જિયોના પ્લાનને ટક્કર આપવા એરટેલે લોન્ચ કર્યો એકદમ સસ્તો પ્લાન

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 4, 2017, 7:25 PM IST
જિયોના પ્લાનને ટક્કર આપવા એરટેલે લોન્ચ કર્યો એકદમ સસ્તો પ્લાન

  • Share this:

રિલાયન્સ જિયો અને વોડાફોનને ટક્કર આપવા માટે એરટેલે પણ પોતાનો નવો પ્લાન લોન્ચ કરી દીધો છે. આ પ્લાન કંપનીના પ્રીપેડ યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યો છે. 199 રૂપિયાવાળા આ પ્લાન હેઠળ લોકલ-એસટીડી અનલિમિટેડ કોલિંગ ઉપરાંત રોમિંગમાં પણ ફ્રિ અનલિમિટેડ ઈનકમિંગ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને 1GB ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાન તેમના માટે ફાયદાનો સોદો સાબિત થશે જેઓ ઈન્ટરનેટનો ઉપયોગ ઓછો કરે છે અને કોલિંગ વધુ કરે છે. કેટલાક દિવસ પહેલા એરટેલે 198 રૂપિયાનો પ્લાન પણ લોન્ચ કર્યો હતો. જેમાં યૂઝર્સને પ્રતિદિવસે 1GB હાઈસ્પીડ ડેટા આપવામાં આવે છે. આ ડેટા 3G/4G યૂઝર્સને મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. એટલે કે, યૂઝર્સને 198 રૂપિયામાં 28GB ડેટા મળી રહ્યું છે. આ 198 રૂપિયાવાળા પ્લાનમાં કોલિંગની સુવિધા આપવામાં આવી નથી.


JIO : જિયોના 149 રૂપિયાના રિચાર્જમાં અનલિમિટેડ કોલિંગની સાથે સાથે અનલિમિટેડ ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. સાથે મેસેજની સુવિધા પણ આપવામાં આવે છે. તે ઉપરાંત આમાં એપ્સનું પણ સબ્સ્ક્રિપ્શન ફ્રિમાં મળી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસોની છે. આમાં યૂઝર્સને પ્રતિદિવસે 0.15GB હાઈ સ્પીડ ડેટા મળશે. હાઈ સ્પીડ ડેટાની લિમિટ ખત્મ થયા બાદ ઈન્ટરનેટ તો અનલિમિટે રીતે ચાલતું રહેશે પરંતુ સ્પીડ ઓછી થઈને 64kbpsની રહી જશે.


Vodafone : વોડાફોન 199 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા આપી રહ્યું છે. તે ઉપરાંત આમાં 1GB 3G/4G ડેટા આપવામાં આવી રહ્યો છે. જોકે, અનલિમિટેડ કોલિંગ એક શરત સાથે આપવામાં આવી રહી છે. આમાં યૂઝર્સ એક દિવસમાં 250થી વધારે કોલ કરી શકતા નથી. તે ઉપરાંત એક આખા અઠવાડિયામાં  યૂઝર્સ 1,000થી વધારે કોલ કરી શકશે નહી.First published: December 4, 2017, 6:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading