Home /News /tech /Airtelનો ધમાકો! એક વર્ષ માટે ફ્રીમાં મળશે Disney+Hotstar Mobile સબ્સક્રિપ્શન, કેવી રીતે ઉઠાવશો લાભ?

Airtelનો ધમાકો! એક વર્ષ માટે ફ્રીમાં મળશે Disney+Hotstar Mobile સબ્સક્રિપ્શન, કેવી રીતે ઉઠાવશો લાભ?

699 રૂપિયાનો પ્લાન - આ પ્લાનમાં, Disney+ Hotstar મોબાઇલ સબ્સ્ક્રિપ્શન 1 વર્ષ તેમજ દરરોજ 2GB ડેટા માટે આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર કોલ્સ અને દરરોજ 100 SMS મફત મળશે. એરટેલનો આ લેટેસ્ટ પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ સિવાય, આ પ્લાનમાં તમને 30 દિવસનું મફત એમેઝોન પ્રાઇમ વીડિયો મોબાઇલ સબ્સ્ક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.

Airtel New Recharge Plans: એરટેલના 3 જોરદાર પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સ માટે થશે ડેટાનો વરસાદ

નવી દિલ્હી. એરટેલ (Airtel) પોતાના યૂઝર્સને શ્રેષ્ઠ અનુભવ ઉપલબ્ધ કરાવવા માટે અનેક પ્રકારના પ્રયાસ કરે છે. હવે કંપનીએ કેટલાક નવા પ્લાન્સ રજૂ કર્યા છે જે એક વર્ષના ફ્રી Disney+ Hotstar મોબાઇલ સબ્સક્રિપ્શનની સાથે આવે છે. તેની કિંમત 499 રૂપિયાથી શરુ થાય છે. તેની કિંમત કંપનીના પહેલા પ્લાન્સથી થોડી વધારે છે. પહેલા જે પ્લાન Disney+ Hotstar VIP સબ્સક્રિપ્શનની સાથે આવતા હતા, તેની કિંમત 449 રૂપિયાથી શરૂ થઈને અને 2,698 રૂપિયા સુધી જતી હતી. બીજી તરફ, નવા પ્લાન્સ હેઠળ સૌથી મોંઘો પ્લાન 2,798 રૂપિયા છે. તો ચાલો Airtelના નવા પ્લાન્સની વિગતો જાણીએ.

Airtel 499 Recharge Plan

એરટેલના (Airtel) નવા પ્રીપેડ પ્લાન્સમાં પહેલો પ્લાન 499 રૂપિયાનો છે. જેમાં યૂઝર્સને દરરોજ 3 GB Data આપવામાં આવી રહ્યો છે. આ સાથે, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. વિશેષમાં, રોજ 100 એસએમએસ (SMS) પણ આપવામાં આવી રહ્યા છે. આ તમામ Benefits .એવા જ છે જે 448 રૂપિયાના પ્લાનમાં આવતા હતા. પરંતુ હવે 448 રૂપિયાનો પ્લાન બંધ કરી દેવામાં આવ્યો છે. 499 રૂપિયાના પ્લાનમાં ડિઝની + હોટસ્ટાર (Disney+ Hotstar) મોબાઇલ સબ્સક્રિપ્શન પણ યૂઝર્સને આપવામાં આવી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી (Validity) 28 દિવસ છે.

આ પણ વાંચો, BSNL New Plan: BSNLએ લોન્ચ કર્યો જોરદાર પ્લાન, 365 દિવસ સુધી રોજ 2 GB ડેટા, જાણો કેટલું કરાવવું પડશે રિચાર્જ

Airtel 699 Recharge Plan

Airtelનો બીજો પ્લાન 699 રૂપિયાનો છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2 GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ સાથે, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. દરરોજ 100 SMS પણ આપવામાં આવી રહ્યા છે. આ તમામ લાભો બરાબર એવા જ છે જે 599 રૂપિયાના પ્લાનમાં આવતા હતા. પરંતુ હવે 599 રૂપિયાનો પ્લાન બંધ કરી દેવામાં આવ્યો છે. 499 રૂપિયાના પ્લાનમાં ડિઝની + હોટસ્ટાર મોબાઇલ સબ્સક્રિપ્શન (Disney+ Hotstar Mobile Subscription) પણ યૂઝર્સને આપવામાં આવી રહ્યું છે. આ પ્લાનની Validity 56 દિવસ છે.

આ પણ વાંચો, Tech News: Twitterએ લૉન્ચ કર્યું Super Follow ફીચર, હવે યૂઝર્સ કરી શકશે કમાણી

Airtel 2798 Recharge Plan

એરટેલનો ત્રીજો પ્લાન 2,798 રૂપિયાનો છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2 GB ડેટા આપવામાં આવી રહ્યો છે. તેની સાથોસાથ કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, રોજ 100 SMS પણ આપવામાં આવી રહ્યા છે. આ તમામ લાભો એવા જ છે જે 2,698 રૂપિયાના પ્લાનમાં આવતા હતા. પરંતુ હવે 2,698 રૂપિયાનો પ્લાન બંધ કરી દેવામાં આવ્યો છે. 2,798 રૂપિયાના પ્લાનમાં Disney+ Hotstar મોબાઇલ સબ્સક્રિપ્શન પણ યૂઝર્સને આપવામાં આવી રહ્યું છે. આ પ્લાનની વેલિડીટી 365 દિવસ છે.
First published:

Tags: Airtel, Gadgets, Recharge Plan, ટેક ન્યૂઝ, સ્માર્ટફોન