Home /News /tech /Airtelના ત્રણ જોરદાર ફાઇબર પ્લાન! Netflix સહિત 14 OTT એપ્સનું મળે છે ઍક્સેસ, ફ્રી કૉલિંગ પણ..

Airtelના ત્રણ જોરદાર ફાઇબર પ્લાન! Netflix સહિત 14 OTT એપ્સનું મળે છે ઍક્સેસ, ફ્રી કૉલિંગ પણ..

Airtel Xstreamના ત્રણ નવા પ્લાન

Airtel Xstream Plan: આ ત્રણ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ ડેટા (3,333GB પ્રતિ મહિને), અનલિમિટેડ કૉલિંગ અને Wynk Music ઑફર કરવામાં આવે છે. આ સિવાય એપ સપોર્ટ મામલે ત્રણેય પ્લાનમાં Disney Plus Hotstar અને અન્ય 14 OTT એપ્સ સપોર્ટ પણ ઉપલબ્ધ છે.

વધુ જુઓ ...
Airtel Xstream Plan: એરટેલે તેના એરટેલ એક્સ્ટ્રીમ ફાઈબર (Airtel Xstream)માં ત્રણ નવા ઓલ ઇન પ્લાન રજૂ કર્યા છે. કંપનીએ તેમાંથી એક બેઝિક પ્લાન 1,000 રૂપિયાની અંદર અને બે પ્લાન 1,500 રૂપિયાની અંદર પ્રોફેશનલ અને એન્ટરટેઇનમેન્ટ કેટેગરી માટે રજૂ કર્યા છે. ત્રણ એરટેલ એક્સ્ટ્રીમ ફાઇબર ઓલ-ઇન-વન પ્લાનમાં પ્રોફેશનલ + ટીવી સામેલ છે, જેની કિંમત 1,599 રૂપિયા છે, એન્ટરટેઇનમેન્ટ + ટીવી પ્લાનની કિંમત 1,099 રૂપિયા છે અને બેઝિક + ટીવી પ્લાનની કિંમત 699 રૂપિયા છે, આ ત્રણ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ ડેટા (3,333GB પ્રતિ મહિને), અનલિમિટેડ કૉલિંગ અને Wynk Music ઑફર કરવામાં આવે છે. આ સિવાય એપ સપોર્ટ મામલે ત્રણેય પ્લાનમાં Disney Plus Hotstar અને અન્ય 14 OTT એપ્સ સપોર્ટ પણ ઉપલબ્ધ છે.

1,599 રૂપિયાનો પ્લાન નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ અને ડિઝની પ્લસ હોટસ્ટાર એપ્સ જેવી ઓટીટી સ્ટ્રીમિંગ એપ્સનું ઍક્સેસ આપે છે અને રૂ. 1,099નો પ્લાન એમેઝોન પ્રાઇમ અને ડિઝની પ્લસ હોટસ્ટાર એપ્સનું ઍક્સેસ આપે છે.

આ પણ વાંચો: ભારતમાં જૂન 2022માં લૉન્ચ થવા જઈ રહી છે એકથી એક જોરદાર કાર, અહીં જુઓ આખી યાદી

699 રૂપિયાવાળો બેઝિક પ્લાન

આ એક નવો બેઝિક + ટીવી પ્લાન છે જે 40Mbps સુધીની સ્પીડ અને Disney Plus Hotstar એપની ઍક્સેસ આપે છે. આમાં તમને 14 OTT માટે Airtel Xstream પ્રીમિયમ સિંગલ લોગિન પણ મળે છે, જેમાં SonyLIV, ErosNow, Lionsgate Play, Hoichoi, ManoramaMax, Shemaroo, Ultra, HungamaPlay, EPICon, DivoTV, Klikk, Nammaflix, Dollywood અને Shorts TVનો સમાવેશ થાય છે. તમને Airtel 4K Xstream Box પર 350 ચેનલો પણ મળે છે.

એરટેલ 1,099 ફાઇબર પ્લાન

તેને એન્ટરટેઈનમેન્ટ + ટીવી પ્લાન કહેવામાં આવે છે અને અનલિમિટેડ ડેટા સાથે 200Mbps સ્પીડ ઓફર કરે છે. આ પૅકેજ બેઝિક પ્લાન જેમ કે 14 OTT માટે Airtel Xstream પ્રીમિયમ લૉગિન અને એરટેલ 4K Xstream બૉક્સ પર 350 ચૅનલ સાથે પણ આવે છે.

આ પણ વાંચો: 5000mAh બેટરી, 13MP ડ્યુઅલ કેમેરા સાથે Vivoનો સસ્તો 5G સ્માર્ટફોન લૉન્ચ, જાણો કિંમત

એરટેલ એક્સ્ટ્રીમનો 1,599 રૂપિયાનો ફાઇબર પ્લાન

આ નવો એરટેલ Xstream ફાઇબર પ્લાન 300 Mbps સ્પીડ અને અનલિમિટેડ બેન્ડવિડ્થ સાથે આવે છે. આ પ્લાનને 'પ્રોફેશનલ + ટીવી' પ્લાન કહેવામાં આવે છે. OTT એપ્સ માટે ગ્રાહકો નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ અને ડિઝની પ્લસ હોટસ્ટાર એપ્સનો પણ ઍક્સેસ મેળવે છે.
First published:

Tags: Airtel, Amazon Prime Video, Disney Hotstar, Gujarati tech news, Mobile and Technology, Netflix, Recharge Plan

विज्ञापन