદ પણ આપવામાં આવે છે.

    આ પણ વાંચો: મતદાનનું મહત્ત્વ સમજાવતો કિસ્સો: પત્નીની અંતિમવિધિ પૂર્ણ કરી પતિએ મતદાન કર્યું

    આ ઉપરાંત બ્રૉડબેન્ડના પ્લાન સાથે આપવામાં આવતા પ્લાનની વાત કરીએ તો 999 રૂપિયાવાળા Airtel XStream એન્ટરટેઇનમેન્ટ બ્રૉડબેન્ડ પ્લાન સાથે Disney+ Hotstar VIPની આ ઑફર આપવામાં આવી રહી છે.

    આ પણ વાંચો: દિવાળી તહેવારમાં રેલવે દોડાવશે વિશેષ ટ્રેન, ટિકિટ ભાડું પણ રહેશે વિશેષ!

    જ્યારે 1,400 રૂપિયા સુધીના પ્લાનની સાથે Disney+ Hotstarનં સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 3,999 રૂપિયાવાળા પ્લાન સાથે પણ આ સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.

    આ પણ જુઓ-

    કંપનીનું કહેવું છે કે હાલ આ ઑફર પસંદગીના ગ્રાહકોને આપવામાં આવી રહી છે. જો તમે પણ એરટેલ અને બ્રૉડબેન્ડના ગ્રાહક છો અને તમને આ લાભ મળી શકે કે નહીં તો તપાસવું હોય તો તમારે એરટેલ થેન્ક્સ એપ પર જવું પડશે. કંપનીનું કહેવું છે કે દરેક પોસ્ટપેઇડ ગ્રાહક અને બ્રૉડબેન્ડ પ્લાન માટે એક વખત જ આ ઑફરનો લાભ લઈ શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: