Home /News /tech /Airtel Xstream Premium ભારતમાં લોન્ચ, માત્ર 149 રૂપિયામાં મળશે 15 OTT પ્લેટફોર્મનો લાભ

Airtel Xstream Premium ભારતમાં લોન્ચ, માત્ર 149 રૂપિયામાં મળશે 15 OTT પ્લેટફોર્મનો લાભ

એરટેલ પોતાની આ ધમાકેદાર ઓફરથી 2 કરોડ સબસ્ક્રિપ્શનને ટાર્ગેટ કરી રહ્યું છે

Airtel Xstream Premium પર 15 ભારતીય અને વિદેશી ઓટીટી પ્લેટફોર્મ એક જ એપમાં જોવા મળશે. આ નવા પેકની કિંમત મહિનાના 149 રૂપિયા છે. 1499 રૂપિયા આપીને તમે આખું વર્ષ મનોરંજનનો આનંદ લઈ શકો છો.

નવી દિલ્હી. ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મના શોખીનો માટે સારા સમાચાર છે કે Airtel Xstream Premium પેકમાં હવે તમને વધારે ટીવી ચેનલ્સ (TV Channels) જોવા મળશે. જાણીતી ટેલીકોમ કંપની ભારતી એરટેલે પોતાના વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમિયમ (Airtel Launches Xstream) લોન્ચ કર્યું છે. નવા પ્લેટફોર્મ ઉપર 15 ભારતીય અને વિદેશી ઓટીટી એક એપમાં જ જોવા મળશે.

મીડિયા પાર્ટનર્સ એશિયા અનુસાર, 2025 સુધીમાં ભારતનું OTT સબસ્ક્રિપ્શન માર્કેટ વર્તમાન 50 કરોડ ડોલરથી વધીને 2 અબજ ડોલર થવાની ધારણા છે. તેના કારણે સબસ્ક્રિપ્શન્સમાં 16.5 કરોડનો વધારો થવાનો છે.

એરટેલે પોતાના નવા પેકમાં Eros Now, SonyLIV, HungamaPlay અને EpicOn સહિત 15 ચેનલો સામેલ કરી છે. Airtelના દાવો છે કે Xstream સર્વિસમાં 10,000થી વધારે ફિલ્મો, ટીવી શો અને ઓરિજનલ શો સામેલ છે. તમે અંગ્રેજી સહિત 13 ભાષાઓમાં તમારી મનપસંદ ફિલ્મ અથવા શો જોઈ શકો છો.

આ પણ વાંચો: BSNLના આ પ્લાનમાં મળશે OTT સબસ્ક્રિપ્શન, Rs 300થી પણ ઓછી છે કિંમત

કિંમત 149 રૂપિયા પ્રતિ માસ

Airtel Xstream Premium ના નવા પેકની કિંમત 149 રૂપિયા પ્રતિ મહિનો છે. 1499 રૂપિયા આપીને તમે આખું વર્ષ ટીવી પર મનોરંજનનો આનંદ માણી શકો છો. એરટેલના ચીફ પ્રોડક્ટ ઓફિસર આદર્શ નાયરના જણાવ્યા અનુસાર, યુઝર્સને એપ પર પ્રીમિયમ કન્ટેન્ટ સહિત તમામ કન્ટેન્ટનો એકધાર્યો એક્સેસ મળશે.

Airtel Xstream Premiumના પેકમાં તમને SonyLIV, Lionsgate Play, Eros Now, ManoramaMax, Hoichoi, ShemarooMe, Ultra, Epic On, ShortsTV, KLIKK, Divo, Dollywood Play અને Namma Flix જેવા પ્લેટફોર્મના કન્ટેન્ટ જોવા મળશે. એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમ પેક લેનારા ગ્રાહકોને બે સ્ક્રીન પર કન્ટેન્ટનું એક્સેસ પ્રાપ્ત થશે. Android અને iOS ડિવાઈસ માટે ઉપલબ્ધ Airtel Xstream Box અથવા Xstream app દ્વારા કન્ટેન્ટને એક્સેસ કરી શકાય છે.

આ પણ વાંચો: જાણો શા માટે મનાવવામાં આવે છે ‘સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ’, આ વર્ષની થીમ

યુઝર્સ એપ અથવા વેબના માધ્યમથી અને ટીવી પર Xstream સેટ-ટોપ-બોક્સ દ્વારા મોબાઇલ, ટેબ્લેટ, લેપટોપ પર એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમનો ઉપયોગ કરી શકે છે. આ તમામ કન્ટેન્ટ એરટેલના ગ્રાહકોને માત્ર 149 રૂપિયા પ્રતિ મહિને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

એરટેલ પોતાની આ ધમાકેદાર ઓફરથી 2 કરોડ સબસ્ક્રિપ્શનને ટાર્ગેટ કરી રહ્યું છે અને એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમને ભારતમાં ડિજિટલ મનોરંજનનો બહેતર વિકલ્પ બનાવવા ઘણાં ઓટીટી પ્લેયર્સ સાથે સહયોગ કરી રહ્યું છે.
First published:

Tags: Airtel, Bharti Airtel Ltd, Gujarati tech news, Mobile and Technology, Ott, OTT Platforms