નવી દિલ્હી : વોડાફોન-આઇડિયા (Vodafone-Idea) બાદ હવે ભારતી એરટેલ (Bharti Airtel)એ પણ પ્રીપેડ ગ્રાહકો માટે કોલ દરમાં અને ડેટા રેટમાં (Call Rates) વધારો કરવાનો નિર્ણય કર્યો છે. થોડા કલાકો પહેલાં જ વોડાફોન આઇડિયાએ કોલ દર વધારવાની જાહેરાત કરી હતી.
ભારતી એરટેલે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'ભારતી એરટેલ મોબાઇલ ગ્રાહકો માટે નવા કૉલ દર જાહેર કર્યા છે. નવા દરો 3 ડિસેમ્બર 2019 મંગળવારથી લાગુ થશે. કંપનીએ જણાવ્યું કે પહેલાં કરતાં નવા પ્લાન 42 ટકા મોંઘા હશે. આ સાથે જ કંપનીનો સૌથી સસ્તો પ્લાન 49 રૂપિયાનો હશે'
નવા પ્લાન મુજબ આ સવલતો મળશે
કંપનીએ કહ્યું, 'એરટેલના નવા પ્લાન મુજબમાં ટેરીફમાં 50 પૈસાથી લઈને 2.50 રૂપિયા સુધીનો પ્રતિદિન વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ઉપરાંતચ એરટેલ થેંક્સ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોને એક્સક્લૂઝિવ ઑફરો અપાશે. આ પ્લેટફોર્મ પર ગ્રાહકો એક્સટ્રીમ એપ પર પ્રીમિયમ કન્ટેન્ટ વાપરી શકશે. જેમાં ગ્રાહકોને 10,000 ફિલ્મો, એક્સક્લૂઝિવ શો, 400 ટીવી ચેનલ્સ, વિંક મ્યૂઝિક, એન્ટિ વાયરલ ડિવાઇસ પ્રોટેક્શન સહિતની સવલતો મળશે.
આ પણ વાંચો : Vodafoneના આ પ્લાનની કિંમતમાં વધારો, હવે આટલા પૈસા આપવા પડશે

એરટેલના નવા પ્લાન
વોડાફોને પર 42 ટકાનો દર વધાર્યો
વોડાફોન-આઇડિયા(Vodafone-Idea)એ સેવાઓનાં દરોમાં વધારો કર્યો છે. સીએનબીસી આવાઝ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, કંપનીનો સસ્તો પ્લાન હવે 49 રૂપિયા થશે. વોડાફોનનાં 49 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 38 રૂપિયાનો ટૉકટાઇમ આપવામાં આવશે. આ પ્લાનમાં તેમને ઇન્ટરનેટ તરીકે 100MB ડેટા મળશે. વોડાફોનએ કહ્યું કે આ નવી કિંમત મંગળવાર 3 ડિસેમ્બરથી લાગુ થશે.