Airtelએ લોન્ચ કર્યો નવો પ્રી-પેઇડ પ્લાન, મળશે 105GB ડેટા

News18 Gujarati
Updated: November 21, 2018, 12:54 PM IST
Airtelએ લોન્ચ કર્યો નવો પ્રી-પેઇડ પ્લાન, મળશે 105GB ડેટા
એરટેલના આ નવા પ્લાનમાં તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ લોકલ-એસટીડી કોલિંગ મળશે.

એરટેલના આ નવા પ્લાનમાં તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ લોકલ-એસટીડી કોલિંગ મળશે.

  • Share this:
રિલાયન્સ જિયોના મુકાબલામાં, એરટેલે તેના પ્રિ-પેઇડ ગ્રાહકો માટે એક નવો પ્લાન રજૂ કર્યો છે. એરટેલના આ પ્લાનની કિંમત 419 રૂપિયા છે અને તેમા તમને 75 દિવસની માન્યતા સાથે દરરોજ 1.4 જીબી ડેટા મળશે. સાથે જ એરટેલના આ પ્રી-પેઇડ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગ પણ મળશે. એરટેલની ટક્કર જિયોના 349 રુપિયાના પ્લાન સાથે થશે જેમા 105 જીબી ડેટા મળે છે.

એરટેલના પ્લાનની વિશેષતા

એરટેલના આ નવા પ્લાનમાં તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ લોકલ-એસટીડી કોલિંગ મળશે. આ પ્લાનમાં રોમિંગમાં પણ આઉટગોઇંગ ફ્રી રહેશે. આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસની સુવિધા પણ હશે.

આ પહેલા આ મહિનાની શરૂઆતમાં, એરટેલે તેના રૂ. 99ના પ્લાનની કિંમત વધારી છે. એરટેલના 99-રુપિયાના પ્રી-પેઇડની માન્યતા 28 દિવસ છે અને તેમા 2 જીબી ડેટા મળશે. હવે આ પ્લાનની કિંમત રૂ. 119 કરી દીધી છે. નવી કિંમત પર પણ ગ્રાહકોને જૂની સુવિધા જ મળશે.

હવે જિયોના પ્લાનની વાત કરીએ, તો જો તમે જીયોના 349 રુપિયાના પ્લાનમાં 70 દિવસની માન્યતા સાથે 105 જીબી ડેટા એટલે કે દરરોજ 1.5 જીબી ડેટા મળશે. આ પ્લાનમાં દરરોજ 100 મસેજ અને જિયો એપની ફ્રી સબ્સક્રિપ્શન મળશે. આમાં જિયોના પ્લાનમાં જ ફાયદો છે.
First published: November 21, 2018
વધુ વાંચો
अगली ख़बर