આજથી મોબાઇલ પર વાત કરવી પડી શકે છે મોંઘી, જાણો શા માટે

News18 Gujarati
Updated: December 1, 2019, 11:33 AM IST
આજથી મોબાઇલ પર વાત કરવી પડી શકે છે મોંઘી, જાણો શા માટે
1 ડિસેમ્બરથી મોબાઇલ ફોન ગ્રાહકો માટે કૉલિંગની સાથે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો પણ મોંઘો થઈ જશે.

1 ડિસેમ્બરથી મોબાઇલ ફોન ગ્રાહકો માટે કૉલિંગની સાથે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો પણ મોંઘો થઈ જશે.

  • Share this:
આજે એટલે કે 1 ડિસેમ્બરથી સામાન્ય માણસના ખિસ્સા પરનો ભાર વધી શકે છે. 1 ડિસેમ્બરથી મોબાઈલ ફોન યૂઝર્સો માટે કૉલિંગ (Vodafone, Idea, Airtel to increase tariffs 1 December)ની સાથે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો મોંઘો થઈ જશે. સ્પષ્ટ છે કે ટેલિકોમ કંપનીઓ ટેરિફ પ્લાનની કિંમત વધારવાની તૈયારી કરી રહી છે. ટેલિકોમ કંપનીઓ (આઈડિયા, વોડાફોન, એરટેલ) આની જાહેરાત કરી ચૂકી છે. ટેલિકોમ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે 14 વર્ષ જુના એડજસ્ટેડ ગ્રાસ રેવેન્યૂ (એજીઆર) કેસ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ટેલિકોમ કંપનીઓ પર દેવાનું દબાણ વધી રહ્યું છે. તેથી જ કંપનીઓએ ટેરિફ પ્લાન રેટ વધારવાની તૈયારી પૂર્ણ તૈયારી કરી લીધી છે.

1 ડિસેમ્બરથી ફોન પર વાત કરવી મોંઘી થશે - ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયા 1 ડિસેમ્બર, 2019થી તેમના ટેરિફ પ્લાનમાં વધારો કરશે. બંને કંપનીઓ એડજસ્ટેડ ગ્રોસ આવકની બાકી રકમ ભરવા માટે આમ કરવા અંગે વિચારણા કરી રહી છે. જોકે બંને કંપનીઓએ હજી સુધી સ્પષ્ટતા કરી નથી કે મોબાઇલ ટેરિફ કેટલો મોંઘો થશે.

આ પણ વાંચો:  અહીં મળી રહ્યું છે માત્ર 100 રુપિયામાં ફાસ્ટેગ, જાણો ખરીદવાની પ્રોસેસ
ટેરિફ રેટમાં કેટલો વધારો થશે? મનીકોન્ટ્રોલના અહેવાલ મુજબ ટેલિકોમ કંપનીઓ મોબાઇલ ટેરિફમાં 35 ટકાનો વધારો કરી શકે છે.>> ભારતી એરટેલનું કહેવું છે કે ટેલિકોમ ક્ષેત્રે નવી ટેકનોલોજી મૂકવા માટે ઘણાં રોકાણની જરૂર છે, તેથી ટેરિફમાં વધારો કરવામાં આવશે.

>> મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે એરટેલનું 100 રૂપિયાનું રિચાર્જ 135 રૂપિયા સુધી મોંઘું થઈ શકે છે.

આ પણ વાંચો: આ કંપનીમાં થશે 1200 એન્જિનિયરોની ભરતી, જાણો શું છે પ્રક્રિયા

>> એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે રિચાર્જની કિંમતમાં વધારો ન કરવો જોઇએ, પરંતુ કેટલીક સેવા ઘટાડવી જોઈએ. જો કે સંપૂર્ણ તસવીર એક કે બે દિવસ પછી સ્પષ્ટ થશે.
>> વોડાફોન આઈડિયા લિમિટેડે કહ્યું કે તે ટેરિફમાં વધારો કરશે, જે 1 ડિસેમ્બરથી લાગુ થશે.

એજીઆર મામલાથી કંપનીઓ પર ભાવવધારો કરવા માટેનું દબાણ- સુપ્રીમ કોર્ટે એજીઆર વિવાદ અંગે ટેલિકોમ કંપનીઓ વિરુદ્ધ આદેશ આપ્યો હતો, જેમાં ઓપરેટરોએ સરકારને મોટી રકમ ચૂકવવી પડશે. આવી સ્થિતિમાં કંપનીઓ ટેરિફમાં વધારો કરીને આને પહોંચી વળવા ઇચ્છે છે. જો કંપનીઓ ટેરિફ વાઉચરમાં 10 ટકાનો વધારો કરશે તો તેને આગામી 3 વર્ષમાં 35 હજાર કરોડ રૂપિયાની આવક થવાની સંભાવના છે.
First published: November 29, 2019, 10:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading