આટલું રિચાર્જ કરવાથી મળશે ચાર લાખનો ફ્રી વીમો

News18 Gujarati
Updated: May 13, 2019, 4:13 PM IST
આટલું રિચાર્જ કરવાથી મળશે ચાર લાખનો ફ્રી વીમો
પ્રતિકાત્મક તસવીર

એરટેલએ પ્રિપેઇડ બંડલ લોન્ચ કર્યું છે જેની સાથે ગ્રાહકોને એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ અથવા ભારતી ઍક્સામાંથી વીમા કવર મળશે.

  • Share this:
ટેલિકોમ કંપની ભારતી એરટેલ ગ્રાહકોને મફત જીવન વીમા ઓફર કરે છે. એરટેલે એક પ્રીપેઇડ બંડલ કવર લોન્ચ કર્યુ છે. જેની સાથે ગ્રાહકોને એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ(HDFC Life Insurance) અથવા ભારતી એક્સા (Bharti AXA) તરફથી ઇન્શ્યોરન્સ મળશે, એરટેલના નવા 249 પ્રીપેડ બંડલ સાથે ગ્રાહકોને 4 લાખ રુપિયાનો લાઇફ ઇન્શ્યોરન્સ મળશે, આ સાથે જ આ પ્લાનમાં 2જીબી ડેટા, અનલમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ ફ્રી મળશે, આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે.

18થી 54 વર્ષની વચ્ચે હોવી જોઇએ ઉમર

વીમા કવર માટે એરટેલ સબસ્ક્રાઇબરની ઉમર 18 થી 54 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ લાઇફ ઇન્શ્યોરન્સએચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ અથવા ભારતી એક્સા હશે. લાઇફ ઇન્શ્યોરન્સની આ સુવિધા એરટેલ વેબસાઇટ, એરટેલ એપ્લિકેશન પર ઉપલબ્ધ થશે અને થર્ડ પાર્ટીથી પ્લાન રિચાર્જ પર મળશે. રિચાર્જ કરવા પર ગ્રાહકને એક એસએમએસ મળશે જેમાં ગ્રાહકો તેમની કેવાયસીની વિગતો આપશે. ત્યારબાદ યૂઝર્સ લાઇફ ઇન્શ્યોરન્સ સાથે સંબંધી ડિટેલ્સ એરટેલ એપ પર જોઇ શકે છે. દર મહિને નિયમિત રિચાર્જ પર વીમો ઓટોમેટિક રિન્યુ થઇ જશે. પોલિસી માટે કોઈ કાગળ અથવા તબીબી પરીક્ષણની આવશ્યકતા રહેશે નહીં. આ ઉપરાંત યૂઝર્સના આવેદન કરવા પર ઇન્શ્યોરન્સની એક ફિઝિકલ કોપી આપી શકાય છે.તમામ ગ્રાહકો માટે સુરક્ષા વીમો

એરટેલના આ પ્રિપેઇડ બંડલમાં તમામ મોબાઈલ ગ્રાહકોને ડેટા સાથે 9 રુપિયા પ્રતિ દિવસ પ્રમાણે એક સુરક્ષા વીમો આપવામાં આવશે, આ પ્રક્રિયા ડિઝિટલ રુપથી કોઇપણ એરટેલ રિટેલ સ્ટોર અથવા માય એરટેલ એપથી થોડી જ મીનિટોમાં ડિલીવર કરી દેવામાં આવશે. 
First published: May 13, 2019, 4:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading