vodafone બાદ હવે Airtelએ પણ 42 ટકા સુધીનો કોલ દર વધાર્યો, જાણો નવા પ્લાન

News18 Gujarati
Updated: December 1, 2019, 6:33 PM IST
vodafone બાદ હવે Airtelએ પણ 42 ટકા સુધીનો કોલ દર વધાર્યો, જાણો નવા પ્લાન
પ્રતિકાત્મક તસવીર

વોડાફોન બાદ ભારતી એરટેલ કૉલ દરમાં 42 ટકા સુધીનો વધારો કરવાની તૈયારી કરી રહ્યું છે. નવા દરો 3 ડિસેમ્બરથી લાગુ પડશે

  • Share this:
નવી દિલ્હી : વોડાફોન-આઇડિયા (Vodafone-Idea) બાદ હવે ભારતી એરટેલ (Bharti Airtel)એ પણ પ્રીપેડ ગ્રાહકો માટે કોલ દરમાં અને ડેટા રેટમાં (Call Rates) વધારો કરવાનો નિર્ણય કર્યો છે. થોડા કલાકો પહેલાં જ વોડાફોન આઇડિયાએ કોલ દર વધારવાની જાહેરાત કરી હતી.

ભારતી એરટેલે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'ભારતી એરટેલ મોબાઇલ ગ્રાહકો માટે નવા કૉલ દર જાહેર કર્યા છે. નવા દરો 3 ડિસેમ્બર 2019 મંગળવારથી લાગુ થશે. કંપનીએ જણાવ્યું કે પહેલાં કરતાં નવા પ્લાન 42 ટકા મોંઘા હશે. આ સાથે જ કંપનીનો સૌથી સસ્તો પ્લાન 49 રૂપિયાનો હશે'

નવા પ્લાન મુજબ આ સવલતો મળશે

કંપનીએ કહ્યું, 'એરટેલના નવા પ્લાન મુજબમાં ટેરીફમાં 50 પૈસાથી લઈને 2.50 રૂપિયા સુધીનો પ્રતિદિન વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ઉપરાંતચ એરટેલ થેંક્સ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોને એક્સક્લૂઝિવ ઑફરો અપાશે. આ પ્લેટફોર્મ પર ગ્રાહકો એક્સટ્રીમ એપ પર પ્રીમિયમ કન્ટેન્ટ વાપરી શકશે. જેમાં ગ્રાહકોને 10,000 ફિલ્મો, એક્સક્લૂઝિવ શો, 400 ટીવી ચેનલ્સ, વિંક મ્યૂઝિક, એન્ટિ વાયરલ ડિવાઇસ પ્રોટેક્શન સહિતની સવલતો મળશે.

આ પણ વાંચો : Vodafoneના આ પ્લાનની કિંમતમાં વધારો, હવે આટલા પૈસા આપવા પડશે

એરટેલના નવા પ્લાન
વોડાફોને પર 42 ટકાનો દર વધાર્યો

વોડાફોન-આઇડિયા(Vodafone-Idea)એ સેવાઓનાં દરોમાં વધારો કર્યો છે. સીએનબીસી આવાઝ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, કંપનીનો સસ્તો પ્લાન હવે 49 રૂપિયા થશે. વોડાફોનનાં 49 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 38 રૂપિયાનો ટૉકટાઇમ આપવામાં આવશે. આ પ્લાનમાં તેમને ઇન્ટરનેટ તરીકે 100MB ડેટા મળશે. વોડાફોનએ કહ્યું કે આ નવી કિંમત મંગળવાર 3 ડિસેમ્બરથી લાગુ થશે.

 
First published: December 1, 2019
વધુ વાંચો
अगली ख़बर