લૉકડાઉન વચ્ચે Airtelની મોટી ગિફ્ટ, 100 રૂપિયાનાં પ્લાનમાં મળશે 15GB ઇન્ટરનેટ ડેટા

આ પ્લાન ઘરેથી કામ કરતા લોકોને ઘણો જ કામ લાગશે.

આ પ્લાન ઘરેથી કામ કરતા લોકોને ઘણો જ કામ લાગશે.

 • Share this:
  મુંબઇ : લૉકડાઉનને (Lockdown) ધ્યાનમાં રાખતા ભારતીય એરટેલ (Bharti Airtel) પોતાના ગ્રાહકો માટે વધારે ફાયદાનો સોદો લાવ્યા છે. કંપનનીએ એડ ઓન પ્લાન રજૂ કર્યો છે. જે ઘરમાં કામ કરી રહેલા ગ્રાહકોને (Work from home) ઘણું જ કામ લાગશે. કંપનીના નવા એડ ઓન પ્લાનની ( Add-On Plan) કિંમત 100 રૂપિયા છે. જેમા ગ્રાહકોને 15GBનો ફાયદો થશે. આ પ્લાન ઘરેથી કામ કરતા લોકોને ઘણો જ કામ લાગશે.

  જાણકારી માટે જણાવીએ કે, આ પ્લાન પોસ્ટપેઇડ ગ્રાહકો માટે છે. જેની શરૂઆત 100 રૂપિયાથી થાય છે. કંપનીનાં અન્ય પ્લાનની કિંમત 200 રૂપિયા છે. જેમાં ગ્રાહકોને 35GB ડેટાનો પ્લાન આપવામાં આવશે.

  આ અંગે કંપનીનું કહેવું છે કે, યૂઝર્સ ડેટા પેકને એરટેલનાં થેંક્સ એપમાં મેનેજ સર્વિસ સેક્શનમાં જઇને એક્ટિવ કરી શકાય છે.

  મહત્વનું છે કે, આંધ્ર પ્રદેશ, દિલ્હી એનસીઆર અને તમિલનાડુ જેવા સર્કલમાં એરટેલનાં પોસ્ટપેઇડ પ્લાનની શરૂઆતની કિંમત 349 રૂપિયા છે. જેમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ, 5 જીબી રોલઓવર અને રોજ 100 મેસેજ કરવાની સુવિધા મળી રહી છે. આ ઉપરાંત Zee5 અને એરટેલ ટીવી પ્રમિયમનું પણ એક્સેસ મળશે.

  આ પણ વાંચો -  Voda-Idea ઓફરઃ બીજાના એકાઉન્ટ રિચાર્જ કરો અને રૂપિયા કમાવો

  બીજી તરફ એરટેલનાં પ્રીમિયમ પોસ્ટપેડ પ્લાનની શરૂઆત 499 રૂપિયાથી શરૂ થાય છે. આમાં યૂઝર્સને રોલઓવર ડેટાનાં 75GB, અનલિમિટેડ કોલ્સ અને દરેક 100 એસએમએસ આપવામાં આવે છે. આ પ્લાનની સાથે અમેઝોન પ્રાઇમ, Zee5 અને AirtelXtremeનું પણ સબસ્ક્રિપશન મળશે.

  આ પણ જુઓ -  
  Published by:Kaushal Pancholi
  First published: