Home /News /tech /

દિવાળીના પર Airtelનો નવો પ્લાન, 90 દિવસ સુધી તમામ સુવિધા ફ્રી

દિવાળીના પર Airtelનો નવો પ્લાન, 90 દિવસ સુધી તમામ સુવિધા ફ્રી

દિવાળીના અવસર પર એરટેલે 178, 229, 344, 559 અને 495 રુપિયાના પાંચ પ્લાન લોન્ચ કર્યા છે, જેમા ઇન્ટરનેટ, કૉલિંગ અને SMSનો લાભ થશે.

દિવાળીના અવસર પર એરટેલે 178, 229, 344, 559 અને 495 રુપિયાના પાંચ પ્લાન લોન્ચ કર્યા છે, જેમા ઇન્ટરનેટ, કૉલિંગ અને SMSનો લાભ થશે.

    જો તમે એરટેલ યૂઝર્સ છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. કંપનીએ દિવાળી પર નવા યૂઝર્સ માટે , 178, 229, 344, 559 અને 495 રુપિયાના પાંચ પ્લાન રજ કર્યા છે. જેમા તમે ફ્રીમાં કોલિંગ અને ઇન્ટરનેટનો લાભ લઇ શકો છો. તો જાણીએ ક્યાં પ્લાનમાં કેટલો ઇન્ટરનેટ ડેટા મળશે.

    178 રુપિયાનો પ્લાન

    જો તમે એરટેલનું નવું સિમ લો છો અને 178 રૂપિયાનું રિચાર્જ કરાવો છો, તો તમને 28 દિવસ અને તમામ નંબર પર અનલિમીટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ મળશે, ત્યારબાદ તમને દરરોજ 1જીબી ઇન્ટરનેટ ડેટા મળશે. આ રીતે આ પ્લાનમાં તમને કુલ 28જીબી ડેટા મળશે.

    229 રુપિયાનો પ્લાન

    એરટેલ તરફથી રજૂ કરાયેલા નવા યુઝર્સ માટે, આ પ્લાનમાં કોઈપણ નંબર પર અનલિમીટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ મળશે. આ પ્લાનની સૌથી ખાસ વાત તો એ છે કે આમાં દરરોજ 1.4 જીબી ઇન્ટરનેટ ડેટા મળશે.

    344 રુપિયાનો પ્લાન લાભ

    આ પ્લાનમાં લગભગ 178 રુપિયા અને 229 ના પ્લાનની જેમ, પરંતુ તમને દરરોજ 2GB ઇન્ટરનેટ ડેટા મળશે. આ રીતે તમે આ પ્લાનમાં 56 જીબી ડેટા મેળવશો. ધ્યાન રાખો તે આ પ્લાન માત્ર નવા યૂઝર્સ માટે છે.

    559 અને 495 રુપિયાનો પ્લાન

    જો તમે રૂ. 495ના પ્લાન વિશે વાત કરીએ, તો તમે કોઈપણ નંબર માટે અમર્યાદિત કોલિંગ અને 100 એસએમએસ પણ મેળવી શકો છો. આ પ્લાનની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે તમને દરરોજ 1.4 GB ડેટા મળે છે. જેની માન્યતા 84 દિવસ છે. આ રીતે તમને આ પ્લાનમાં117 જીબી ડેટા મળશે. જો 559 રૂપિયાનો પ્લાન કરાવવા પર યૂઝર્સને તે જ લાભ મળશે જે 495 રુપિયાના પ્લાનમાં મળી રહ્યો છે. આ પ્લાનમાં યૂઝર્સને 90 દિવસની વેલિડીટી મળી રહી છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Diwali 2018, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन